વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

વસુંધરાને વીરની અધુરી  પ્રેમગાથા

               "꧁༺ ঔৣ  ༻꧂" :     


                અફાટ રણની વચ્ચે આવેલ નાનકડાં બેટ પર થોડી વનસ્પતિઓ અને વખડાઓનાં ઝાડનો છાંયો હતો અને ગાંડા બાવળથી આખો બેટ છવાયેલો હતો. બેટની  ઉપર નાનકડું મંદીર અને એક શૂરવીરનો પાળિયો સિંદૂરથી રંગાયેલો હતો. આ બેટ પર પાંચસો જેટલી ગાયો ને પચાસેક નંદી વસવાટ કરતા હતાં.થોડા કુતરાઓ પણ જાણે  રસ્તો ભૂલીને આવી ગયેલાં હતાં. આ વેરાન બેટ પર એકમાત્ર મજબૂત જુવાન નિવાસ કરતો હતો અને તે ખુબ જ શાંત ચિત્તે ગાયોની અને કૂતરાઓની સેવા અને મંદિરની પૂજા આરતી નિયમિત કરતો .

          ચોમાસાનાં ચાર મહિના આ બેટ આખો ચારેકોર માથાં સુધી પાણીથી છવાઈ જતો ત્યાં દર્શન કરવા આવતાં આજુબાજુના લોકો ગાય માટે  ચારો અને સીધું સમાન મોકલતા, જે જુના મકાનમાં સંઘરી રાખીને તે જુવાન ચોમાસામાં ઢોરને ખવડાવીને અબોલ જીવોને બચાવતો . લોકો આ રણનાં અનુભવી ભોમિયા મનાતાં જુવાનને 'વીરભાઈ' કહીને સંબોધન કરતા .

       આ વીરભાઈ વિશે કોઈ પણ વઘુ જાણતું ન હતું. તોયે વીરભાઈ આજુબાજુનાં આખા પંથકમાં એક મજબૂત સેવાભાવી ભક્તિવાન જુવાન તરીકે પ્રસિદ્ધ હતો. આ બેટ તે સમયે અજેય ગણાતા મજબૂત ઝીંઝુવાડા ગઢના મખવાન ઝાલા રાજવીના તાબામાં હતો.

            વીર એટલે માત્ર નામથી જ નહીં બાહુબળ અને સ્ફૂર્તિમાં પણ અજોડ હતો. આખો દિવસ ગૌસેવા બાદ રાત્રીએ પણ અંધારામાં બાજ નજરે ચોકી કરતો ઘણાં લોકોએ જોયો હતો. દેખાવે સોહામણો કોઈ રાજકુંવર લાગતો અભિમાન રહિત તે રોજ સવારે બ્રહ્મ મુર્હુતે ધ્યાનમાં બેસી ચિત્તને શુદ્ધ કરીને પછી સતત દોઢેક કલાક અંગ કસરત કરતો . રણમાં ઊડતી ભયંકર રેતની ડમરીઓમાં તે પવનવેગે દોડવાની તાલિમ લેતો . રણમાં ભુલા પડેલાં અનેક વટેમાર્ગુઓ તરસથી તડપતાં હોય તેમનાં જીવ બચાવતો. ત્રણ વર્ષથી આમ જ વીર ,ચાંદનાં પ્રકાશમાં મરુભૂમિમાં સેવાકાર્ય   અવિરત કરતો રહયો.

               એક દિવસ વરસાદ બાદ શિયાળામાં રણનો માર્ગ ખૂલતાં રાજનાં રસાલા સાથે ઝીંઝુવાડાની રાજકુમારી મધુમતી અને તેમની અભ્યાસકાળની સખી વનવાસી રાજકુંવરી વસુંધરા

આ રણનાં બેટ પર પધાર્યા. સૈનિકોએ બેટ પર તંબુઓ બનાવીને કૂંવરી માટે વ્યવસ્થા કરી અને ભોજનની તૈયારી કરી. આ તરફ વીર તો પોતાની ભીતર છલકતી મૌજમાં જ સેવા કરતો. વણબોલે તે લાકડાઓનો ભારો લાવીને સૈનિકોને આપતો. અદભુત સૌંદર્યવાન વનવાસી કૂંવરી વસુંધરાની નજ઼ર આ વીર પર પડી. એક જ નજરમાં તે પારખી ગઈ કે આ  કોઈ મહાન શૂરવીર યૌદ્ધા છે.

               લાગ મળતાં જ તે સખી રાજકુમારીને આ વીર જુવાન વિશે વધુ જાણવાની ઈચ્છા પ્રગટ કરી. રાજકુમારી મનમાં હસીને સૈનિકોને બોલાવી પેલા સતત કામ કરતા અજાણ્યાં યુવક વિશે પૂછપરછ કરતાં સૈનિકે ખુશ થઈને કહ્યું,..

  "કુંવરીબા એ તો વીર છે. આ આખા બેટ પર એકલો રહીને તે ઘણાં વર્ષોથી ગાયો, કુતરાઓ  અને અબોલ જીવોની સેવા કરે છે અને રણમાં ભટકેલાં માણસોને પણ માર્ગ સાચો બતાવે છે. આ પંથકના તમામ લોકો તેને વીરભાઈ કહે છે.  અને તે ખુબ જ મજબૂત અને મહેનતુ છે."

           રાજકુમારી હસીને વસુંધરાને બોલ્યાં,.. "સાંભળી લીધું બિચારો કોઈ વખાનો માર્યો ભટકતો જુવાન અહીં આવીને અમારા રાજ્યનાં બેટ પર ગાયોની સેવા કરે છે."
     ગંભીર મુખમુદ્રા સાથે વસુંધરા બોલી,.. "વ્હાલી સખી જરૂર આ યુવાન ભીતરમાં અનેક દર્દ છુપાવી પોતાની જાતને દુઃખ ઉપર આધ્યાત્મિક શક્તિથી કાબુ મેળવવાં મથતો હોય તેવુ તેનો શાંત ચેહરો દર્શાવે છે."

     રાજકુંવરીબા બોલ્યાં,... વાહ તું તો વનમાં રહીને બધાના ચહેરાનાં ભાવ વાંચતાં પણ શીખી ગઈ છે. જો અમને તો આવી ગહન વાતો ન સમજાય પણ તું કહે એટલે માનવું તો પડે જ." કહીને તે હસવા લાગ્યાં. વસુંધરાનાં હ્નદયમાં આ યુવાન વિશે જાણવાની તાલાવેલી વધતી જ જતી હતી.

             બપોરનું ભોજન કરીને બંને સખી આરામ કર્યા બાદ સાંજે આ બેટ પર વિહાર કરી રહ્યાં હતાં. થાક અનુભવતાં એક પથ્થર પર બેસીને નીચે પગ હલાવી રહ્યાં હતાં અને સામે પેલો યુવાન ઝગડતાં સાંઢને છોડાવા વચ્ચે પડી બળ અને વ્હાલથી તેમણે શાંત કરીને ચાર ખવડાવતો દેખાતો હતો. તેવામાં અચાનક રાજકુમારી મધુમતીનો પગ અજાણતાં જ પથ્થરની નીચે  બખોલમાં ગુંચળું વાળીને પોઢેલા ઝેરી કોબ્રા નાગને જરીક  અથડાયો. કોબ્રા આફત સમજીને ફેણ  ચડાવી. રાજકુમારી આ બાબતથી સાવ અજાણ હતાં. તેવામાં એક કૂતરો આ જોઈને જોરથી ભસવા લાગ્યો. અવાજ સાંભળતાં જ બીજા કુતરાંઓ પણ ભસવા લાગ્યાં. પેલો વીર  અચાનક રાજકુમારી તરફ દોડ્યો અને ભસતાં કુતરાં સામે જોતાં સમજદાર કુતરાના ઇશારાથી તે કુંવરીઓના પગમાં કાળઝાળ બનીને ડંખ દેવા તૈયાર થયેલો કોબ્રા નાગને જોઈ ગયો અને વીજળી વેગે

       " કુંવરીબા સાવધાન નાગ... " કહેતો તે તરફ દોડ્યો. પણ તેને પોતાનાં તરફ અચાનક દોડતો આવતો જોઈ જંગલની અનુભવી વસુંધરાએ પગ ઉપર લઈ લીધા પણ ચમકીને રાજકુમારી મધુમતી  નીચે પગ મૂકીને ઊભાં થયાં. એ લાગ જોઈને એ કાળોતરાએ મધુમતીનાં પગનાં અંગુઠા પર ડંખ માર્યો. આ કાળોતરો વઘુ દાંત દબાવે તે પહેલાં જ વીર પગમાં બેસીને તેનું મોઢું દબાવીને પકડીને ખેંચી લીધો અને દુર ફેંકી દીધો. 

રાજકુમારી આ જોઈને  ખુબ જ ગભરાઈ ગયાં અને વસુંધરાએ સૈનિકોને પોકારતાં સહુ દોડતાં આવ્યાં અને આ ઝેરી કાળોતરો કરડ્યો હોવાનું સાંભળીને જ સહુ હિંમત હારી ગયાં કેમ કે તે કરડે એટલે માણસ પાણી પણ ન માંગે એવું સહુ માનતા હતાં. 

પણ તેને પોતાનાં તરફ અચાનક દોડતો આવતો જોઈ જંગલની અનુભવી વસુંધરાએ પગ ઉપર લઈ લીધા પણ ચમકીને રાજકુમારી મધુમતી  નીચે પગ મૂકીને ઊભાં થયાં. એ લાગ જોઈને એ કાળોતરાએ મધુમતીનાં પગનાં અંગુઠા પર ડંખ માર્યો. આ કાળોતરો વઘુ દાંત દબાવે તે પહેલાં જ વીર પગમાં બેસીને તેનું મોઢું દબાવીને પકડીને ખેંચી લીધો અને દુર ફેંકી દીધો. 

રાજકુમારી આ જોઈને  ખુબ જ ગભરાઈ ગયાં અને વસુંધરાએ સૈનિકોને પોકારતાં સહુ દોડતાં આવ્યાં અને આ ઝેરી કાળોતરો કરડ્યો હોવાનું સાંભળીને જ સહુ હિંમત હારી ગયાં કેમ કે તે કરડે એટલે માણસ પાણી પણ ન માંગે એવું સહુ માનતા હતાં. 

     ------ક્રમશ ------

વધુ આવતાં અંકે..... 

      


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ