વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાજન-ઘેલી

સાજન-ઘેલી


સાજનના સ્પર્શે આવી ગઈ જો ગાલે લાલી,

સખીઓ પૂછે,'અલી કાં લગાવી ગાલે લાલી..?'


શું કહું તેમને આ તો શરમની ફૂટી છે લાલી,

સાજન  હાથ અડકે ને હું થાઉં કાલી ઘેલી.


એમના ટેરવાના સ્પર્શે આ આવી છે લાલી,

અલી, હું તો શરમથી ઝૂકી થાઉં કાલી ઘેલી.


સખીઓના ઝુંડે રોકી મને,પણ હું તો હાલી,

તેઓ કહેતી આ તો મોરનીની  ચાલે ચાલી.


શું કરું શું ના કરું ત્યાં તો આવી ગઈ મારી ચાલી,

પાછું જોઉં તો સાજન, થઈ ગઈ હું પાણી પાણી.


-વર્ષા કુકડિયા'મુસ્કાન'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ