વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રસ્તાવના

પ્રસ્તાવના

        આર્યનને જોઇને મને લાગતુ જ હતું કે એક આખી વાર્તા તેનામા સમાયેલી છે અને તે માણસ ખુદ રહસ્યોથી ઘેરાયેલો છે. મારા અનેક પ્રયત્નો પછી પણ હું એ રહસ્યો અને વાર્તા ઉકેલી ના શક્યો. કેટલાય સમયથી હું કોફી શોપમાં વેઇટર તરીકે કામ કરી રહ્યો છું જેથી શરૂઆતના દિવસોમાં હું તેને કોફી શોપમાં ચા સર્વ કરતો જેથી મારી તેની સાથે ઓળખાન થઈ ગઈ. પ્રત્યેક દિવસે આર્યન સાંજે છ વાગે કોફી શોપમાં ચા પીવા માટે આવતો અને હંમેશા હુ જ તેને ચા આપતો. ધીરે ધીરે વાતચીત આગળ વધતા અમે બન્ને એક સાથે એક ટેબલ પર કોફી શોપમાં ચા પીવા લાગ્યા. તેમ છતાં અમે બન્ને એક બીજાના નામ સિવાય બીજુ કંઇજ નહોતા જાણતા.

            દુનિયામાં કોઇ પણ એવું વ્યક્તિ નહી હોય જેની ખુદની વાર્તા નહી હોય. મારી પણ એક વાર્તા છે, એવી જ રીતે દરેક માણસ પાસે પોતાની ખુદની વાર્તા હોય છે જેમાં અમુક લખે છે, અમુક સંભળાવે છે જ્યારે અમુક આખી જીંદગી પોતાના દિલમાં જ રાખે છે. અને જિંદગીના અંતિમ દિવસોમાં જ્યારે યાદ શક્તિ પણ સાથ ના આપતી હોય તે સમયે પોતાની જિંદગીના ભૂતકાળમાં ઝાંખીને થોડી યાદો તાજો કરીને તે પોતાની વાર્તાનુ સ્મરણ કરતો હોય છે. અને સાથે પછતાવો પણ થતો હોય છે કે કાશ હું મારી વાત દુનિયા સમક્ષ રાખી શક્યો હોત. અને જ્યારે તે દુનિયામાંથી અલવિદા લે છે ત્યારે તે વ્યક્તિની સાથે સાથે તેની વાર્તાને પણ પુર્ણવિરામ મુકાય જાય છે.

        હું પણ આર્યનના ભૂતકાળમાં ઝાંખવાની કોશીશ કરતો રહેતો પણ આર્યન ક્યારેય તેનો ભૂતકાળ અને ભવિષ્યની વાત કરવા નહોતો માંગતો. તે હંમેશા ભૂતકાળ અને ભવિષ્યની વાત પર પૂર્ણવિરામ જ રાખતો પણ હું જાણતો હતો કે આ પુર્ણવિરામ પાછળ કેટલાય અલ્પવિરામ છે. આંખો પર લગાવેલા ચશ્મા પાછળ કેટલાય રહસ્યો અને કડવા અનુભવો છુપાયેલા છે.  

        હું આર્યનને મળ્યો એ પણ સંજોગો વસાત જ પણ જો હું કદાચ આર્યનને મળ્યો ના હોત અને આ વાર્તાની શરૂઆત ના કરી હોત તો તેની અને તેની વાર્તાની સાથે જોડાયેલી બીજી કેટલીય બાબતો થી અંજાણ રહ્યો હોત. એવી કેટલીય બાબતો છે જે હું પ્રતાવનામાં રજુ કરવા નથી માંગતો, જેમ જેમ આ વાર્તા આગળ વધશે તેમ તેમ કેટલાય રહસ્યો સમયની સાથે ઉજાગર થશે. તમામ વાંચક મિત્રોને અને ખુદ મને પણ આ વાર્તા કેટલાય આંચકા આપવાની છે પણ સાથે મજા પણ આવવાની છે. તો ચાલો એક સુદર વાર્તાની મજા માનીયે અને આર્યન સાથે થયેલી મારી અચાનક મુલાકાત આ વાર્તાને કેવી રીતે આગળ વધારે છે તે જોવાનું રહ્યું.

      એક વાત નક્કી છે કે ઉંડાઇ પાણીમાં હોય કે આંખોમાં રહસ્યો બન્નેમાં હોવાના. હવે એ રહસ્યો ઉજાગર કરવા માટે મારી લગાવેલી ડુબકીના અંતે મારા હાથમાં ખરેખર વાર્તાનો અંત આવે છે કે કેમ તેની મને પણ ખબર નથી. બસ હું મારા કાને સાંભળીને આ વાર્તા મારા વાંચક મિત્રો સમક્ષ રજુ કરુ છુ, મારુ કામ બસ આર્યનને ચા આપવાનું અને તેના મોઢે સાંભળેલી વાર્તાને વાંચક મિત્રો સમક્ષ રજું કરવાનું છે. આશા રાખું છું કે તમામ વાંચક મિત્રોને વાંચવાની મજા આવશે.

 

“બદલા નહી મેં, કહી મેરી મજબૂરીયા રહી હોંગી,

સમુંદર સા ઠહરા હું, કહી મેરી કહાનીયા રહી હોગી.”

 

- ચિંતન પટેલ “અક્ષ”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ