વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિકાહ- ૧

મિત્રો ફરી એકવાર જીન્નાત ને તમારી સમક્ષ લઈને આવું છું આશા રાખું છું કે કાળકલંકની જેમ જિન્નાત તમને થથરાવી  મૂકશે.. એક બોલ્ડ હોરર સ્ટોરી લઈને હાજર છું..


                  1

---------------------

-----------------------

 

મહેફૂઝ વિલાની રોશની ચકાચોંધ કરી જતી હતી. રાતના અંધારામાં જગમગાતો એ બંગલો શહેરની કોઈ આલીશાન અજાયબી જેવો લાગતો હતો.

આજની વાત જરા જુદી હતી બંગલા ની સાથે સાથે આસપાસના તમામ વિસ્તારને ઝળુહળુ થતી રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યો હતો. કેમ ના હોય..?

સુલતાન ની જાગીરીના એકમાત્ર વારસદાર ખલીલના આજે નિકાહ થયા હતા. આખા શહેરમાં એક સન્માનનીય વ્યક્તિની છાપ ધરાવનાર સુલતાને શોખથી આર્મી જોઈન કરેલી.  નજાણે કેટલી વાર મોતને ચકમો આપી એ પાછો ફર્યો હતો. જ્યારે એ રીટાયર થયો ત્યારે એના શરીર પર 40 ગોળીઓના સાબૂત નિશાન હતા. ખલીલ જાણે કે સુલતાનની જ પ્રતિકૃતિ હતો.

પાકો રંગ, ગોળમટોળ ચહેરો , વાંકડિયા વાળ, અને ઝીલ જેવી આંખો જોનારને ઘાયલ કરવા સક્ષમ હતી. એની લાઈફ સ્ટાઈલ સૌથી અલગ હતી. પોતાની મરજી પ્રમાણે એ જીવતો. એક રાજકુમાર જેવી એની જિંદગી હતી. માગ્યા વિના એને બધું જ પ્રાપ્ય હતું. ગુલશન સાથે નિકાહ પણ એની પોતાની મરજી હતી. બધું કેટલું જલ્દી બની ગયુ હતુ. નજાણે કેટલા દિલોનું ખલીલ અરમાન હતો. જ્યારે પણ એ પોતાની ખુલ્લી બોડીની  કાર લઇ લોંગ ડ્રાઈવ પર નીકળતો છોકરીઓ એની એક ઝલક મેળવવા તલપાપડ થઈ જતી..

વાંકડીયા લહેરાતા વાળ એના આકર્ષણમાં વધારો કરતા હતા. બધાનું દિલ દુખાવી એને માત્ર અને માત્ર ગુલશન ને પસંદ કરી.

ગુલશન ખુદાના દરબારમાંથી નીકળેલો એવો નાયાબ હીરો હતી. જેને તરાશવામાં પરવરદિગારે કોઇ કચાશ બાકી નહોતી રાખી. એના બદનમાં સંગેમરમર જેવી લજ્જત હતી. ચંદ્રમાના તેજપુંજ તેવી ચમક એના ચહેરામાં હતી. કોઈ અપ્સરાને ઝાંખી પાડે એવું ગજબનુ નુર હતુ એના ચહેરા પર.. અને એ નૂરાની ચહેરા એ ખલીલના દિલો દિમાગ પર એવી ખલબલી મચાવી દીધી કે આખરે એ નુરે નજરને પોતાની નજરોનું સુકૂન બનાવી લીધી.

રાત ગણી વધી ગયેલી. હજુ સુધી ખલીલને દોસ્તોએ છોડ્યો નહતો. બધા અલગ-અલગ માગણી એની જોડે કરી રહ્યા હતા.

ખલીલ પણ કોઈ રાજકુમાર કરતા ઉણો ઉતરે એમ નહોતો.

ઘણી મૂલ્યવાન સોનાના તારથી બનેલી જાળીદાર શેરવાની એણે પહેરી હતી. એના હાથમાં કોઈ બ્રાન્ડેડ કંપનીનો સ્માર્ટ ફોન હતો. જેમાંથી વારંવાર એ વીડિયો કોલ કરી એ ગુલશનને પરેશાન કરી રહ્યો હતો. એકવાર તો ગુલશનનો મેસેજ પણ આવી ગયો.

"હવે કેટલુ તરસાવશો મારા રાજા..?"

ખલીલે રિપ્લાય આપ્યો હતો.

"હવે સબરથી કામ લો મારા કોરા હ્રદયમાં વહેનારા લીલાછમ ઝરણાં..! જાણો ને તમે હ્રદયમાં મને બાંધી લીધી છે.. મારી મન ધરાને જીવનપર્યંત ભીંજાવી રાખવાના છો..! બોલો આખી જિંદગી ભીંજાવી રાખશો ને..?"

"હાજી, તમે ચાલ્યા આવો, તમને પલાળવાની શરૂઆત તો કરું..!

મિત્રોની વચ્ચે પણ ગુલશનની વાતો વાંચી એનું હ્રદય પાંસળીથી ટકરાવા લાગેલું. એના હોઠ ઉપર શરારત ભર્યુ  સ્મિત રમતુ હતુ.

અલંકારોના ભારથી લદાયેલી સ્ત્રીઓ કોઈ રજવાડી ઠાઠનો અણસાર આપી જતી હતી. ખલીલ હવે ગુલશન પાસે જવા માટે બેકરાર હતો.. પણ મિત્રોને છોડી કેવી રીતે નીકળતો..? કોઈ ઉપાય વિચારતો જ હતો કે એની કાકાની દીકરી (બહેનો) ગુલાબના ગોટાની જેમ ખીલેલા ચહેરા સાથે એની સામે પ્રગટ થઈ..

હવે કેટલો સમય અહી બેસી રહેવું છે ? ચાલો વધી-ઘટી વાતો કાલે કરી લેજો, ભાભી રાહ જોવે છે..!"

કહેતી બંને બહેનોએ ખલીલનો હાથ પકડી એના કમરા સુધી દોરી ગઈ. જતાં-જતાં ખલીલે પોતાના મિત્રો પર એક શરારત ભરી નજર નાખી. ખલીલના હૃદયમાં ખલબલી મચી ગઇ હતી. ગુલશનના દીદાર-એ-હૂસ્નને તરસતો પોતાની બેહયા આંખને ઝુકાવી એ ચાલતો હતો.. બંને બહેનોએ બેડરૂમ જોડે લાવીને એને અંદર ધક્કો મારી દીધો. જરાક લડખડાઈ ગયેલા ખલીલે પોતાના શરીર પર કંટ્રોલ કરી લીધો. દરવાજે સ્ટોપર ચડાવી એ પોતાના બેડરૂમમાં દાખલ થયો.

ફૂલોથી આખો કમરો સજાવવામાં આવ્યો હતો. જાતજાતના પર્ફ્યુમની ખુશ્બુ હવામાં લહેરાતી હતી. પોતાની બેડ પર ગુલાબના ફુલોની ચાદર પાથરી દેવાઈ હતી. અને એની ઉપર મોગરાના ફૂલ દ્વારા બંનેના નામને આકાર આપવામાં આવેલો. ખલીલ જોતો જ રહી ગયો.

જોધપુરી ચુંદડીમાંથી શરમથી લાલ થયેલા ચહેરાની બે આંખો ટગર-ટગર એને જોતી હતી. એક માસૂમ ચહેરો બેસબરીથી એની રાહ જોતો હતો. ટગર ટગર જોઈ રહેલી આંખો સામે જોતો ખલીલ શાયરાના અંદાજમાં બોલી ઉઠ્યો.

"કત્લેઆમ કરી રાખ્યું છે મારા જીગરને,

આગોશમાં સમાવી લો સુકૂન મળી જાય..

"એમ કે..?"

ઘુંઘટમાંથી કોયલ જેવો અવાજ નીકળ્યો.

"તો આટલી વાર કેમ લગાડી..?"

ખલીલ ઉકળતા રૂપના જલવાને તરાશતાં એની પડખે બેઠો.

"આજ કોઇ શિકાયત નહીં ના ગીલા કર

મીટ ને દે મેરી હસ્તી ઈસ તરહ મુજસે મીલા કર.."

શરમથી ગુલશન લાલ થઇ ગઈ હતી એની નજીક બેસીને ખલીલે જન્નતનો નજારો કરવા નમ્યો તો એણે પોતાના હાથોથી રોકતાં કહ્યું.

"ગુલશનનો નજારો જરૂર બતાવીશુ પણ અમારેય કંઈક જોઈશે..!"

"માંગો આ જીવથી વધું શું માગવાનાં..? તમારો જીવતો આમ પણ મારો જ છે. બસ એક વચન આપો..!"

ખલીલે આશ્ચર્યથી રૂપના ભભકતા તેજ તરફ જોયું.

"આજ પછી તમે સિગારેટ ને હાથ નહીં લગાવશો..!" ખલીલ એની માગણી પર અચંભિત હતો. ગુલશન હાથ પોતાના હાથમાં લઇને એણે કહ્યું. જે દિવસે તમારું યકિન તૂટે એ દિવસે અમારા શ્વાસ થંભી જશે.

"હાય.. અલ્લાહ..! આવું ન બોલો..! આજના દિવસ પણ મને રડાવશો..?"

ખાલીલે એને પોતાની મજબૂત ભુજાઓમાં સમાવી લીધી. ચાંદ જેવા ચહેરા પર પોતાના હોઠનો સ્પર્શ કરી એ પુલકિત થઇ ઉઠ્યો. એનું રોમેરોમ પોતાની કિસ્મત માટે શુક્રગુજાર હતું. એને ગુલશન પલકો પર ચુંબન કર્યું. પછી નિરાંતે એનો ફૂલગુલાબી ચહેરો નિહાળ્યો.

અનાયાસે ખલીલના હાથ ગુલશનના અલંકારો ઉતારવામાં પરોવાયા. એક પછી એક એના એને બધા જ અલંકારો ઉતાર્યા. ત્યાર પછી દુલ્હનના લિબાસ ને ઉતારવા એને પીઠ તરફ ઝૂક્યો. એ જ વખતે બાજુના ટેબલ પર પડેલો દૂધનો ગ્લાસ ઉઠાવ્યો છે ને એના હોઠો પર લગાવી દીધો. એની આંખોમાં જોતાં ખલીલ દૂધ પીતો રહ્યો. દૂધ પીધા  પછી પણ એની આંખોમાં પ્યાસ એવી ને એવી જ હતી. લાલ ડ્રેસ ઉતારી લીધો. હવે એ ફક્ત અંતઃવસ્ત્રોમાં હતી. એની બેસબરીનો બાંધ મખમલી બદન ને જોઈ ટુટી ગયો. એના હોઠો પર પોતાના હોઠ મૂકી ફરિયાદ મિટાવવા જુક્યો જ હતો કે એક જબરજસ્ત ધક્કો ખલીલને લાગ્યો. પ્રચંડ ધક્કાથી એ ઉછળીને ભૂમિ પર પટકાઈ ગયો. ખલીલ અવિશ્વાસ ભરી નજરોથી ગુલશન ને જોતો રહ્યો. "આ કેવી મજાક હતી..?" એ પોતાની જગ્યાએથી ઉઠવા જતો હતો કે ગુલશને રાડ નાખી. "મને અડકવાની ગુસ્તાખી ભૂલથી પણ ના કરતો. રાખમાં મિલાવી દઈશ તને..!"

"આ તું શું કહી રહી છે ગુલશન ? તું મારી પત્ની છે..!" ખલીલ ની વાત પર એ ખખડીને હસી. જાણે કે ખાલી ને કોઈ બેવકૂફીભરી વાત ના કરી હોય..!

ખૌફ ખા બદતમિજ.. આ હૂસ્ન તારુ ગુલામ નથી..!" થોડીવાર પહેલા પોતાના માટે તડપી ઉઠનારી ગુલશનનું વરવું રૂપ જોઈ ખલીલ હેબતાઈ ગયો.

"તારા નાપાક બદનને મારાથી દૂર રાખ..! મને હાથ ન લગાવતો નહીતો..?" એના મોઢેથી આગ વરસી.. એની ચેતાવણી ખલીલને સમૂળગો ધ્રુજાવી ગઈ.

(ક્રમશ:)










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ