વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સવિતા

સાંજથી રાત માટે સવિતા રાહ જોતી  બેઠી હતી. ગાડીના હોર્નનો એ જુનો-જાણીતો અવાજ સાંભળ્યો, એટલે ઉભી થઇ. સફેદ કપડા પેહેરેલી ઉચી પાતળી આકૃતિ ઝડપથી ડેલીખોલી , તેની સામું એક નજર નાખી ઓફીસમાં ચાલી ગઈ. અત્યંત સ્થિર ચહેરા સાથેચા બનાવી. ઉકળતી ચા સામે એકીટશે જોઈ રહી. ચા નો ઉભરો આવ્યો અને સવિતાનીઆંખોની પાપણ ઉભરાઈ. ગેસ બંધ કર્યો, ઉભરો શમ્યો અને આંખો પણ લુછી તેણે. ચાકપમાં રેડી એક મિનીટ ઉભી રહી. બીજા હાથથી ખુરશી પર પડેલી દવાની સ્ટ્રીપજાણે બેજાન થઇ ગયેલા હાથથી લે છે અને ઓફીસ તરફ જાય છે. ઓફીસનો દરવાજો ખોલતાપહેલા હજુ એક વખત ઉભી રહે છે,તારાજડિત ટમટમતું આકાશ દેખાય છે, દવાનીસ્ટ્રીપ  કચરા-ટોપલીમાં નાખી અને ચા લઇ અંદર જાય છે. સવારે તેને વહેલુંઊઠવાનું છે, બધા કામ ફરીથી કરવાના જ છે તેને.

*

એક સાધારણ મા બાપ એ વહાલથી ઉછરેલી એકની એક દીકરી સવિતા,દેવું કરીને આર્ટસસાથે માંડ ગ્રેજ્યુએટ થઇ. અભણ માં-બાપ. પૈસો જાજો નહિ. ઓબવિયસલી લગ્ન તરતઅને પ્રમાણમાં વહેલા થઇ જાય છે. આવા માં-બાપની ટ્રેજેડી તે હોય છે કે મનથીગમે તેટલા ખુલ્લા હોય પણ તેમણે સમાજને નજરમાં રાખીને ઠેકાણું ગોતવું પડેછે, દીકરીની ઈચ્છા પ્રત્યે માન હોય તો પણ તે નજરઅંદાજ કરવું પડે છે. પૈસાનીસંકડાશમાં ઉછરેલી, મોટી થયેલી અને સપનાઓને હજુ સપનાઓ જ રાખી શકેલીસવિતાનેલગ્નની પહેલી જ રાતથી સમજાય ગયેલું કે તેણે જ પોતાના શમણા અનેસપનાઓનેટુંપો દેવો પડશે જયારે તેણે તેના પતિને પહેલી જ રાત એ હાથમાં માવોચોળતોજોયો. ચા અને તે તમાકુવાળો માવો તેના પતિના પ્રાણવાયુ હતા તે તેનેએકદિવસમાં જ ખબર પડી ગયેલી. તેનો પતિ શું કામ કરતો હતો કે શું ધંધો કરતોહતોતે વાત હજુ પણ સવિતાને  સ્પષ્ટ ન'તી થઇ. આખો દિવસ તે બહાર રહેતો. ઘરેહોયત્યારે તે તેના ફોનમાં બીઝી હોય. એક સાથે ઘણા બધા નાના-મોટા ધંધા તેનોપતિકરતો, દરેક જગ્યા એ કોઈને કોઈ સાથે ભાગીદારી કરીને.

*

પતિ જાજુ બોલે નહિ. આખો દિવસ બહાર. રાતે આવીને સુઈ જવાનું. બીજે દિવસેસવારેતેના સફેદ રંગના મેલા-ઘેલા ડાઘ વાળા કપડા સવિતા ધુવે. એક જ સ્થિર અનેજડજીવન. બંને વચ્ચે આખા દિવસની સરેરાશ ૧૦ વાક્યોથી વધુ વાત ના થાય. એકદિવસતેનો પતિ સવિતાને કહે છે કે આખો દિવસ તું ઘરમાં નવરી હોય છે તો કંઈકકામકર. અને કામ શું તે પણ સામે ચાલીને પતિ દ્વારા જ નક્કી કરી લેવામાં આવેછે. એક ત્રણ માળનું બિલ્ડીંગ ભાડે રખાય છે અને ત્યાં ગર્લ્સ હોસ્ટેલખોલવામાં આવે છે. ગર્લ્સ હોસ્ટેલની ફીઝ ના હિસાબ સિવાયની બધી  જ જવાબદારીસવિતા ઉપર. સવિતા શરૂઆતમાં ખુશ પણ થાય છે કે કંઈક નવું, નવીન કામ કરવામળશે. અનેક કોલેજો ધરવતા શહેરમાં હોસ્ટેલ ખાલી રહે એવું ના બને. તરત જ આખીહોસ્ટેલ નવી નવી, તાજગી અને જોમથી ભરેલી એવી છોકરીઓથી ભરાય જાય છે.

 *

હોસ્ટેલનું દરેક કામ સવિતા એ કરવાનું. બહુ જીદ પછી માંડ એક કામ વાળી તેનેમળેલી. પણકામ તો પણ એટલું જ રહ્યું તેના ભાગે. ૫૦ જેટલી છોકરીઓનેસંભાળવાની. તેનાનખરા અને રાડો-દેકારા સહન કરવાના. બધું એકલા એકલા. સવિતાનોપતિ રાતે જઆવતો. હોસ્ટેલમાં નીચે જ બંને માણસ રહેતા. તે રૂમને બેડરૂમ કહોકે તેહોસ્ટેલની ઓફીસ બધું તે જ હતું. આટલી છોકરીઓનું સવારેદૂધ-ચા-નાસ્તોનીતૈયારી, અને બે ટંકની રસોઈ. સવિતા અને તેની કામ વાળીબહારથી લઇ અવાતો સમાન , વાસણ, આટલા કપડા બધું મેનેજ કરતી. તેનો પતિ રાતેઆવતો, અને વારાફરતીદરેક છોકરી પાસેથી કડક શબ્દોમાં ફી ની ઉઘરાણી કરતો.કોઈની હોસ્ટેલ ફી મોડીઆવવાની હોય તો તેનો ગુસ્સો, તેનો ગંદો થઇ જતો ચહેરો આબધું ચુપચાપ સવિતાજોતી રહેતી. છોકરીઓ પણ તેનો રોફ જોઈને સવિતાને કહેતી કે --દીદી તમે કેટલાસારા છો. કઈ માથાફૂટ નહિ. હવેથી કઈ પણ કામ અમે તમારીસાથે જ પતાવશું, આઅંકલ સાથે નહિ. પણ સવિતા પાસે નિર્ણય લેવાની સત્તા ન'તી.તે સાંભળતી અનેવાત હસવામાં કાઢી નાખતી.

 *

એકલવાયુ જીવન અનેમોટો થતો જતો ખાલીપો. તેનું થોડાક મહિનાઓથી થઇ ગયેલુંજીવન,પતિ તરફથીમળેલી અમર્યાદ મર્યાદાઓ, પતિ નો જડ સ્વભાવ વિગેરે  જાણે પતિશબ્દની ક્રૂરહાંસી ઉડાવે છે. અને એમાં પણ એક દિવસ સવારે તેના પતિને ચાઆપવા જતા, છાપામાં એક પાનાં ઉપર સમાચાર વાંચે છે. '' કંકાશને કારણે પતિ એકર્યુંપત્નીનું ખૂન'' , બીજા સમાચાર- '' પ્રેમીને કારણે પતિને પતાવી નાખતીઆધુનિકા'' . વાચીને એક વિચાર મનના બે છેડાની આરપાર નીકળી જાય છે. ભયનું એકલખલખું પસાર થઇ જાય છે. અને વિચારે છે -- ના.

 *

આખો દિવસ હોસ્ટેલનું કામ. યંત્રવત એકલા હાથે. પતિ બહાર. હવે કામ કરવાનો જોશકે એવું ચાલ્યું ગયેલું. ક્યારેક તો સવિતાને વિચારવું પડતું કે હું સાચેકોઈ ને પરણેલી છું ને? આર્ટસમાં ભણેલા દામ્પત્ય જીવનની ફિલોસોફી યાદ કરીનેતેને હસવું આવી જતું. અલબત્ત તે હાસ્ય આંખ ભીની કરી નાખીને હવામાં ઓગળીજતું. ઘણી વખત તે ઉપલા માળે  છોકરીઓના રૂમમાં જતી. છોકરીઓના લટકતા બ્લુજીન્સ, અવનવા જેકેટ, બ્રેસલેટ્સ એવું બધું જોતી. જોતી રેહતી. નાઈટ ડ્રેસમાંપણ આટલી વેરાયટી હોય તે તેને આજે ખબર પડેલી. એક વખત બધી છોકરીઓના આગ્રહથીઅને તેનો પતિ ઘણી બધી વાર સુધી નહિ આવે તે ખાતરી કર્યા પછી પરાણે કેપ્રીપહેરે છે. તેની બહેનપણી જેવી બની ગયેલી બધી છોકરીઓ ચિચિયારીઓ પાડે છે તેજોઈ ને, તેના દીદીને ખુબ હસાવે છે. સવિતાને પોતાની સગવડતા માટે લઇ દેવામાંઆવેલા ફોનમાં તે પોતાનો, તે કેપ્રીમાં ફોટો પણ પાડે છે. ગ્રાઉન્ડ ફ્લોર પરઓફીસ અને રસોડાથી એક અલગ જ વિશ્વ ઉપર છે, છોકરીઓના રૂમમાં. આ વિશ્વમાંરહેવાનો હક તેને નથી શું? ૫ મિનીટ માટે તે રહે છે. પણ આચાનક તે ૫ મિનીટ  જલ્દી ખતમ થઇ જાય છે, તેણે જલ્દીથી એ જ સાડી પહેરીને કામ એ લાગવાનું છે.દોસ્તોવ્યકીના લખાણ વાચેલી સવિતા એ  દસ્તા વડે આદું છાંદીને પતિને ચામાંનાખી આપવાનું છે. પ્રવાસ વર્ણનોને ભૂલીને રોટલીનો એ ધુમાડો આંખમાં સહનકરવાનો છે. પણ ક્યાં સુધી? શું આના માટે તેણે લગ્ન કરેલા? આખી જિંદગી વેઠઉતારવાની છે તેને? આટલા કામના બદલામાં મહેનતાણા  રૂપે તો ખાલી એક મોબાઈલફોન મળે છે. કોને કહે તે? માં-બાપને આ ઉમરે હેરાન કરે તેવી છોકરી તો આસવિતા હતી નહિ. કોલેજમાં જેમ્સ હેડલી ચેસની અમુક થ્રીલર કથા યાદ આવે છે અનેપછી યાદ આવે છે તે છાપાની હેડલાઈન. ફરીથી વિચારે છે. -- ના. એવું નહિ.

 *

અમુક  છોકરીઓ તેને મેસેજ પણ સેન્ડ કરે છે. મેસેજ વાચીને ખુશ થાય છે. વળતારીપ્લાયમાં સવિતાનો ભારોભાર આર્ટસના જ્ઞાનથી છલકાતો સંદેશો વાંચીને બધીદીદીને વધાવે છે, ઘણી વાર. સવિતાને આ સ્વતંત્રતા ગમે છે. એક વખત તેમેડીકલમાં ભણતી છોકરીના રૂમનો વાર્તાલાપ સાંભળે છે. આંચકી માટેની દવાફેનીટોઇનના ઓવર ડોઝથી માણસ મરી જાય. તેને આ સાંભળવું ના ગમ્યું હોય તેમઝડપથી નીચે ઉતરીને રસોડામાં કામ કરવા લાગી જાય છે. પણ સવિતાના મનમાંઅનાયાસે વવાઈ ગયેલું તે બીજ હવે ધરતી ફાડીને મક્કમતાથી વ્રુક્ષ બનવા જઈરહ્યું છે. અને સવિતાના મનમાં ઉઠેલા ધમસાણ વિચારો તેને ખાતર-પાણી આપે છે.તુમુલ યુદ્ધ , સવિતાના મનમાં જ ચાલુ થાય છે. ક્યાં સુધી તે સહન કરશે? તેક્યારે રાણીની માફક જીવશે? કલીઓપેત્રા અને એન્ટોની , ઓરીફીસ અને યુરીદીસ, આબધી પ્રેમકથાઓ વાંચતી વખતે તેણે કોઈની ક્લીઓપેત્રા બનવાના સપના જોયેલા.હવે તેનું શું? માં-બાપને હેરાન કરવા નથી. ઘુરીયલ પતિ છુટા છેડા આપશે નહિ.પોતે આટલું ભણી છે, તેને દુનિયા જોવી છે, વાસીદું નથી કરવું. બધા જ રસ્તાબંધ થતા ભાસે છે. એક જ રસ્તો ખુલ્લો દેખાય છે, જે તેને પાછા પોતાના કલ્પનાવિશ્વને અને સપનાઓની દુનિયાને જોડતો દેખાય છે. અંતે મન મક્કમ થાય છે અનેતેના પગ મેડીકલ સ્ટોર તરફ વળે છે.

 *

દવા લઇને તેનેએક સંતોષ થાય છે પણ અકારણ બેચેની રહે છે. છોકરીઓની મસ્તીમજાક ગમતી નથી, પતિ રાતે આવે છે તો તેને ટીકી ટીકીને જોઈ રહે છે. પતિહમેશની જેમ પડખુંફરીને સુઈ જાય છે અને પોતે જાગતી રહે છે. પણ ક્લીઓપેત્રાતો તેને યાદ છેજ. પોતાનું આખું મન અને વિશ્વ હચમચી ઉઠે તેટલી ગડમથલો બાદ, બીજા દિવસનીરાતનો સમય નક્કી કરે છે. આખો દિવસ બેચેની ભર્યા અજંપામાં દિવસગુજારે છે.

તેનેગેટીવ વિચારતી નથી.તેને તો ખાલી પોતાની સ્વંત્રતા જ દેખાય છે. પોતાનીમુક્તિનો માર્ગ. એક સ્વર્ગ સમાન જિંદગી આજ રાત પછી તેને મળશે, જ્યાં તેફેફસા ભરી ને શ્વાસ લેશે. સવારથી બપોર સુધી તે બધી છોકરીઓ સાથેહલ્લા-ગુલ્લામાં કાઢે છે. પણ બપોર પછી મનમાં જાણે કંઈક ભારે થતું જાય છે.સાંજ બહુ ઝડપથી પડે છે.

 *

સાંજથી રાત માટેસવિતા રાહ જોતી  બેઠી હતી. ગાડીના હોર્નનો એ જુનો-જાણીતો અવાજસાંભળ્યો, એટલે ઉભી થઇ. સફેદ કપડા પેહેરેલી ઉચી પાતળી આકૃતિ ઝડપથી ડેલીખોલી , તેનીસામું એક નજર નાખી ઓફીસમાં ચાલી ગઈ. અત્યંત સ્થિર ચહેરા સાથેચા બનાવી.ઉકળતી ચા સામે એકીટશે જોઈ રહી. ચા નો ઉભરો આવ્યો અને સવિતાનીઆંખોની પાપણઉભરાઈ. ગેસ બંધ કર્યો, ઉભરો શમ્યો અને આંખો પણ લુછી તેણે. ચાકપમાં રેડીએક મિનીટ ઉભી રહી. બીજા હાથથી ખુરશી પર પડેલી દવાની સ્ટ્રીપજાણે બેજાનથઇ ગયેલા હાથથી લે છે અને ઓફીસ તરફ જાય છે. ઓફીસનો દરવાજો ખોલતાપહેલા હજુએક વખત ઉભી રહે છે,તારાજડિત ટમટમતું આકાશ દેખાય છે, દવાનીસ્ટ્રીપ  કચરા-ટોપલીમાં નાખી અને ચા લઇ અંદર જાય છે. સવારે તેને વહેલુંઊઠવાનું છે, બધા કામ ફરીથી કરવાના જ છે તેને.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ