વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આરંભ-૧

શહેરમાં કામ કરતો જોરાવર આજે ગામડે આવ્યો હતો. પોતાના શેઠ લાલચંદ સાથે મોટા શહેરમાં કામ હોવાથી બને ગયા હતા. રાત થવા આવી હતી, ગામમાં રોકાવાનું નક્કી કરી જોરાવરના ઘરે આવ્યા.

ગામના મોટાભાગના જુવાનિયા શહેર માં નોકરી કરતા જેથી ગામ થોડું ખાલી-ખાલી લાગી રહ્યું હતું. જોરાવરની પત્ની તો વરસો પહેલા જ ભગવાન પાસે ચાલી ગઈ હતી.જોરાવર ને એક નાની દીકરી સરલા હતી, જે જોરાવરના ભાઈ જોડે રહેતી હતી. મોટાભાઈને એક દીકરો હતો. જોરાવર વરસ માં એકાદ વાર એને મળી જતો, એના ભણવા નું અને બીજી બધી જરૂરીયાત એનો મોટો ભાઈ જ પુરી કરતો.

ગામમાં આવીને પોતાના ભાઈ ને ત્યાં જમવા ગયા. જમતા-જમતા ગામની અને શેર ના કામ ધંધાની થોડી વાતો કરી. ત્યાર બાદ શેઠ અને જોરાવર જમીને પોતાના ઘર ની છત પર બેઠા, સાથે લાવેલ દારૂ પીવાનો ચાલુ કર્યો. જેમ રાત વિતતી ગઈ એમ વધારે પીધો. પીધા પછી બને નીચે ઉતર્યા ત્યાંજ એને પેલી સરલા સૂતી દેખાણી, અને બને એ ભેગા મળીને દુષ્કૃત્ય આચરવાના ખરાબ વિચાર આવ્યા અને અમલ પણ કર્યો. આ કામ માં વચ્ચે આવતા એના મોટાભાઈ, એના દીકરા અને મોટાભાઈ ની પત્ની ની હત્યા કરી. રાત ના અગિયાર વાગ્યા હશે ત્યાંતો આ હેવાનો એ એક ખુશીથી જીવન જીવતા કુટુંબ ને પરલોક માં મોકલી દીધું અને સરલા ને અનાથ કરી દીધી..

એ લોકો તો પોતાના જીવન ને ટુકાવીને જતા રહ્યા પણ સરલા નું જીવન એનાથી પણ વધારે અંધકાર તરફ જતું રહ્યું..એના પિતા જોરાવર અને એના શેઠ લાલચંદ સાથે મળીને આ માસુમ બાળકી ને આખી રાત હેરાન કરી, પોતાની મન મરજી ચલાવી, આખી રાત એ નર્ક થી પણ વધારે પીડા એના જ પિતા દ્વારા મળતા એ કઈ સમજી ના શકી, થોડીવાર પછી બેભાન થઈ ગઈ..

બેભાન અવસ્થા માં પિતા જોરાવર અને લાલચંદ શેઠ સરલાને ગાડીની ડેકીમાં નાખીને સવારમાં પાંચ વાગ્યે દારૂના નશામાં ગાડી ચલાવતા નીકળ્યા..ગામના છેડે આવેલી નદી પર ગાડી ઉભી રાખી. ગાડીની ડેકી ખોલી સરલાને નદીમાં ફેંકી દીધી..

થોડું હસતો જોરાવર, લાલચંદ ને કહે,"આતો હવે આગળ દરિયામાં વય જાહે તમે ઉપાધિ કરો માં".
એમ કરીને ગાડી ચાલુ કરી ને શહેર તરફ હકાલી.
જોરાવર અને લાલચંદ ને ક્યાં ખબર હતી કે, સરલા ને નદીમાં ફેંકવાની સાથે એમને પોતાના મોત ને આમંત્રણ આપું હતું.

નદીના કિનારે એક સ્ત્રી બેઠી હતી જે નદીના જળને જોઈ રહી હતી, શાંત વાતાવરણ ને સાંભળતી, પવનની લહેરમાં પોતાનો ભૂતકાળ વાગોળી રાહીન હતી. ત્યાંજ એને નદીમાં કઈક પડવાનો અવાજ આવ્યો. ઝબકીને સ્ત્રી  ભૂતકાળની યાદમાંથી બહાર આવી ગઈ. એની સાથેજ પુલ પરથી ગાડી જવાનો પણ અવાજ આવતા એ સ્ત્રી ઉભી થઇને જોવા ગઈ ..

પેલી સ્ત્રી એ સરલા ને નદીમાંથી બહાર કાઢી, સરલાના ભીંજેલા શરીર અને એની ઉપરના લોહીને જોઈ ને પેલી સ્ત્રી એને નજીકના દવાખાને લઈ ને ગઈ. ડૉક્ટર ને બતાવ્યું.

ડોક્ટરે આવીને કહે,"આ માસુમ પર બળાત્કાર કરવામાં આવ્યો છે, એ પણ ખૂબ જ નિર્દયતા થી..".ડૉક્ટર ની વાત સાંભળી ને પેલી સ્ત્રી માથું પકડીને બાંકડા પર બેસી ગઈ..ડૉક્ટર કહીને લોહીના બાટલા લઈને રૂમ માં ગયા..

સવાર પડતાજ પોલીસ હોસ્પિટલ માં આવી અને સરલા ને તબિયત પૂછી, પોલીસ ઈન્સ્પેકટરે એમને પૂછ્યું કે આવું કોણે કરયુ પણ એ જવાબ ના આપી શકી.એ હજી પોતાના ભાઈ અને કાકા-કાકી ના મોતના આઘાત માં હતી.

ઈન્સ્પેકટર બહાર આવીને પેલી સ્ત્રી પાસે ગયા અને કહ્યું કે,"આ બાળકી હાલ કઈ પણ કહી શકે એમ નથી. આપ કહી શકો કે આપને કઈ હાલતમાં મળી ?" એટલે પેલી સ્ત્રીએ બધીજ વાત જણાવી. અને પોલીસ ત્યાંથી જતી રહી. પેલી સ્ત્રી બહાર હતી એ સરલાને મળવા ગઈ..એ સ્ત્રીને અંદર આવતા જોઈને સરલા શાંત રહી.

થોડીવાર પછી સરલા પેલી સ્ત્રી ને કહે,"મારા કાકા, કાકી મારા ભાઈ બધાને મારી નાખી ને મારી સાથે આખીરાત....".અને સરલા રડવા લાગી. એને સાંત્વના આપતા પેલી સ્ત્રી બોલી,"મારુ નામ સરસ્વતી છે, હું  તારી માં સમાન છુ, હું તારી સાથે જ રહીશ".

ત્યાંજ સરલા, સરસ્વતી ને બાથ ભરીને રડવા લાગી. એને શાંત કરીને પુછયુ,"આ બધું કરવા વાળું કોણ હતું".
રડતા-રડતા સરલા બોલી,"મારા પિતા, અને એની સાથે આવેલ એના શેઠ".

રૂમ માં ડૉક્ટર આવતા સરલા રડવાનું બંધ કરે છે. ડૉક્ટર સરલા ને તપાસીને સરસ્વતી ને પોતાની કેબિન માં બોલાવે છે. સરસ્વતી કેબીન માં જાય છે. ડૉક્ટર એમને બેસવાનું કહીને વાત કરે છે,"સરલા ની તબિયત સારી છે, પણ એ થોડી આઘાતમાં છે..તો આપ એમનું થોડું ધ્યાન રાખજો".

સરસ્વતી વધારે કઈ બોલ્યા સિવાય બસ એટલુંજ કહ્યું કે,"આપ સરલા ને કાલ સવાર સુધી અહીં રાખો સવારે હું અહીંથી એને લઈ જઈશ".

ક્રમશ...

શુ થશે આગળ સરસ્વતી બદલો લેશે ?

કે સરલા ને હોસ્પિટલમાં જ છોડી ને જતી રહશે ?

આગળનો ભાગ-૨ લગભગ થોડા જ દિવસોમાં આવી જશે. આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "આરંભ-એક નવી શરૂવાત" ની રોમાંચક સફર સાથે.

તમે બધા વાંચકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે ટૂંક સમયમાં એના બદલ તમારા બધાનો આભારી છું..

લી. પારસ બઢીયા 
મો.૯૭૨૩૮૮૪૭૬૩.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ