વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીતરે જાગ્યો રામ

ભીતરે જાગ્યો રામ!


        મર્સિડીઝ કારમાં પોતાના ડ્રાઈવર સાથે વિજય ઓફિસે જતો હતો.પૂરપાટ ચાલતી કાર ચારરસ્તા પર સિગ્નલ આવતા અચાનક જ થંભી ગઈ.વિજય પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે એક ગરીબ બાળા રંગબેરંગી સ્માઈલી ફુગ્ગાઓ લઈને કારના કાચને ટક્...ટક્... કરી ખખડાવી રહી હતી.

         તે બાળા હતી ગરીબ પણ તેનું હાસ્ય, તેનાં હાથમાં રહેલા સ્માઈલી ફૂગ્ગાઓ જેવું....તેની ચાલ પણ સ્વમાનથી  જુસ્સાભેર હતી.

            ડ્રાઈવરે કાચ ખોલી ફુગ્ગા લેવાની ના પાડી એટલે તે તરત જ બોલી:"સાહેબ, સો-બસોમાં તમને ફર્ક નહીં પડે....પણ તે પૈસાથી મારા નાના ભઈલાનો ઈલાજ જરૂર થશે! લઈ લો ને.... સાહેબ, રંગબેરંગી સ્માઈલી ફૂગ્ગાઓ...!


    ફાટેલી ગોદડીમાં અડધા-પડધા કપડા પહેરેલ આઠ-નવ વર્ષનો એક બાળક, જેનો ભૂખ અને તાવથી કણસવાનો અવાજ હ્રદયને વીંધી રહ્યો હતો.


       "લે... મારું ભઈલું, આ ટુકડો ખાઈને દવા પી લે. રાત્રે થોડું વધારે ખાવાનું લાવીશ!"


      "સાહેબ!" અવાજ સાંભળી વિજયની તંદ્રા તૂટી. એણે વહાલથી બાળા સમક્ષ જોયું.


      "હા બેન, અંદર આવી જા!" બાળાનાં મોં પર સ્મિત ઝળકી ઉઠ્યું અને વિજયના મોઢાં પર વર્ષોથી વિખૂટી પડેલી બહેનને મળવાની તૃપ્તિ! આ અનોખું મિલન નિહાળી હવામાં ફરફરતા ફુગ્ગાઓનું સ્મિત પણ વધુ નિખરી ઉઠ્યું.



  - વર્ષા કુકડીયા 'મુસ્કાન'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ