વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક દિવસ પરિવાર સાથે



આજ રોજ તા. 22/3/20 ના રોજ અમારા નિવાસસ્થાને ફક્ત ને ફક્ત અમારા ફેમીલી ગેટ ટુ ગેધરનું આયોજન કરેલ છે. જેમાં અમે ચા-કોફી મસાલા દૂધ સાથે અલગ-અલગ નાસ્તા, સવારે મેથીની ભાજીનાં ગોટા, ભજિયા સાથે ચટણી પણ હશે.


બપોરે જમવામાં દાળભાત, શાક-રોટલી, ટેટીનું પનું, રાખેલ છે.


ત્યારબાદ આખો દિવસ ગુજરાતી નાટક, ફિલ્મ સાથે પોપકોર્ન,  મસાલા ખાખરા, મસાલા પુરી, સક્કરપારા, ભેલ, મિક્સ ધાણી આ સિવાયનાં નાસ્તા પણ મળતાં રહેશે.


સાંજે ગરમ નાસ્તો જેવો કે રોટલી પીત્ઝા, રોટલી પોકેટ સમોસા, રુચી અનુસાર ચા-કોફીનું આયોજન કરેલ છે. સાથે વિવિધ ગેમ્સ જેવી કે ચેસ, કેરમ, પત્તા, સાપસીડીનું સહિયારું આયોજન કરેલ છે.


ત્યારબાદ રાત્રિ ભોજનમાં સ્પેશ્યલ વેજ. ફ્રાય હાંડવો વીથ વેજ સૂપ રાખેલું છે.

રાત્રિ ભોજન બાદ ડીઝર્ટમાં ચીકુ-ચોકલેટ શેક રાખવામાં આવેલ છે.


આ સિવાય કોઈની અલગ ડિમાન્ડ હશે તો તેને પણ પૂરી કરવામાં આવશે.


આ ફક્ત ને ફક્ત અમારા ફેમીલી મેમ્બર પૂરતું જ છે. કોઈએ અમારા ઘરે આવીને અમારા રંગમાં ભંગ પડાવવો નહિ. આ મેનુ અમે તમને એટલા માટે આપી રહ્યા છીએ કે તમે બધાં પણ આ રીતે આયોજન કરી શકો.


હા, સૌની મંજૂરીથી વચ્ચે-વચ્ચે ન્યુઝ ચેનલ અને પોતાનાં મોબાઈલમાં મેસેજ જોવાની છૂટ છે. કોઈપણ સંજોગોમાં ફોન પર લાંબી વાતચીત કે ગેમ રમવા દેવામાં આવશે નહિ.


પરિવારનો આ યાદગાર દિવસ જીંદગીભરનું સંભારણું બની રહે તે માટે ઘરનાં દરેક સભ્ય ફોટો અને વિડિયો સ્વરૂપે પોતાનાં કેમેરામાં કંડારી લેશે. જેને દિવસ પૂરો થયે અમુક જ ગૃપમાં આ મેમરી શેર કરવામાં આવશે.


ખાસ, યાદ રાખવું કે આ કાર્યક્રમ ફક્ત ને ફ્ત પરિવારનાં સાથ સહકારથી જ પાર પાડીશું. કેમ કે આજે અમને ઘરકામમાં મદદ કરવા કોઈ બાઈ આવશે નહિ.


અરે, હા, 5 વાગ્યે દરેક સેવાકીય સંસ્થાઓ અને તેનાં કર્મચારીઓને પ્રોત્સાહન પૂરૂં પાડવાનાં સ્વરૂપે વડાપ્રધાનનાં આહવાહનનાં પગલે બાલ્કનીમાં તાળી-થાળી વગાડવાનાં પ્રોગ્રામમાં આપણે બધાં સાથે જ હોઈશું એ યાદ રાખજો.


આપણે કોરોના સામે રક્ષણ અને લડતનાં પગલે વડાપ્રધાનની અપીલ 'જનતા કરફ્યુ"ને સ્વૈચ્છિક સમર્થન આપીએ. ઘરમાં જ રહીએ. પરિવાર સાથે સમય વિતાવીએ,


કોરોના ભગાવો,

સ્વસ્થ રહો-મસ્ત રહો.


તમે બધાં આ પ્રોગ્રામ તમારા ઘરે પણ આયોજિત કરી શકો છો. પરંતુ આ મેસેજનાં (મારા ભેજાની ઉપજ છે.) કોપીરાઈટસ ફક્ત ને ફકત મારા જ રહેશે. એ યાદ રાખજો.


પ્રીતિ શાહ ("અમી-પ્રીત")

22/3/20



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ