વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

રિધ્ધી - Amazing Girl એ ડિફેનડર્સ સિરીઝ ની બીજી નોવેલ છે. મારી મિત્ર રિધ્ધીના જન્મદિવસ નિમિત્તે આ નોવેલ હું તેને ભેટ આપું છું.

         ***************************

આજે 19 ઓક્ટોબર ની તારીખ હતી.સવારે છ વાગ્યા ત્યાં સુધી હજી રિધ્ધી પોતાના આલીશાન બેડરૂમ માં સૂતી હતી. રિધ્ધી હજી જાગે તે પહેલાં જ આર્યવર્ધન નો કોલ આવ્યો. એટલે રિધ્ધી આળસ ખંખેરીને જાગી ગઈ અને કોલ રિસીવ કર્યો.

આર્યવર્ધને રિધ્ધીને બર્થડે વીશ કર્યું ત્યારે રિધ્ધીને યાદ આવ્યું કે આજે તેનો જન્મદિવસ છે. છેલ્લા ઘણા વર્ષોથી આર્યવર્ધન રિધ્ધી ને સૌથી પહેલા બર્થડે વિશ કરતો હતો. આર્યવર્ધને રિધ્ધી જલ્દી થી તૈયાર થવા માટે કહ્યું. આજે આર્યવર્ધન કંપની ના બધા એપ્લોય્સ ને રિધ્ધી ના જન્મદિવસ ની પાર્ટી આપવા નો હતો.

રિધ્ધી ઝડપથી બેડ પરથી ઊભી થઇને બાથરૂમ માં ગઈ. દસ મિનિટ પછી તે શાવર લઈને બહાર આવી. આજે તેણે પોતાનો મનપસંદ સ્કાયબ્લુ રંગનો વનપીસ ડ્રેસ પહેર્યો અને તે ડ્રેસ ને મેચિંગ બ્લુ રંગના ડાયમન્ડ ઈયરિંગ પહેર્યા. 

તૈયાર થઈ ને રિધ્ધી તેના ઘરના હોલમાં આવી. તે સીધી ઘરમાં મુખ્ય પ્રવેશદ્વારની બાજુ માં રહેલા મંદિરમાં ગઈ. મંદિર માં લક્ષ્મીનારાયણ ની મૂર્તિ ને તેણે નમન કરી ને પગે લાગી.

પછી તે કિચનમાં પ્રવેશી. કિચનમાં કામવાળા માસીએ ડાઇનિંગ ટેબલ ટોસ્ટ બ્રેડ, માખણ અને બ્લેક કોફી તૈયાર હતા. એટલે રિધ્ધી સીધી બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગઈ. આજે રિધ્ધી ને ઝડપથી ઓફીસ માં વહેલાં પહોંચવું હતું એટલે તે ઉતાવળમાં નાસ્તો કરી ને તેનું પર્સ લઈને નીકળી ગઈ.

રિધ્ધી ગરાજ માં કાર પાસે પહોંચી ત્યારે તેને યાદ આવ્યું કે તેણે ગઈ કાલે દ્રાઇવર ને છુટ્ટી આપી હતી એટલે તે પાછી ઘરમાં આવી ને કારની ચાવી લઈને પાછી કાર પાસે આવી ત્યારે તેની નજર કારના ટાયર પડી. કારનું ટાયર પંક્ચર હતું . આ જોઈને રિધ્ધી ખૂબ ગુસ્સો આવ્યો.

આજે તેનો જન્મદિવસ હતો પણ આજે દિવસ ની શરૂઆત તેના માટે સારી ન હતી. એટલે રિધ્ધી આર્યવર્ધન ને કોલ કર્યો અને તેને કહ્યું કે તે ઓફીસ જતી વખતે પોતાને ઘરે આવી ને લઈ જાય. રિધ્ધી પાછી ઘરમાં આવી ને હોલમાં સોફા પર બેસી ને આર્યવર્ધન ની રાહ જોવા લાગી.

રિધ્ધી એ સમય પસાર કરવા માટે ટીવી ઓન કર્યું. એક પછી એક ચેનલો બદલવા લાગી. એક ન્યૂઝ ચેનલ પર તેની નજર અને આંગળી ઓ અટકી ગઈ. તે ન્યૂઝ ચેનલ નો ન્યૂઝ રીડર આજે રિધ્ધીના જન્મદિવસ નિમિત્તે રિધ્ધી ની એક સામાન્ય આઇટી એન્જનિયર થી એક સક્સેસફુલ બિઝનેસવુમન બનવાની સફર વિશે જણાવી રહ્યો હતો.

રિધ્ધી આ બધું સામાન્ય હતું. ન્યૂઝ જોતાં જોતાં તેં ભૂતકાળમાં સરી પડી. જ્યારે રિધ્ધીએ એકલા હાથે ® It Solution નામથી પોતાની કંપની શરૂ કરી હતી ત્યારે તેને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો 

ક્યારેક એવો સમય પણ જયારે કંપનીને કોઈ કામ ન મળતાં કંપની બંદ કરવી પડે તેવી કફોડી હાલત થઈ હતી પણ તે સમયે તેનો સ્કૂલ ફ્રેન્ડ આર્યવર્ધન પાર્ટનર તરીકે જોડાયાં બાદ આજે દસ વર્ષ પછી ® It Solution દુનિયાભર ની નામાંકિત આઇટી કંપની માં સ્થાન પામી હતી.

રિધ્ધી ની કંપની ® It Solution ની મુખ્ય ઓફિસ ગાંધીનગર માં હતી. કંપની નામના વધ્યા પછી ગાંધીનગરની તુલના ભારતના આઇટી સેકટર બેગ્લોર સાથે થવા લાગી. ત્યાં જ કાર ના હોર્ન નો અવાજ સાંભળીને રિધ્ધી વિચારોમાં થી બહાર આવી.

રિધ્ધી ઘરમાં થી બહાર નીકળી ત્યારે આર્યવર્ધન ગુલાબ ના ફૂલો નો બુકે પકડીને ઉભો હતો. રિધ્ધી ની પાસે આવીને આર્યવર્ધને ગુલાબ નો બુકે રિધ્ધી ને આપી ને બર્થડે વિશ કર્યું.

આર્યવર્ધનનું ઘર સેકટર 10 માં હતું અને રિધ્ધીનું ઘર સેકટર 12 માં હતું . જયારે તેમની ઓફીસ સેકટર 15 માં હતી. રિધ્ધી ના ઘરથી તેમની ઓફીસ અડધા કલાક ના અંતરે હતી. 

આર્યવર્ધન ની કાર સડક પર દોડવા લાગી તેમ રિધ્ધી ના મન માં વિચારો પણ ગતિ પકડવા લાગ્યા. રિધ્ધી કઈ વિચારે તે પહેલાં જ તેના ફોન માં રીગ વાગી. રિધ્ધી એ જોયું તો તેની સ્કૂલ ફ્રેન્ડ ભૂમિએ કોલ કર્યો હતો.

રિધ્ધી ની ફ્રેન્ડ કિંજલ તેના કોલેજટાઇમ ના બોયફ્રેન્ડ વિહાન સાથે મેરેજ કરીને Usa માં સેટલ થઈ હતી. રિધ્ધી એ કોલ રિસીવ કર્યો એટલે ભૂમિએ તેને વિશ કર્યું પછી જેવી બિઝનેસ એકસ્પેન્ડ કરવાની વાત ભૂમિ એ કરી એટલે રીધ્ધિ એ કોલ કાપી નાખ્યો.

આર્યવર્ધને બધું સાંભળ્યું પણ તે કઈ બોલ્યો નહીં. થોડી વારમાં તેઓ ઓફીસ માં પહોંચી ગયા. રિધ્ધી જેવી કારમાં ઉતરીને ઓફિસના ફર્સ્ટ ફ્લોર પર પહોંચી એટલે તરત બધા એમ્પ્લોઈસ તેને જોઈને પોતપોતાના કામે લાગી ગયા.

આર્યવર્ધન થોડી વાર પછી ઓફિસમાં પ્રવેશ્યો એટલે તેણે રિધ્ધી ની બર્થડે પાર્ટી કેન્સલ કરી હોવાનું સ્ટાફને કહીને પોતાની કેબિનમાં ગયો. રિધ્ધી પણ પોતાની કેબિન માં આવીને કમ્પ્યુટર પર રિપોર્ટસ ચેક કરવા લાગી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ