વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2


​      મેં hi મોકલ્યું એની સાથે લખ્યું હતું,  "વૉટસ અપ?" જેને લીધે પેલી કે પેલો એમ સમજી કે સમજ્યો કે મેં વૉટસઅપના નંબર માંગ્યા.(આ વાત અંગે મને બોવ મોડી ખબર પડેલ, જો કે હું તો શું ચાલે એમ પૂછતો હતો.)


     એટલે એને સામે "વૉટસ એપ ? " મોકલ્યું.


      એ દિવસે મેં એ મેસેજ જોયો નહીં, પછી ચૌદ તારીખે સવારે મારા ધ્યાનમાં એ મેસેજ આવ્યો ત્યારે મને એમ થયું કે આને અંગ્રજી નહીં સમજમાં આવ્યું એટલે મેં ગુજરાતીમાં "શું ચાલે?કઈ બાજુ રેવાનું?" એમ લખીને મોકલ્યું.


     એનો સામે જવાબ આવ્યો " gm , સારું ચાલે છે. "


     મેં જવાબમાં ચાના કપનો ઇમોજી મોકલ્યો.


     એને સામે કહ્યું " તું પી લે, મેં પી લીધી છે, કઈ બાજુ રેવાનું મતલબ ? "


      આવા જવાબો વાંચી મને થયું કે આ જે કોઈ હોય એ સાચા જવાબ તો આપશે નહીં એટલે મેં એને કોઈ જવાબ ન આપ્યો તો એના બોવ બધા અલગ-અલગ  ડાગલાઓ મોકલવાનું ચાલુ રાખ્યું, બપોરે તેનો એક મેસેજ આવ્યો, " ચાલ જમવા. "


     "હું તને fb ની બહાર ઓળખું છું? કશું યાદ નહીં આવતું. શું છે જમવામાં ? " મેં એને જવાબ મોકલ્યો.


     " અરે હા, તું મને ઓળખે  છે. "  એને જવાબ આપ્યો.


     " શું જમ્યુ ? " મેં પૂછ્યું.


      "બટેકાનું શાક અને રોટલી "


      " સારું , તું શું સ્ટડી કરે ? " એ કોણ છે?, એ ખબર પડે એ જાણવાના હેતુથી મેં એને પૂછ્યું.


      " પેલા તું કહે તું શું કરે ? "


        "હું be કરું છું, તું શું કરે ? "


         " પેલા તું કે તું શું કરે ? " એને પાછું પૂછ્યું.


         " be કહ્યું તો ખરા" વળી મને થયું કે આને શોર્ટફોર્મમાં ખબર નહીં પડી હોય એટલે મેં પછી આખુ કહ્યું, "બેચલર ઓફ એન્જિનએરીંગ."


      એનો સામે જવાબ આવ્યો :- " ઓહ સારું, હું નર્સિંગ . "


     પછી એને પ્રોફાઈલમાં રાજકોટ લખ્યું હતું એટલે મેં પૂછ્યું :- " રાજકોટમાં કઈ બાજુ રહેવાનું? ( મને એમ કે મારે રાજકોટમાં અમુક કઝીન બ્રધર રહે છે, એમાંથી કોઈક હશે, એટલે એ એરિયા કહે તો કશું પાકી ખબર પડે એટલે.)


     એનો જવાબ આવ્યો :- " અત્યારે હું બગસરા છું. અને તું ક્યાં રહે ?"


      મને યાદ હતું ત્યાં સુધી હું કોઈને બગસરામાં ઓળખતો ન હતો એટલે મેં કહ્યું ,  " હું અમદાવાદ રહું છું પણ હું બગસરામાં કોઈને ઓળખતો નથી. તો તું કોણ છે? "


    એને સામે જવાબ આપ્યો,  " હું આવું છું અમદાવાદ અને એક વાત પૂછું? "


     "પૂછ." એ વ્યક્તિ અમદાવાદ કેમ આવતી હશે?, એ વિચારતાં વિચારતાં મેં જવાબ આપ્યો.


      "કાંઈ નહીં, જવા દે." એવો જવાબ આપીને એને કેટલા બધા ઈમોજી મોકલ્યા.


      મેં છેલ્લે બ્રહ્મસ્ત્ર છોડ્યું , " તારો એકાદો ફોટો મોકલ, ફ્રેન્ડને એકબીજાના ફેસ તો ખબર હોવા જોઈએ ને, આમ અજણાયા સાથે વાત કેમ કરવી ??? "

       જેનો એને કોઈ સરખો જવાબ ન આપ્યો. એ પછી  થોડાક દિવસ બીજી પણ કેટલીક વાતો ચાલી, પણ હું બને ત્યાં સુધી જવાબ આપતો જ નહીં, કારણકે હજી તેણે પોતાનો સાચો પરિચય કે ફોટો મને આપ્યો ન હતો. તેને કહ્યું હતું તેમ વચ્ચે તે જૂનાગઢ નર્સિંગ કોલેજને બદલે અમદાવાદમાં એડમિશન ટ્રાન્સફર કરવા એકવાર પોતાના સંબંધીને ત્યાં આવી,પણ મારે પરીક્ષા હોય મેં ત્યારે તેને મળવા અંગે કશું કહ્યું નહીં.


      થોડા દિવસ પછી એનો મેસેજ આવ્યો " મારુ નામ શ્રુતિ નથી." ( એ તૈયારે જે નામ મેસેજ કરતી એ નામ. )


      " એ તો મને પેલા દિવસ થી જ ખબર છે, તું શ્રુતિ નહીં, કોઈકનું ફેક આઈડી છે. પણ કોનું ફેક આઈડી છે?,  એ જ મને નહીં ખબર. "


      તો એને સામે કહ્યું :- " ખાલી નામ જ ફેક છે, બાકી બધું રીયલ છે. "


        મેં સામે કહ્યું:- " નામ અને પ્રોફાઈલ પીકચર બંને તો ખોટા છે, તો સાચું શુ છે આમાં ?


      પછી એને પોતાનું સાચું નામ પાયલ કહ્યું (સાચું નામ બીજું છે,પણ વાર્તામાં એની ઓળખ છુપાવવા હવેંથી હું આ નામ વાપરીશ.) પછી એને પોતાના ફોટો પણ મોકલ્યો, જોકે હજી પણ એવી શક્યતા તો હતી જ કે નેટ પરથી કોઈનો ફોટો ડાઈનલોડ કરીને મોકલ્યો હોય તો પણ થોડા દિવસ વાત ચાલુ રહી જેમાં એકબીજાની ટેવ,એકબીજાના પરિવાર અંગે અલગ અલગ વાતો થઈ, પછી અંતે એક દિવસ hike એપ્લિકેશનના બહાને એકબીજાના ફોન નંબરની આપ-લે થઈ. થોડાક દિવસ hikeમાં વાતો થઈ , અને ત્યાં જ એક દિવસ એનો કોલ આવ્યો, કૉલમાં કોણ હતું? કોઈ છોકરી જ કે પછી મારો કોઈ દોસ્તાર મસ્તી કરતો હતો એ બધી વાતો હવે પછીના ભાગમાં...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ