વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આરંભ-૨

સરસ્વતી કઈ વધારે બોલ્યા સિવાય બસ એટલુંજ કહ્યું કે,"આપ સરલાને કાલ સવાર સુધી અહીં રાખો સવારે હું અહીંથી લઈ જઈશ".

સરસ્વતી, સરલાના રૂમમાં ગઈ, સરલાની પાસે બેસીને એના માથામાં હેત વરસાવતા બોલી "બેટા હું થોડા કામ થી બહાર જાવ છુ, સવારે હું તને અહીંથી મારા ઘરે લઈ જઈશ".
સરલા થોડા દવાના ઘેન માં હતી, એટલે એ બધું સાંભળી રહી હતી પણ એટલું જ બોલી કે,"જલ્દી આવજો".
સરસ્વતી, સરલા પાસે ઘણા સમય સુધી બેઠી અને ત્યાંથી ચાલી ગઈ..

બીજા દિવસે સવારે વહેલા સરસ્વતી આવી અને ડોક્ટર ને મળી. ડોક્ટરે રિપોર્ટ સારા આપ્યા અને એમને સાથે લઈ જવા માટે 'હા' કહી. સરસ્વતી ત્યાંથી સીધી સરલા પાસે પહોંચી અને સરલા ને વાત કરી. સરલા ના આંખમાં આશું આવી ગયા અને સરસ્વતી ને કહ્યું,"મારે પેલા ગામડે જાવું છે".
સરસ્વતી એ કંઈપણ કહ્યું નહીં અને માથું હકાર માં હલાવ્યું.

સરસ્વતી એ એક ગાડી બોલાવી અને સરલાને લઈ ત્યાંથી ગામડે પહોચી. ગામડે પહોંચતા ત્યાં પંચાયત ચાલુ હતી. ગાડી માંથી સરલાને ગાડી માંથી ઉતરતા જોઈ ગામ ના લોકો ખૂબ ખુશ થાય. એના પર તો હેત ની વર્ષા થવા લાગી. કેમ ના થાય !.હતી પણ આખા ગામની લાડકી.

પણ કહેવત છે ને,"પોતના કરે એવું કોઈ ના કરે". એના જેમ જ પોતાના પિતા એ દીકરી પર આવું કર્યું એવું ગામ લોકો ને ખબર પડતાં ગામ આખું એના વિરુદ્ધ પોલિસ કેસ કરવા માટે પંચાયત બોલાવી હતી.

સરપંચે પોતાની પાસે બોલાવી ને પૂછ્યું, "બેટા, આ બધું કોણે કર્યું?, અને તારા કાકા-કાકી,ભાઈ ને કોણે માર્યા?"
સરલા આવા સવાલો ના જવાબ ન આપતા સરસ્વતી પાસે જઈ ને બાથ ભરીને રડવા લાગી. આ જોઈને બાજુમાં રહેતા મધુબેન સરલાને લઈ પોતાની દીકરી રાધી પાસે લઈ ગયા, રાધી અને સરલા  નાનપણથી સાથે રમતી. મધુબેન સરલાને રાધી પાસે છોડીને પંચાયતમાં પાછા આવ્યા.

સરસ્વતીનો આભાર માની સરપંચે સરસ્વતીને પૂછ્યું,"આપનો ખુબ ખુબ આભાર આપ અમારા ગામ ની દીકરી ની સહાયતા કરી".
સરસ્વતી પણ  સવાલો પંચાયત સામે રજૂ કરતા બોલી,"આ બધું કેવી રીતે થયું અને ગામમાં કોઈ ને ખબર પણ ના રહી ?"

સરપંચ, સરસ્વતીના જવાબ દેતા બોલ્યા,"અમને આ વાત ની જાણ સવારે થઈ જ્યારે, આ દેવશી ખેતરેથી પાછો આવ્યો, અને સરલાની વાત પણ એના પિતાના કારખાના માં સફાઈ કામ કરતી અમારા ગામની આ ધુડી એ કરી".

ત્યાંજ ધુડી ઉભી થઇ અને બોલી,"હા... શેઠ અને જોરાવર ભાઈ વાત કરતા હતા કે, એમને સરલા ને આખીરાત દુઃખ આપ્યા અને સવારે નદી માં ફેંકી દીધી, આગળ એ દરયા માં વય ગઈ હશે એટલે કોઈને નઈ મળે ને કોઈને ખબર પણ નય પડે કે આપડે એમને નદીમાં નાખીને બધા ને મારિયા". આ વાત ની મને ખબર પડતાં હું ગામ પાછી આવી ગઈ અને પંચ ને વાત કરી..

આ વાત પરથી બધા એ સરલાના ન્યાય માટે એના પિતા સામે પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું. પછી સરલાને પંચાયતમાં બોલવામાં આવી. સરપંચને કોઈનો ફોન આવ્યો એમને ટુક માં વાત કરીને કાપી નાખ્યો. સરલા હવે અનાથ હતી, એના વિશે વાત કરતા સરસ્વતીએ ગામના લોકોને પોતાની વાત રજુ કરી દીધી.

સરલા આવતા સરપંચે, સરલા ને પુછયુ કે,"બેટા સરલા તારે કોની સાથે રહેવું છે?"

સરલાના જવાબથી બધા એ સહમતી આપી અને સરસ્વતી સાથે રહેવાની બધા એ હા કહી. ત્યાંથી મધુબેન અને રાધી એની સાથે સ્મશાન ગયા જ્યાં એના કાકા-કાકી અને ભાઈના પાર્થિવ દેહને ધરતીની ચાદરમાં સુવડાવ્યા હતા.

પંચાયતમાં સરપંચે કાર્યવાહી આગળ વધારતા બોલ્યા,"મારે તમને એક અગત્યની વાત કહેવી છે, કહેવાય છે'ને "ભગવાનના ઘેર દેર છે, પણ અંધેર નહીં". પણ આજે તો ભગવાને વેલા ન્યાય કર્યો છે, સરલા અને એના પરિવાર ને દુઃખ આપનાર એ નરાધમો બને એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે".

પંચભાઈઓ એ સરસ્વતી પાસેથી ઓળખના પુરાવા, સરનામું અને ફોન નંબર લીધા અને થોડીવાર બધા સાથે વાત કરી. ત્યાં મધુબેન અને રાધી સરલા ને લઈને આવ્યા. સરલા બધાને મળીને સરસ્વતી સાથે નીકળી પોતાના નવા જીવન ની રાહ માં....

ક્રમશ:...

લી. પારસ બઢીયા 
મો.૯7૨3૮૮૪7૬3.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ