વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહેફિલ

મહેફિલ


શબ્દોની સોગાતથી રચી મેં મહેફિલ,

કરામત કરી  શબ્દોએ ને સર્જાઈ મહેફિલ,

શબ્દોના મર્મથી ખીલી મારી મહેફિલ,

શબ્દોના જામમાં જામી  મારી મહેફિલ,

નશો ચડ્યો શબ્દોનો ને ઝૂમી મારી મહેફિલ,

શેર,શાયરી,ગઝલ ને ગીતથી ગુંજી મારી મહેફિલ,

કોકીલ કંઠના દર્દભર્યા નગ્માથી રેલાઈ મારી મહેફિલ,

દિલની ગહેરાઈમાં ડૂબી મારી મહેફિલ,

લાગણીના સાગરમાં તરી ગઈ મારી મહેફિલ,

જીવનના પ્રાંગણમાં રમાઈ મારી મહેફિલ,

જુવાનીના જંગમાં ખેલાઈ મારી મહેફિલ,

ઊંચી દીવાલોમાં અટવાઈ મારી મહેફિલ,

જીત મારી જોઈને વાહ...પુકારી ઉઠી મહેફિલ..!





:-વર્ષા કુકડિયા'મુસ્કાન'

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ