વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અર્ધજીવિત - ભાગ 1

મિત્રો આ એક હોરર નવલકથા છે આશા કરું છું આપને પસંદ આવશે તમારા પ્રતિભાવો મને કોમેન્ટ માં આપી શકશો...અને હા તમારા સજેશન પણ કોમેન્ટમાં લખી શકશો!


ભાગ 1 શરૂ


"મમ્મી! હું કોલેજ જાવ છું જય શ્રી કૃષ્ણ." ફેનિલે બુટ પહેરતા પહેરતા તેની મમ્મીને કીધું.


"બે મિનિટ ઉભો રે બેટા!" તેના મમ્મી અંદર રસોડામાંથી બોલ્યા.


"એ હા પણ જલ્દી કરને મારે લેક્ચર સ્ટાર્ટ થઈ જાશે" ફેનીલે જોરથી તેની મમ્મીને કહ્યું.


            ફેનીલના મમ્મી હાથમાં કંઈક કંકુ અને મેશ લઈને આવે છે.ફેનીલના મમ્મી ભૂત અને પ્રેત ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે એટલે તે હંમેશા ફેનીલ ને બચાવવા આવા ટોટકાઓ કરતા જ હોય છે.હવે ફેનીલ તેના મમ્મી ને કંકુ અને મેશ લાવતા જોઈને એકદમ ગુસ્સે થઈ જાય છે.


"અરે આ શું મમ્મી? હવે હું કોલેજમાં આવી ગયો છું મને આ બધું નથી પસંદ હું કેટલી વાર કહું તમને" ફેનીલ ગુસ્સે થતા બોલ્યો.


"અરે બેટા આ જેવું-તેવું કંકુ નથી કૈલાશ પર્વત પરનું કંકુ છે." ફેનીલના મમ્મી શ્રદ્ધાપૂર્વક બોલ્યા.


"અરે શું મમ્મી! આપણા ઘરના દાદરા ચડવામાં તું થાકી જાય છે ને તું કૈલાશ પર્વત પરથી આ કંકુ લઈ આવી બવ કહેવાય!" ફેનિલે તેના મમ્મી ને કહ્યું.


"અરે બેટા હું નહોતી ગઈ કૈલાશ પર્વત પણ આ મેં નવું મંદિર બન્યું ને ત્યાં 1000 રૂપિયાની એક ડબ્બી હતી અને લખ્યું હતું કે કૈલાશ પર્વત પર નું કંકુ એટલે હું તો ખાસ તારા માટે લાવી" ફેનિલના મમ્મી બોલ્યા.


"અરે શું યાર તું પણ ક્યારે આ અંધશ્રદ્ધામાં થી બહાર નીકળીશ" ફેનીલે તેના મમ્મી ને કહ્યું.


"એ બધું છોડ બેટા ચાલ મને તારા કપાળ પર ચાંદલો કરવા દે હવે! અને લાવ તારા માથામાં આ મેશનું એક ટીલ્લુ કરવા દે એટલે તને કોઈની નજર ના લાગે" ફેનીલના મમ્મીએ પ્રેમથી કહ્યું.


"ના મમ્મી મને આ બધા ટોટકાઓ ઉપર વિશ્વાસ નથી મારે આ કાઈ નથી લગાડવું" ફેનીલે ગુસ્સાપૂર્વક કહ્યું.


"કાંઈ નહિ બેટા જો તું આ નહિ લગાવવા દેને મને તો હું આજે બપોરે અને રાત્રે નહિ જમુ" ફેનીલના મમ્મીએ ફેનીલને ઈમોશનલ બ્લેકમિલ કરતા જવાબ આપ્યો.


"મારી મા! તમે મને નહિ માનો કાંઈ નહિ લે લગાડી દે કપાળ પર અને હા બરોબર જમી લેજે" ફેનીલે તેના મમ્મીને પ્રેમથી કહ્યું.


"હા! બેટા કોલેજ ધીમે ધીમે જજે અને રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાન રાખજે" ફેનીલના મમ્મીએ તેની પરવાહ કરતા ફેનીલને કહ્યું.


"હા મમ્મી.. બાય..." એમ કહીને ફેનીલ કોલેજ જવા નીકળી જાય છે.

             

          ફેનીલ એક 19 વર્ષ નો B.Sc નો સ્ટુડન્ટ હતો.અને સાયન્સ નો સ્ટુડન્ટ હોવાથી તેને પહેલેથી જ ભૂત પ્રેત પર વિશ્વાસ નહોતો.તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો.

            ફેનીલ હવે કોલેજ જવા નીકળે છે અને બસમાં બેસીને કોલેજ પહોંચે છે.

      "ગુડ મોર્નિંગ સર" ફેનીલ તેના સર ને કહ્યું.


       "ગુડ મોર્નિંગ બેટા! આજે તમારો પહેલો લેક્ચર કેન્સલ થયો છે એટલે કેમ્પસ માં જ રહેજે કલાસમાં નહિ આવે તો ચાલશે" ફેનીલના સર બોલ્યા.


"ઓકે સર હું કેમ્પસ માં જ છું" એમ કહીને ફેનીલ જેવો કોલેજના ગાર્ડનમાં જવા જાય છે કે તરત જ કોઈ પાંચ છોકરાઓનું ગ્રૂપ ત્યાં પહોંચી જાય છે.


"હેય! સ્વીટ બોય" ગ્રુપમાંથી એક જણાએ ફેનીલને કહ્યું.


"હાઈ! બ્રો" ફેનીલે જવાબ આપ્યો.


"ચાલ અમને તું ડાન્સ કરીને દેખાડ" ગ્રૂપમાંથી એક છોકરો બોલ્યો.


"તમે લોકો છો કોણ હું પ્રિન્સિપાલ ને ફરિયાદ કરીશ" ફેનીલ બોલ્યો.


"અરે અમે તારા સિનિયર છીએ અને સીનીયરની વાત તો માનવી જ પડે ને" આ ગ્રૂપમાંથી એક જણાએ ફેનીલને ચપ્પુ દેખાડીને કહ્યું.


"ઓકે! ઓકે! હુ ડાન્સ કરીશ" ફેનીલે ગભરાઈને કહ્યું.

(ફેનીલ જેવો તેવો ડાન્સ કરે છે)

"ઓકે બ્રો તો હવે તું તારું ટી શર્ટ કાઢીને આખા કેમ્પસ માં એક ચક્કર માર" તે ગ્રૂપના લીડરે કહ્યું.


"ના! હું ટી-શર્ટ નહિ કાઢું" ફેનીલ ગભરાતા ગભરાતા બોલ્યો.


"તું ટી-શર્ટ નહિ કાઢે તો સારા વાટ નહિ રહે" ગ્રુપ ના લીડરે ચપ્પુ બતાવીને ફેનીલ ને ધમકી આપી.

       

                  ફેનીલ ખૂબ જ ડરી ગયો હોવાથી તે પોતાનું  ટી-શર્ટ કાઢીને પુરા કેમ્પસ માં ચક્કર લગાવે છે બધા લોકો તેની હસી ઉડાવે છે પણ ફેનીલ કાઈ બોલતો નથી.


"ઓકે આ લે તારું ટી શર્ટ! અને અમે કહીએ ત્યારે હાજર થઈ જજે અમારું મનોરંજન કરવા લેટ્સ ગો દોસ્તો" તે ગ્રુપ ના લીડરે ફેનીલને ધમકાવતા કહ્યું.


હવે ફેનીલ કોલજ ની લાઇબ્રેરીમાં બેઠો રહે છે અને ત્યાંથી કંઈક સમાચાર પત્રોને બેગમાં નાખીને ઘરે જાય છે.


"મમ્મી હું આવી ગયો ચા આપને" ફેનીલે તેની મમ્મી ને કહ્યું.


"વેલકમ બેક બેટા! અને આ લે તારી ચા" ફેનીલના મમ્મી બોલ્યા.


"મમ્મી મારે થોડુંક કામ છે એટલે હું આ ચા લઈને મારી રૂમમાં જાવ છું અને હા મારો કોઈ પણ દોસ્ત આવે તો તેને કહી દેજે કે ફેનીલ બહાર ગયો છે" ફેનીલે તેના મમ્મી ને કહ્યું.


"એ હા! મારા પુસ્તકિયા કીડા કહી દઈશ" તેના મમ્મી મજાકીય અંદાજમાં બોલ્યા.


         ફેનીલ ચા લઈને પોતાના રૂમમાં જાય છે અને ચા પીતો પીતો સમાચાર પત્રો કાઢે છે અને જ્યા મર્ડર ના સમાચાર હોય છે તે કટિંગ કરીને પોતાની પાસે રાખી લે છે અને પોતાના ડ્રોવરમાં કલેક્ટ કરતો જાય છે.કારણ કે ફેનીલ હંમેશા તેને કોલેજમાં પરેશાન કરવાવાળા ગ્રુપ સાથે બદલો લેવાનું વિચારતો હોય છે.

             બીજો દિવસ થાય છે અને ફેનીલ કોલેજ પહોંચે છે.લેક્ચર ભરે છે બે લેક્ચર પછી તે ટોયલેટ કરવા જાય છે.તે ટોયલેટ જ કરતો હોય છે કે પેલા ગ્રુપ ના બે છોકરાઓ ત્યાં ફેનીલને પરેશાન કરવા આવી જાય છે.

         

            "તમે મને હેરાન ના કરો હું બધાને કહી દઈશ કે તમે મને હેરાન કરો છો" ફેનીલ ડરીને બોલ્યો.

            "અરે આજે અમે તને હેરાન નથી કરવાના આજે અમે તને ટોર્ચર કરવાના છીએ." તે છોકરાઓ એ જવાબ આપ્યો.

           

             "અરે ના પ્લીઝ મને જવા દો" ફેનીલે હાથ જોડીને વિનંતી કરી.


ભાગ 1 પૂર્ણ














ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ