વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ - (1) રૉબોટ

રૉબોટ
(બાળકાવ્ય)


- હરિ પટેલ

રૉબોટ     મારો    ચાલે,
રિમોટના    તાલે    તાલે.

બે’ની મારાં હસતાં જાય,
રૉબોટ બંદા કૂદકા ખાય.

દોસ્તારોની  ટોળી  થાય,
રૉબોટ મારો ફૂદરડી ખાય.

શેરી રસ્તે  ભમતો  જાય,
ફળિયાને એ ગમતો જાય !

ખાતો   નથી,  પીતો  નથી,
રૉબોટ  કદી  થાકતો નથી.

હરતો   રહે,   ફરતો  રહે,
શેરી-ઘર   ગજવતો   રહે.

દોસ્તારો થાય રાજી રાજી !
પાડે  તાલી  ગાજી ગાજી !

                 ***

© Hari Patel
58, Balaji Green Garden City,
Talod, Sabarkantha -383215
Mo. 9998237934   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ