વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બારી થઈ ગઈ

શ્વાસની ઉધારી થઈ ગઈ

બંધ બધી બારી થઈ ગઈ


નિસાસા ઉંબરેથી વળતા

ઉમ્મીદ બીચારી થઈ ગઈ


સ્તબ્ધતા ને હાહાકાર ઘણો

સડકો આ નોંધારી થઈ ગઈ


મગજ મોતનું ચસ્ક્યા પછી

જિંદગીની પથારી થઈ ગઈ


ખબરો બધી ભૂત બની છે

ધ્રૂજારી  એકધારી થઈ ગઈ


સંભળાય તો સાભળો એને

ઈશને ક્યાં લાચારી થઈ ગઈ?








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ