વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1: ઋણાનુબંધ

ઋણાનુબંધ


આજે પણ સાંભરે છે..એ ધીમી, પણ અનવરત રડતી આંખો!
મારી શૈલા, મારી પાસે ઊભી હતી. પણ કોણજાણે કેમ, મારું શરીર, મને સાથ આપી નથી રહ્યું.
કશુંક અલગ હતું. હું ધીરેધીરે હવામાં ઓગળી રહ્યો હોઉં એવો એહસાસ થઈ રહ્યો હતો.
કોઈ અજાણી શક્તિ મને, શૈલાપાસેથી, બહુજ દૂર... દૂર લઈ જઈ રહી હતી.
કેટલો સમય વીત્યો, કેટલાય જન્મ લીધા એ ખબર નથી.

વળી આ નવું શું?
કોઈ મને ધક્કો આપી ક્યાંક મોકલતું હોય, એવું અનુભવ થાય છે..
ઓહ!
આ નવી જગ્યાતો બહુજ આરામદાયક છે.
આજુબાજુ ઘોર અંધકાર છે. પણ સંવેદનાની હુંફ અને ઉર્મિઓની ધડકનને લીધે મારું આ અંધકારમાંપણ જીવવું સહેલું લાગે છે. 
ધીમેધીમે પ્રકૃતિ મને આકાર આપી રહી છે, હજુ મારી આંખો પૂરી સક્ષમ નથી થઈ, પણ પ્રકૃતિએ મારા કાન આંખ કરતા તેજ બનાવ્યા છે. મને આજુબાજુ થતી ઘટનાઓનો અણસાર આસપાસ ચાલતી વાતચીત પરથી આવે છે. 
"બસ બેટા હવે બે દિવસ.... પછી તું ફ્રી થઈ જઈશ હો, થોડી ધીરજ રાખ." કોઈ સ્ત્રી મમત્વથી કહી રહી હતી. અવાજ બહુજ જાણીતો લાગતો હતો.
'કોણ હશે આ સ્ત્રી... જાણીતો અવાજ છે.' પણ પૂછવું કોને? આ અંધકારમાં તો હું એકલોજ તરી રહ્યો છું.
એક સ્ત્રી ઉદાસ સ્વરે બોલતી હતી."ભગવાન આ વખતે તો મારી લાજ રાખજો." કદાચ એ સ્ત્રી મારીસાથે કોઇક રીતે જોડાયેલી છે, આથીજ તે જે મનમાં બોલે છે તેપણ મને સમજાય છે.
"શું હશે એની તકલીફ?"મે મનમાંજ વિચાર્યું.

જે હોય તે મારે શું કરવા વિચારવું જોઈએ એના વિશે? હું તો મારા આ સંસારમાં સરસ તરી શકું છું ફરી શકું છું,બીજું શું જોઈએ?

મારી આજુબાજુનું બહુ હિલોળા મારતું પ્રવાહી, અચાનક હવે થોડું ધીમું  પડવા લાગ્યું છે, પ્રવાહી સાથે હુંપણ ક્યાંક ખેંચતો હોઉં એવું જણાય છે.
ક્યાં ખેંચાતો હોઈશ..?
કદાચ નવી જગ્યાએ જવાનો આદેશ આવી ગયો છે.
ખબર નહી આ કુદરત મને હવે કઈ જગ્યાએ લઈ જવા માંગે છે?
ખેંચાતો ખેંચાતો હું એક સાંકડા પ્રદેશમાં પોહચ્યો.. અને અચાનક મને મારી નજર સામે એક ખુલ્લી બારી દેખાઈ..જ્યાંથી દેખાય છે સરસ મજાનો સફેદ પ્રકાશ!
આ એવોજ પ્રકાશ છે, જે ગયા મનુષ્ય જન્મે દેખાણો હતો. "એટલે આ વખતે મે પાછો મનુષ્ય જન્મજ લીધો છે!" એ આ ખુલ્લી બારીમાંથી દેખાતાં પ્રકાશપરથી કહી શકું છું.

હવે સમજાયું, મનુષ્ય અવતાર છે એટલેજ મને ગયા જન્મની મારી પત્ની શૈલા સાંભરી આવી છે!
અચાનક મને એ સ્ત્રીનાં બરાડા સંભાળણા"મમ્મી જલ્દી આવો, મને પ્રવાહી ...." 
પછી તો અમે બંને ભયંકર પીડા અનુભવી રહ્યા હતા.
મારોપણ આગળ જવાનો રસ્તો, એ બારીતરફ જવાનો રસ્તોપણ એકદમ સાંકડો થઈ ગયો.
એક અજીબ ખેંચાણબળ મને ખેચી રહ્યું હતું...ધીરેધીરે મારું અસ્તિત્વ જાણે ઓગળી રહ્યું હોય અને હું સાંકડા પ્રદેશમાંથી જેમતેમ કરીને બહાર પડ્યો.
જેમ મે એ બારી ઠેકી તેમ, મને ઘણી ચિચિયારીઓ સંભળાઈ.. "બાબો આવ્યો છે, બાબો આવ્યો છે!"
મારી સાથે જોડાયેલી એ સ્ત્રી, અત્યંત સંતુષ્ટ થઈ. એણે અનુભવેલી વેદના અસહ્ય હતી તેમ છતાંય એ આનંદી હતી એમ મને જણાતું હતું.
ત્યાજ એક ઓળખીતો હાથ મને સ્પર્શ કરી ગયો. 
કોઇક મને પ્રેમથી નીરખે છે એવી અનુભૂતિ થતા મે એ તરફ નજર કરી તો ,
મારી શૈલા, સસ્મિત ચેહરે મને બહુજ પ્રેમથી જોઈ રહી હતી. ઓહ એટલે પ્રકૃતિએ અમારા પ્રેમને સમજીને, અમને પાછા એકબીજાસાથે જોડી દીધા છે! 
મારે તો એ *ખુલ્લી બારીનો આભાર* માનવોજ રહ્યો કારણ એના લીધેજ આજે હું શૈલાની પાસે છું. 
કાલે કદાચ પ્રકૃતિના નિયમોનુસાર હું આ સંબંધ ભૂલી જઈશ, પણ અમારી વચ્ચેના લાગણીનો સંબંધ શાશ્વત છે!
"અરે આ તો એના દાદા જેવોજ દેખાય છે, નહી બા?" કોઇક કહી રહ્યું હતું. 
હું મનમાંજ બોલ્યો,"અરે દાદાજેવો નહી, હું દાદાજ આવ્યો છું!" 
© અનલા બાપટ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ