વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Sandhya

સંધ્યા - 1  

આર્યવર્ધન અને રિદ્ધિના અવસાન પછી આર્યવર્મને તેના માતાપિતાની સારવાર કરી અને આ કામમાં મેઘનાની સાથે રાજવર્ધને તેની મદદ કરી. દસ મહિના સુધી એકસાથે રહ્યા પછી રાજવર્ધન અને મેઘના ભારત પાછા ફર્યા.  

તેના એક વર્ષ પછી મેઘનાએ દર્શ ને જન્મ આપ્યો. તેનું અને રાજવર્ધનનું જીવન સુખેથી ચાલતો સંસાર હતો. પણ આ સંસારમાં દર થોડા સમયે મેના અને પોપટ ઝગડો કરવા આવી જતાં હતાં. મેઘના માટે આ ઝઘડો માથાના દુખાવો બની ગયો હતો. આ મેના એટલે રાજવર્ધનની બહેન વીરા અને પોપટ મેઘનાનો ભાઈ અનુજ હતાં.

 દર 15 દિવસમાં એકવાર બંને વચ્ચે કોઈ બાબતે લડાઈ ચોક્કસ થતી હતી. એકવાર મયૂરીએ મેઘના ને કોલ કર્યો ત્યારે મેઘનાએ તેને પોતાની પરેશાની જણાવી. આખી વાત સાંભળ્યા પછી મયૂરી પોતાનું હાસ્ય કાબૂ કરી શકી નહીં. તે ખૂબ જોરથી હસવા લાગી. આ દરમિયાન તે જે ખુરશી પર બેઠી હતી તેના પરથી નીચે પડી ગઈ છતાં તેનું હસવાનું બંધ થયું નહીં.

આનાથી મેઘનાએ ગુસ્સામાં કોલ કટ કરી દીધો. એટલે મયૂરીએ પાછો કોલ કર્યો પણ મેઘનાએ તેનો કોલ રિસીવ કર્યો નહીં. એક કલાક પછી પાર્થે રાજવર્ધનના નંબર પર કોલ કર્યો અને થોડી વાર સુધી વિગતે વાત કરીને મેઘના સાથે ચર્ચા કરવાનું કહીને વાત પૂરી થઈ.

********************

મેઘના બગીચામાં બેસીને તેના ભૂતકાળની યાદોને તાજી કરી રહી હતી અને સામે નાનકડો દર્શ બીજા બાળકો સાથે રમી રહ્યો હતો. એક કલાક પૂરો થયો એટલે દર્શ તરત મેઘના પાસે આવી તેનો હાથ પકડીને પ્રશ્નાર્થ નજરે બોલ્યો, “મમ્મી, હવે ઘરે જઈએ ?” 

મેઘના વહાલથી તેની આંગળી પકડીને લઈને ઘરે આવી. હૉલનો અડધો સામાન આમતેમ વિખરાયેલો પડેલો જોઈને મેઘનાએ તેના પર ધ્યાન આપ્યા વગર પોતાના બેડરૂમમાં જતી રહી. રાત્રે 7 વાગે રાજવર્ધન ઘરે આવ્યો ત્યારે પણ બધો સામાન એમ જ વિખેરાયલો જોઈને મેઘનાને બૂમ પાડીને બોલાવી.

મેઘનાએ નાઈટડ્રેસમાં બહાર આવીને કહ્યું, “ તારા બારકસોએ બધુ પરાક્રમ કર્યું છે. દર વખતે હું જ બધી વસ્તુઓ સંભાળીને મૂકતી પણ મારી કોઈ ચિંતા જ ના હોય તેવું લાગે છે. હવે કંટાળી ગઈ છું એટલે જેને જે ઠીક લાગે તેમ કરે. હું એક પણ વસ્તુને અડવાની નથી.” 

એક કલાક પછી રાજવર્ધન હૉલમાં ફર્શ પર બેસીને કાચના ગ્લાસ સાફ કરી રહ્યો હતો. મેઘના તેની પાછળ ગુસ્સાથી મો ફુલાવીને સોફા પર બેઠી હતી અને તેની સામેના સોફા પર અનુજ -વીરા માથું ઝુકાવીને બેઠા હતાં.

રાજવર્ધન ગ્લાસ સાફ કરીને વીરા સામે જોઈને પૂછ્યું, ‘વીરા, તમારા બંને વચ્ચે શું થયું છે? હવે આ દરરોજનું થઈ ગયું છે. મેઘના મને દર અઠવાડિયુ થાય એટલે ફરિયાદ કરે છે. તું કોઈને કોઈ વાત પર અનુજ સાથે ઝઘડો કર્યા કરે છે.”

ત્યાં જ મેઘનાએ નકલી ઉદરસ ખાધી એટલે રાજવર્ધને અનુજ સામે જોયું. અનુજ તરત ઊભો થઈને કિચનમાં જઈને ચાર જ્યુસ કેન લઈ આવ્યો. બધાને કેન આપીને વીરા પાસે જઈને બેઠો. રાજવર્ધન સૌથી પહેલાં પોતાનું કેન ખાલી કરીને બાજુમાં મૂક્યું.

“અનુજ, મને એક વાત જણાવીશ. વીરા અને તારે કયો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ? તમે બંને એકબીજાથી અલગ થવા માંગો છો ?” રાજવર્ધન આટલું કહીને અટકી ગયો ત્યાં જ મેઘનાએ ટેબલ પર મૂકેલું હેન્ડબેગ રાજવર્ધનના માથા પર માર્યું.

“આ બંનેનો ઝઘડો બંધ કરાવવાનો પ્રયત્ન કરું છું તો મને કેમ મારે છે ?” રાજવર્ધન માથા વાગ્યું ત્યાં હાથ ફેરવીને પાછળ જોયું. મેઘના સોફા પરથી ઊભી થઈ ગઈ હતી. તેની લાલ થઈ ગયેલી આંખોમાં ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.

અનુજ નકલી હાસ્ય સાથે થોડું ડરીને બોલ્યો, “દીદી, તમે ઊભા કેમ થઈ ગયા ?“ મેઘનાએ કઇ કહ્યા વગર નીચે મૂકેલા કાચના ગ્લાસ અનુજ અને રાજવર્ધન પર ફેકવાનું શરૂ કરી દીધું. તે બંને તરત ઊભા થઈને ઘરમાંથી બહાર નીકળી ગયા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો. મેઘના તેમની પાછળ ગઈ પણ વીરાએ તેને પકડીને રોકી લીધી.         

અનુજ લિફ્ટ પાસે ગયો એટલે દરવાજો ખૂલી ગયો. બંને લીફ્ટમાં દાખલ થયાં એટલે અનુજ ધ્રૂજતા અવાજે બોલ્યો, “આ કેટલી ખતરનાક અને ભયાનક બની ગઈ છે. ભગવાન આવી બહેન દુશ્મનને પણ ન આપે.” 

રાજવર્ધને ફુલતાં શ્વાસે કહ્યું, “તું મેઘના સાથે બાળપણના સમયથી રહે છે છતાં આજ દિન સુધી એના ગુસ્સા વિષે ખબર ના પડી. ખરેખર તું કમાલ છે હો! મેઘનાનો ગુસ્સો બહુ ખતરનાક છે. એમ પણ તને ખબર હશે ને કે સિહ રાશિવાળા લોકોનો ગુસ્સો જાણે નાક ઉપર બેઠેલો હોય છે.”

લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી એટલે બંને બહાર આવીને બગીચામાં બેન્ચ પર બેઠા. રાજવર્ધને  આકાશમાં જોયું ત્યારે પહેલાં પર્સિયસ તારા જુથ નજરે પડ્યું ત્યાર બાદ સપ્તર્ષિ તારાજુથ જોયું. આ જોયા પછી તેના મનમાં એક વિચાર ચમકયો. પણ તે કઈ બોલ્યો નહીં. અનુજે રાજવર્ધનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, “જીજુ, તમને ભૂખ નથી લાગી. પણ મને તો ખૂબ જ ભૂખ લાગી છે.”   

“તું શું વિચારે છે ?, તને લાગે છે કે આટલું તોફાન કર્યા પછી તને ઘરે ડિનર કરવા મળશે ? જો હમણાં ભૂલથી પણ ઘરે ગયો તો અઠવાડિયા સુધી પ્લાસ્ટર સાથે હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે.” રાજવર્ધને ત્રાંસી નજરે અનુજ સામે જોઈને કહ્યું.

******************************

 

મેઘના હજી પણ ગુસ્સામાં કાંપી રહી હતી. રાજવર્ધન અને અનુજ ઘરમાંથી બહાર નીકળી ગયા પછી પણ તેણે બધા ગ્લાસ ફેંકીને તોડી નાખ્યા. વીરા તેની જગ્યાએ બેસી હતી પણ તેને કઈ સુઝી રહ્યું નહોતું. મેઘનાને ચીસો ઓછી થઈ એટલે તેણે પાણીનો ગ્લાસ સામે ધર્યો. એકીશ્વાસે આખો ગ્લાસ ખાલી થઈને વીરા પાસે પરત આવી ગયો.

મેઘનાએ આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને કોમળ અવાજે બોલી, ”વીરા, આ બંને નાલાયકો કોઈ દિવસ એમની આદતો નહીં સુધારે. આપણે ગુસ્સો કરીએ કે પછી નારાજ થઈએ તો થોડા દિવસ માટે એકદમ ડાહ્યા - ડામરાં થઈ જશે. પછી પહેલાં હતાં એવા જ થઈ જશે. એમને કઇક શિક્ષા તો કરવી પડશે. તારું આ વિષે શું કહેવું છે ? ”

વીરા માટે મેઘનાનું આ પ્રકારનું વર્તન સમજ બહારનું હતું. તે કઈ પણ બોલ્યા વગર નીચે બેસીને ફર્શ પર વિખેરાયેલા કાચના ટુકડા ભેગા કરવા લાગી. પણ મેઘનાએ તેને હસતાં હસતાં ઊભી કરીને સોફા પર પોતાની પાસે બેસાડી દીધી.

“વીરા, હું ગુસ્સે થવાનું નાટક કરી રહી હતી. રાજવર્ધનને થોડા સમયથી તારા અને અનુજના ઝઘડા વિષે કહી રહી હતી પણ તે ગંભીરતાથી લેતો ન હતો. એટલે આજે આ નાટક કરવું પડ્યું.” આ સાંભળ્યા પછી વીરાએ રાહતનો શ્વાસ લીધો.

“આ બધા કાચના ટુકડાને સાફ ના કરીશ. તે બંને આજે બહાર જમીને પાછા આવશે. તે વખતે આ બધી જ સફાઇ કરશે. અત્યારે આપણે બંને હળવો નાસ્તો કરી લઈએ. તારે નાસ્તામાં જે ખાવું હોય તે કહે. હું એ નાસ્તો બનાવીશ.” મેઘના કિચનમાં જઈને ટ્રે બહાર કાઢીને વીરા સામે જોતાં બોલી.     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ