વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વીકાર કર

તને શ્રેષ્ઠતાનો ઘમંડ છે કે આ ધરતી પર તું જ શક્તિમાન છે. તું જે ચાહે તે કરશે અને કુદરત તને જવાબ નહી આપે, પણ કયા ભૂલાવામા છે. કુદરતે તને હંમેશા સંકેતો આપ્યા છે. કસમયે વરસાદ, વાવાઝોડાં, ધરતીકંપ.

 

         તેં પોતાની સગવડો વધારવા વાતાવરણનું પ્રદૂષણ વધાર્યું. તેં શોધખોળના નામે એવા પદાર્થો અને અસ્ત્ર-શસ્ત્ર બનાવ્યા છે જે કુદરત માટે ઘાતક છે. તેં પાણીના વહેણ બદલ્યા, તેના આડે‌ બાંધ બાંધ્યા. તેં પોતાની જરુરતો એટલી વધારી દીધી કે તેના આડે તને બીજી પ્રજાતિની જરુરતો દેખાતી જ નથી. શું તું જાણે છે કેટલી પ્રજાતિ તેં લુપ્ત કરી દીધી છે અને તારા લીધે કેટલી પ્રજાતિઓ લુપ્તપ્રાય છે. તેને તું પાછો વિકાસનું નામ‌ આપે છે.

 

       તેમને જીવન મળ્યું હતું એનો અર્થ એ હતો કે કુદરતના ખોળે તેમનું અસ્તિત્વ હતું અને તેમને જીવવાનો અધિકાર હતો. તને તારા સ્વાર્થ આગળ કોઈ ન દેખાયું. ક્યાં જવું છું તારે અને શું કરવું છે? તને જીવન મળ્યું છે તો તેનો સ્વીકાર કર અને કુદરતને શ્રીમંત બનાવ. ગમે તેટલી સગવડો કરીશ અને ગમે તેટલો આગળ વધીશ અંતે તો તું માટીમાં જ ભળી જઈશ.

 

       તને લાગશે કે સુક્ષ્મ જીવ થઈને બધાની વકિલાત કેમ કરું છું તો તું જાણી લે જે હું પ્રતીક છું કુદરતનું. વિરાટ પણ સુક્ષ્મમાંથી બનાય છે. ધરતી ઉપર જીવનની શરૂઆત સુક્ષ્મ જીવથી થઈ હતી. કરોડો વર્ષ લાગ્યા છે ઉત્ક્રાંતિ થવામાં અને થોડા હજાર વર્ષમાં પ્રલય લાવી દેશે?

 

       ‌તું મને મહામારી કહે છે પણ હું મહામારી નથી લાલભત્તી છું તારા માટે. મારે તને થોડો સમય પાંજરે પુરવો પડ્યો. તું મનોમંથન કર, જેને તું જરુરત ગણે છે  તે ખરેખર તારી જરુરત છે જ નહીં. મને ખબર છે તું મારી દવા શોધી રહ્યો છે અને તેમાં પણ સફળ રહીશ.

 

      પણ તું જાણી લે કે હું બહુરુપી છું, હું ફરી રૂપ બદલીને આવીશ. કુદરતે જેમને જીવન આપ્યું છે તેમનો સ્વીકાર કર.

 

લિખિતંગ : કોરોના

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ