વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1

હવે આગળ,

આગળ આપણે જોયું કે દેવ ને મન લાગતું નથી ભણવામાં તો તે આજે બપોરની રિસેશમાં તે અને તેનો મિત્ર ભાવેશ બાઇક લઈને  બસ સ્ટોપ પર જવા નીકળે છે. આજે તે ભાવેશને કહે છે કે યાર કબર નહીં ક્યાંય મન નથી લાગતું . બંને એક જ બાઇક પર બસ સ્ટોપ પર પહોંચી જાય છે . દેવ અને ભાવેશ બસ સ્ટોપ પર આમથી તેમ આટા મારવા લાગે છે તેને ફરીવાર પ્લેટફોમ 6 ઉપર સવારે જે છોકરી જોઈ હતી તે જોવા મળે છે દેવ ભાવેશને કહે છે કે અહીં જ ઉભો રે . કોઈ દિવસ બસ સ્ટોપ પાર જોવા ન મળતો દેવ આજે બસ સ્ટોપ પાર કોઈ વહહોકરી પાછળ ત્યાં જોવા મળ્યો . કાજલ નામની છોકરીને આજે તે જોતો જ રહી ગયો આજે કાજલ એ બ્લુ કલરનું ચુડીદાર પહેર્યું હતું આજે તે બહુ જ ખુબસુરત લાગતી હતી . આજે તેને છુટા વાળ રાખ્યા છે તેમ તેની ભૂરી આંખો અને તેના પર હળવું એવું કરેલું કાજલ બહુ જ ખુબસુરત લાગતું હતું તેના હોઠ પર જમણી બાજુ એક નાનો તલ વધુ તેની ખૂબસૂરતી વધારી રહ્યું હતું તે વાત કરતી હતી ત્યારે તેના ગાલ પર પડતા ખંજન કોઈ પણ તેને જોતા જ રહી જાય .આજે હું તેની સામે જોતો જ રહ્યો તેના રૂપ ને નિરખતો જ રહ્યો .હું ત્યાં બસને ટેકે ઉભો હતો ભાવેશ મારી સામે જોઇને અમે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ભાવેશને ખબર ના હતી કે તેની પાછળ જે કાજલ ઉભી છે તેને હું જોઈ રહ્યો છું . મારા ગામ ની છોકરીઓ પણ ત્યાં જ ઉભી હતી હું એક મહિના માં કોઈ દિવસ બસ સ્ટોપ પર મારે 43 વાગ્યે રજા પડતી ત્યાં સુધી હું ત્યાં જોવા ન મળતો પણ આજે એક છોકરીની ખૂબસૂરતી મને આજે સમયથી પહેલા ત્યાં બસ સ્ટોપ પર લઈ આવી અને હું તેને જ જોતો રહ્યો . હવે મારી રિશેષ ખુલવાનો સમય થઈ ગયો હતો ભાવેશ પણ મને કહેતો હતો કે ચાલ આપણે જવું જોઈએ પણ હું તેને રોકાવાનું કહેતો હતો . 

                   બે મિનિટ જ થઈ હશે ત્યાં પ્લેટફોર્મ નંબર 5 પર તેની બસ આવી અને તે ધીમા પગે ચાલવા લાગી હજી હું તેની સામે જ જોઈ રહ્યો હતો પણ તેને એક વાર સામે જોઇને બસ તરફ આગળ વધી હું તેને જોતો જ રહી ગયો. તેને બસમાં જગ્યા મળી ગઈ હતી તે બારી પાસે બેઠી હતી. હું અને ભાવેશ ત્યાં તેની બારી સામે થોડે આગળ જઈને ઉભા રહી ગયા .તેને બસમાથી એકવાર નજર કરી લીધી પછી કાજલ તેની બહેનપણી સાથે વાત કરવા લાગી બસ ઉપડવાની તૈયારી થઈ અને કાજલ એ ફરી એકવાર સામે જોઇને સ્માઈલ આપી અને બસ ચાલુ થઈને નીકળી ગઈ.હું બસ અને કાજલને જ જોતો રહ્યો. બસ બસ સ્ટોપથી બહાર નીકળી ગઈ ત્યાં સુધી મે બસને જોતો રહ્યો પણ કાજલએ ફરીને પાછું ના જ જોયું . હું બસ તેને જોતો રહી ગયો.હું અને ભાવેશ રિશેષ પુરી થઈ ગઈ હતી તો અમે જવા નીકળી ગયા .પણ મનમાં તો હજી કાજલના જ ખયાલો આવતા હતા તેની વાત કરતી વખતે પડતા ખંજન અને થોડી થોડી વારે પવનના લીધે આવતી લટ મને ઘાયલ કરી જતી હતી.આઈટીઆઈ પહોંચ્યા પછી પણ હજુ ભણવામાં મન નહોતું લાગતું.હજી તેની જ યાદ આવતી હતી.પણ હું શુ કરી શકું ? કલાસમાં પહોંચીને ભણવામાં મન લગાવ્યું પણ ભણવામાં મન ઓછું લાગતું હતું તો પણ તેને મનની બહાર ધકેલી ભણવામાં મન લગાવ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ