વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

      હેલો મિત્રો, જલપરીની પ્રેમકહાની ના આગળ ના ભાગો માં આપણે રાજકુમાર ફિલિપ અને જલપરી હેલેના ની પ્રાચીનકાળ ની પ્રેમકહાની જોઈ. જેના અંત માં ફિલિપ અને હેલેના બંને એકબીજા માટે પોતાનો જીવ આપી દે છે. પરંતુ તેના પ્રેમ ને કાયમ માટે અમર કરી દે છે. હવે ફિલિપ અને હેલેના ની એક તદ્દન અલગ જ કહાની અહીં જોવા મળશે તેમના નવા જન્મ રૂપે. આ બીજા જન્મ ની કહાની આજ ના આધુનિક યુગ ની છે. જેમાં ફિલિપ અને હેલેના પોતાના પેલા જન્મ કરતા સાવ વિરુદ્ધ અંદાઝ માં જ જોવા મળશે.


       આ જન્મ માં રાજકુમાર ફિલિપ એક ચોર હોય છે.તેનું નામ કેવિન હોય છે.તે અમીર લોકો ને છેતરી તેમની પાસે થી પૈસા પડાવનું કામ કરે છે.આ કામ માં તેના બે સાથીદારો હોય છે.જેમ્સ અને લિયો.કહેવા માટે તો આ બંને તેના સાથીદારો છે પણ બંને મિત્રો થી કમ નથી.જેમ્સ નું કામ શહેર ના અમીર લોકો શોધી તેમના વિશે ની બધી માહિતી એકઠ્ઠી કરવાનું છે. જયારે લિયો એક મોટા પાયાનો પ્રોફેસશનલ હેકર હોય છે. તે કોઈ પણ પ્રકાર ની સિસ્ટમ ને ખૂબ જ આસાની થી હેક કરી શકે છે. આ તેના ડાબા હાથ નું કામ છે. કેવિન એકઠ્ઠી કરેલી માહિતીઓ ના આધારે યોજના બનાવી અમીર લોકો ને બેવકૂફ બનાવી તેમની પાસે થી પૈસા પડાવી લે છે. નકલી દસ્તાવેજો બનાવવા, નકલી વસ્તુઓ ને કિંમતી બનાવી લોકો ને ઉંચા ભાવે વેચી દેવી વગેરે જેવા છેતરપિંડી ના કામો તે કરતો હતો.આમ ભેગા કરેલા પૈસા થી ત્રણેય મોજ મજા કરતા.કેવિન પાસે એક ખાસ કળા હતી.તે કોઈ પણ વ્યક્તિ ને સંમોહિત કરી શકતો હતો.આ કળા દ્વારા તે લોકો ને આસાની થી છેતરી શકતો હતો.


           આ વખતે જેમ્સ એક મોટી અમીર પાર્ટી શોધીને લાવ્યો હોય છે.શહેર ના જાણીતા ટાયકૂન mr.જ્હોન્સન ના એક ના એક પુત્ર પર તેની જ કોલેજ માં અભ્યાસ કરતા છોકરા ની આત્મહત્યા માટે જવાબદાર હોવાનો આરોપ લાગેલો હતો.આ માટે તેને એક કાબિલ અને હોશિયાર વકીલ ની જરૂર હતી.તેથી તે શહેર ના જાણીતા વકીલ ને પોતાના કેસ માટે હાયર કરે છે.કેવિને તે વકીલ ની જગ્યા એ પોતે વકીલ બની mr.જ્હોન્સન ને મળશે એવી યોજના બનાવી હતી.

            આ યોજના મુજબ લંચબ્રેક પડતા અસલી વકીલ અને તેના સહકર્મચારીઓ જમવા માટે બહાર ગયા હતા આ મૌકા નો ફાયદો ઉઠાવી કેવિન અને જેમ્સ લિફ્ટ રિપેર કરવાનાં બહાને વકીલ ની ઓફીસ માં ઘુસી ગયા જયારે લિયો બહાર રહી વકીલ આવી ના  જાય એ ધ્યાન રાખતો હતો.કેવિન વકીલ બની તેની ચેર પર ગોઠવાઈ ગયો જયારે જેમ્સ તેનો આસિસ્ટન્ટ બની ગયો.જેવા mr.જ્હોન્સન આવ્યા ત્યાં એ લોકો એ પોતાનું નાટક ચાલુ કરી દીધું.mr.જ્હોન્સન એ કહ્યું કે તેના પુત્ર ને આ કેસ માં ફસાવામાં આવ્યો છે.તેને આ કેસ માંથી મુક્ત કરવા માટે ગમે એટલા પૈસા તે ખર્ચવા તૈયાર હતા.આ સાંભળતા જ કેવિન અને જેમ્સ ની આખો માં ચમક આવી ગઈ.કેવિન એ mr.જ્હોન્સન ને વિશ્વાસ અપાવ્યો કે તે તેના પુત્ર ને આ કેસ માંથી મુક્ત કરાવી આપશે.તેથી ખુશ થઈ ને mr.જ્હોન્સન એ તે લોકો ને એડવાન્સ માં કેસ ની ફીસ આપી દીધી.બીજી બાજુ અસલી વકીલ લંચ પતાવી પરત ઓફીસ ફરતો હોઈ છે ત્યાં જ લિયો રોડ પર નું સિગ્નલ હેક કરી તેને થોડી વાર એમ જ રોકી રાખે છે ને જેમ્સ ને મેસેજ કરી ત્યાં થી નીકળવા કહે છે.મેસેજ મળતા જ તેઓ mr.જ્હોન્સન સાથે ની મિટિંગ પતાવી પૈસા લઈ ત્યાંથી નીકળી જાય છે.

    

     

જેમ્સ   :   કેવિન તૂ તો જાદુગર છો લોકો પાસેથી પૈસા

               કેમ પડાવા એ તારા થી બેહતર કોઈ નથી

               જાણતું ! આ વખતે બહુ મોટો હાથ મારી

               લીધો છે તો મારો વિચાર છે કે હવે આપણે

               થોડો બ્રેક લઈ ક્યાંક ફરી એવું જોઈએ.

લિયો    :  હા વાત તો સાચી છે આમ પણ ઘણા ટાઈમ

               થયા આપણે ક્યાય બહાર જ ગયા નથી.

કેવિન    :   ઓકે તો તમારા લોકો ની એ જ ઈચ્છા

                હોઈ તો આપણે ફરવા માટે Spain જતા

                રહીએ.

                 

               

           આ સાંભળી જેમ્સ અને લિયો પોતપોતાની રીતે બીજા સ્થળે જવાનુ નક્કી કરે છે જયારે કેવિન Spain જવાનુ નક્કી કરે છે.ત્રણેય એરપોર્ટ પર સાથે જાય છે જ્યાંથી લિયો  bye કીધા વગર જ પોતાની ફ્લાઈટ માં જતો રહે છે આ જોઈ કેવિન કહે છે મને સૌથી વધારે ખરાબ ત્યારે લાગે છે જયારે કોઈ bye કીધા વગર જ ચાલ્યું જાય છે. ત્યાર બાદ કેવિન અને જેમ્સ પોતપોતાની ફ્લાઈટ માં જતા રહે છે.Spain પહોંચતા ની સાથે જ કેવિન તેની હોટેલ માં જતો રહે છે.તેની હોટેલ ની આજુબાજુ નું પ્રાકૃતિક સૌંદર્ય મન ને શાંતિ આપે એવું હોય છે.તેના રૂમ ની પાછળ ની બાજુ એક સુંદર ઝરણું હોય છે જે સમુદ્ર ને મળતું હોય  છે.

તે ખૂબ જ આકર્ષક અને નયનરમ્ય હોય છે.કેવિન nએ રૂમ ની બાલ્કની માંથી એ ઝરણું સ્પષ્ટ દેખાતું હોય છે.


     કેવિન નું Spain જ આવવું એ કોઈ સંયોગ નથી પરંતુ, ઈશ્વર ની ઈચ્છા છે.કેમ કે અહીં જ તેના પૂર્વ જન્મ ની અધૂરી રહી ગયેલી પ્રેમકહાની ની એક નવી શરૂઆત થવાની હતી.


      આજે આખા વિશ્વ માં જલપરીઓ માત્ર વાર્તાઓ માં જ સાંભળવા મળે છે ત્યાં એવું કહેવા માં આવે છે કે Spain ના સમુદ્ર ના ઊંડાણ માં આજે પણ જલપરીઓ જોવા મળે છે.આ જ જલપરી ઓ માની એક જલપરી છે ગયા જન્મ ની હેલેના જે આ જન્મ માં વેરોનિકા હોય છે એક દિવસ વેરોનિકા ને સમુદ્ર માંથી એક કંગન મળે છે.આ એ જ કંગન હોય છે જે ગયા જન્મ માં રાજકુમાર ફિલિપ એ હેલેના ને પેહરાવેલું હોય છે.જે તેમના અંતિમ સમય માં હેલેના ના હાથ માંથી નીકળી સમુદ્ર માં પડી ગયું હોય છે. વેરોનિકા એ કંગન પોતાના હાથ માં પહેરી લે છે.અચાનક થયા સમુદ્ર માં તોફાન આવે છે.તોફાન ને લીધે તે સમુદ્ર માંથી વહીને પેલા ઝરણાં ના કિનારે આવી પહોંચે છે.અને બેહોશ થઈ જાય છે.જયારે તે ભાન માં આવે છે ત્યારે તે ઝરણાં ના કિનારે પડેલી હોય છે.ત્યાંથી તે ઉભી થઈ ને સમુદ્ર માં તેનું પ્રતિબિંબ જોવે છે તો તેના આષ્ચર્ય નો પર નથી રહેતો.પ્રતિબિંબ માં તે પોતાની પૂંછ ની જગ્યા એ પગ જોવે છે.જયારે કોઈ જલપરી સમુદ્ર માંથી ધરતી પર આવે છે ત્યારે તેની પૂંછ  પોતાની જાતે જ પગ માં પ્રવર્તિત થાય જાય છે. આ વાત થી વેરોનિકા અજાણ હોય છે તેથી તેને નવાઈ લાગે છે. તે ફરી પછી ઝરણાં માં ડૂબકી લગાવે છે તો તેની પૂંછ પછી આવી જાય છે.આ જોય ને તે ખુશ થઈ જાય છે.


        તે ઝરણાં માં જ હોય છે ત્યાં કેવિન પોતાની બાલ્કની માં આવે છે અને બહાર નું કુદરતી દ્રશ્ય જોવા લાગે છે.તેને જોય ને વેરોનિકા ઝરણાં માં અંદર છુપાઈ જાય છે.થોડી વાર સુધી કેવિન કુદરત ની મજા માણે છે ત્યાર બાદ તે પોતાના રૂમ માં સુવા માટે જતો રહે છે.

      

        થોડી વાર પછી કેવિન ને બહાર હોલ માંથી કંઈક  અવાજ સંભળાઈ છે જેથી તે જાગી જાય છે.અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ જોવા માટે તે રૂમ ની બહાર આવે છે.બહાર આવીને જોવે છે તો આખો હોલ અસ્તવ્યસ્ત પડેલો હોય છે. હોલ થી લઈ ને બીજા રૂમ સુધી કચરો વેરાયેલો હોય છે.ત્યાં પાછો બીજા રૂમ  માંથી અવાજ આવે છે.તેથી તે રૂમ માં જઈ ને જોવે છે તો અવાજ  તેની અલમારી માંથી આવતો હોય છે તે અલમારી ખોલી ને કપડાં હટાવીને જોવે છે તો અંદર નું દ્રશ્ય જોઈ ને તે નીચે પડી જાય છે.




ક્રમશ ...... .



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ