વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માણસ માણસ બને તો

જિંદગીની રૃક્ષ, તગતગતી  પ્રશ્નાવલી,

સાવ અણધારી આવી ચડી

આખરે મનુષ્યને જોઈએ છે શું?

આ મહાકાય દુનિયામાં માણસને એકલો મૂકીને

બધાં જ દેવ..ને દેવી . પેલાં મહાવીર,

ઈસુ, બુદ્ધ, અલ્લા ને ઈશ્વર

દબાતા પગલે પોતે જ સરકી ગયા

ને શ્રદ્ધા ને નાતજાતના એ પડઘાંઓ

ડુપ્લેક્ષ-રો હાઉસની ડિઝાઇન માં

ઉભરાઈ ને શમી જવા નીકળી પડ્યા

રોજ રહેતો ભીડમાં આજે પોતાને

કટકે કટકે તૂટતો જતો જોયા કરે છે,

મનમાં  મંદિર બાંધ્યે જ હવે છૂટકો

પેલી લાગણીઓ રોજ નવી જનમતી 

કેટલા ભીષણ યુદ્ધ કરતી માનવજાતી

ક્યાં ગયા એ ટુકડો જમીનના વિવાદો

એ રેલીઓ, એ ટોળાંઓ ને બાધા

આખડીઓ થતી હતી એ ભુવાના દ્વારો

આખા મુલક માં આજે માણસ

માણસ ખાઉ થઇ બેઠો છે

પોતાના હાથ જોડી ને પોતે જ

બુરી રીતે ઝડપાઈ ચુક્યો છે...

મૃત્યુ ના નાચનો આરંભ થઇ ચુક્યો છે

ચોતરફ કોરોના વાયરસ ના દાહક પ્રકોપથી

બચવાં એ  વિશ્વના  કોઈ  દેવને

મનાવવા કે સંતુષ્ટ કરવાં પોતાનો

ચહેરો બતાવી શકતો નથી...

પૈસા અને નામ પાછળ દોટ મુકતો

આજે અથડાય છે ચાર દીવાલો માં

વાતાવરણના ચરણોને પકડી

સેંકડો સુંધી પખાડે છે...

અને પાડી બેસે છે હડતાળ...

પોતે જ બનાવેલા એ મંદિર મસ્જિદ

માં વ્યવસ્થિત પણે ગોઠવેલા એ પ્રભુ ને

કહી પણ શકતો નથી.....

હું ભલે ઢાંકેલો માસ્ક થી હૉઉ..

પણ કર્મો થી ઉઘાડો છું

મારે તારી છબી જોવી છે,

શું કામ પહેરી બેઠાં છે માસ્ક એ ધર્મ ગુરુઓ પણ

ક્યાં છે નાત જાતના એ મેળાવડા

અમારો ધર્મ પહેલો એ કહેનારા..

અમારા પ્રભુ અમારો સમાજ..

કેવાં ભરાઈ બેઠાં બધાં જ

કોંક્રીટના જંગલની ચાર દીવાલ માં

મોતને છેલ્લી કાકલુદી કરવા..

પણ નિ:સહાય.. છે માનવી

કરવું જ પડશે એને પ્રાયશ્ચિત

ચાલો  બે ઘડી  મનોમંથન કરી જોઈએ,

સાંભળેલી બધી કથા ના સાર સમજી જોઈએ

કે  માણસ માણસ બની રહે તો સારુ કારણ

આવી જશે પળમાં યુગોનો અંત.....

પારુલ અમીત"પંખુડી"

ગાંધીનગર..










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ