વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના સાથે હું

આજે મારી પાસે સમય જ સમય છે.

હું ઉન્મુક્ત ગગન તરફ વિહાર કરી રહી છું.

મારી આંખોમાંથી એ બધા જ દૃશ્યો ધીમે ધીમે રંગો છોડતા જાય છે જે મેં પ્રેમ અને પાગલપનની હદથી જીવનમાં દોર્યા હતા ક્યારેક.એ દુનિયાની આંગળીઓના છેલ્લા છેલ્લા સ્પર્શની અનુભૂતિ હજી લીલી છે મારે ટેરવે.

અને આસપાસ એકાંતનું સંગીત, ચારેકોર અહી કોઈ સ્વાર્થ નથી.પરમાર્થથી સેવા કરતા સફેદ વસ્ત્રધારી દેવદૂતો દેખાય છે, જે મારા શરીરમાં કૈક મથામણ કરી રહ્યા છે.

શરદી ખાસીની અધકચરી નિંદ્રા કે એનેસ્થેશિયા ની તંદ્રા બધું પૂરું જોવા નથી દેતી.

શ્વાસ મારા કહ્યામાં નથી.મારે માટે ક્યાં નવું છે જે કોઈ કહ્યાં પ્રમાણે કરે!

અર્ધ જાગૃત અવસ્થામાં મને કૈક સંભળાય છે, તો એમ લાગે છે,કે જાણે એ મારા માટે જંગ લડી રહ્યા છે.

અરે પણ એ મારા કોઈ સગા સંબંધી મિત્રવર્ગ નથી,નથી મારા કોઈ વડીલ, તો કોણ છે આ બધા?

મારી આસપાસ બસ સફેદ ઉજાસ છે.

યાદ આવે છે મારા એ શ્વેત પાનેતરનો ઠંડો અને સંસારમાં પ્રથમ પ્રવેશનો લાલ ઉષ્મા સભર રંગ.જે ઝબકી ઊઠે છે અહીં  મારા શરીરમાંથી ખેંચાતા લોહીની પ્રવહિતામાં.

અહી કોઈ કપુરગજરા કે મોગરાની વેણી નથી ચોતરફ સ્પિરિટ અને મૃતકોની મહેંક છે છેલ્લા શ્વાસ લઈને સંસારને વિદા કહી એ દસ્તાવેજી મરણશૈયાઓ છે.પણ બધી પ્રમાણિક. કોઈ કોઈને ડિસ્ટર્બ નથી કરતું શુન્યકાર છે ઊંડો. એમાં સમાધિ લઈ શાંતિ તરફ તું દોરી જા પ્રભુ મને.આજે નિરાંતે પથારીમાં પડી છું કોઈ ઉઠવા માટે મોઢું નહિ બગાડે?કોઈને મારા સૂવાથી તકલીફ નહીં હોય?!

અહીં કોઈ સગું કે કોઈ વ્હાલું નથી બધા તોય એકબીજાના સાથી છે.

હવે મારે ક્યાંય જવાનું મોડું નથી થતું.

મારે વહેલાં ઊઠીને મોડું સૂવું નહીં પડે, મારે સવારે બધાના ઉઠતા પહેલાં ચા દૂધ નાસ્તા નહીં તૈયાર કરવા પડે, ટિફિન સર્વિસ ની તો આજે શાંતિ એમને મારા લીધે ઓફિસમાં લેટ નહીં થાય.મમ્મીજીને નણંદબા સાથે જેટલી વાતો કરવી હશે,મારી ફરિયાદો કરવી હશે ફોન પર કરશે આખો દિવસ કોઈની શરમ નહીં ભરવી પડે.

મારા છોકરાઓ?

ભગવાન મારા છોકરાઓ શું કરશે?

એમને કોણ જગાડશે તૈયાર કરશે? કોણ એમના ભાવતા નાસ્તાના ડબ્બા બનાવશે? એમને સમયે સમયે બધુ યાદ કરાવશે? એમને કોણ ભગવાનનું સ્મરણ કરાવશે? એમને કોણ રાત્રે વ્હાલથી જમાડીને હાલરડું ગાશે?

અરે આ બધામાં એમને તો ભૂલી જ ગઈ એમને કોણ કપડાં રૂમાલ,લેપટોપ,ટિફિન,મોજા, ચાવી,પેન,પાણી નો ગ્લાસ આપશે?

એમને કોણ ફોન કરીને નાસ્તો વાપરવાનું યાદ કરાવશે? ભગવાન એમને કોણ વચ્ચે વચ્ચે ઊંડા શ્વાસ લેવાનું યાદ કરાવશે? એમની રાહ જોઈને સાંજે કોણ હીંચકે બેસી રહેશે?એમને જમવાનું ગરમ કોણ ખવડાવશે?

રાત્રે એમના પગ કોણ દબાવશે? અને....

So thank God...........

She's out of dangerous now.

સંભળાતાં જ જાણે અનેસ્થેસિયા મારી નસોમાંથી ઓઝલ થવા લાગ્યો,આ અંગ્રેજી શબ્દો એ તો સંજીવની ફૂકી મારા શરીરમાં.પ્રાણવાયુની લહેરખી ફરી ગઈ આખા શરીરમાં.

મિચાયેલી આંખોએ બ્રહ્માંડની સફર કરી લીધી.

હું એ એકાંતવાસના દિવસો કદીએ નહિ ભૂલી શકું !

મારી એક નાનકડી છીંક માટે સીધી મને મોલ માંથી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

કદાચ મારા સવાલોથી કંટાળીને ભગવાને મને જીવતદાન આપ્યું એમ સાબિત થયું.......

અને હવે હું કોઈના માટે હાનિકારક નથી.


ચિંતા કોરોના

તમે કોરોના મુક્ત છો.....


वाक़िफ कहां ज़माना तेरी रहेमोनिगाह से

हमारे तो हौसले बुलंद बस तेरे ही नाम से।



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ