વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટેક્વેરિયા

(પંખ મેગેઝિનમાં ડિસેમ્બર 2017થી ઓક્ટોબર 2018 દરમિયાન પ્રકાશિત થયેલ લેખોનો સંગ્રહ)

 

મેક્સિકન ગલીઓ અને બજારોમાં, ટેસ્ટમે બેસ્ટ એવી ખાણીપીણીનાં સ્ટોલ અને દુકાનોને ત્યાંની બોલીમાં ‘ટેક્વેરિયા’ કહે છે. તેની વ્યુત્પત્તિ તપાસો તો ખ્યાલ આવે કે તે સ્પેનિશ શબ્દ ‘કેરિયા’ (quería) પરથી ઉતર્યો છે. જેનો અર્થ થાય, ‘મારે જોઈતું હતું’. ‘ઝાપ્ટેરિયા’ એટલે જૂતાનો સ્ટોર, ‘પેસ્કાડરિયા’ એટલે માછલી વેંચાય તે સ્થળ. ના દોસ્તાર-બંધુ-બિરાદરો, આપણે કોઈ દુકાન નથી નાખવાની! આ તો જસ્ટ વિચાર આવ્યો કે ‘કેરિયા’ પરથી જ આવા શબ્દો કેમ બન્યા હશે? સપોઝ કે વેપારી કોઈ વસ્તું દેખાડે અને તે જોઈને ગ્રાહક બોલી પડે, ‘યસ્સ... મારે આ જ જોઈતું હતું!’ કદાચ ‘ટેક્વેરિયા’ પાછળ આવો ભાવ હશે, ‘મારે આ જ સ્વાદ ચાખવો હતો!’ વેપારી માટે ગ્રાહક ભગવાન છે, એમ વાચક પણ લખનાર માટે ઈશ્વર ખરો! એ લખનાર પાસે આવે ત્યારે એને વાંચીને થવું જોઈએ, ‘મારે આ જ વાંચવું હતું!’ વાચકને ચટાકેદાર અને સાથે પૌષ્ટિક વાનગીઓ પીરસવાનો ‘ટેક્વેરિયા’ એક સરળ પ્રયાસ છે. અહીં શક્ય એટલી આઇટમ્સ અને ફ્લૅવર આપવાનો પ્રયાસ રહેશે. ટેક્વેરિયામાં સ્વાગત છે!

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ