વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફોટો-1

આખી દુનિયા માં ભાગ્યેજ કોઈ એવું હશે, જેણે ફોટો ના પડાવ્યો હોય કે ના પાડ્યો હોય. તેમાં પણ આ મોબાઈલ ના આવ્યા પછી તો એવો અતિરેક થયો છે, કે એવું લાગે છે કે બધાજ ક્લાસિક ફોટોગ્રાફર થઈ ગયા છે. લોકો એવા એવા ચેનચાળા કરી ને પોતાના ફોટો પાડી ને સોશ્યિલ મીડિયા પર મુક્તા હોય છે, કે આપણ ને લાગે કે આ આપણ ને શુ સમજતો હશે? પાછા એ લોકો ફોટા પાડ્યા પછી ફરી વખત ભાગ્યેજ જોતા હોય. અને આપણ ને પૂછે : સેલ્ફી કેવી હતી? આપણે પણ મનમાં જ કેવું પડે કે : ગધેડા, તારી પાછળ ઉભેલો ગધેડો(સાચો) સારો દેખાતો હતો.

  

પણ ફોટા ભૂતકાળ ને સંઘરી ને રાખવા નો સરસ ઈલાજ છે. જન્મદિવસ ના પહેલું ડગલું ભર્યું તેના લગ્ન ના વેવિશાળ ના શાળા ના અગણિત વાર તહેવાર નું સંભારણુ બની રહે છે.



  સ્કૂલ માં હતો ત્યારે થી જ જાસૂસી નવલકથાઓ ને ક્રાઈમ સ્ટોરી વાંચતો હતો.માબાપ નો એક નોએક છોકરો. જગદીશભાઈ શાહ ને પ્રેમીલાબેન સુખી ને સંપન્ન પરિવાર. સમીર ભણવા માં પણ હોશિયાર. સાયન્સ ફેકલ્ટી માં ભણતો. એક નો એક હોવાને નાતે ઘણી છૂટછાટ માબાપે આપેલી. એક હોશિયાર ને નોર્મલ છોકરા નું લેબલ તેના એરિયા માં ને કોલેજ ગ્રુપ માં હતું.


  તે દિવસે  આવા જ ફોટા મોબાઈલ ની ગેલેરી માં જોતા જોતા સમીર નું ધ્યાન તેની એક સેલ્ફી પર ચોંટી ગયું.


  ખંડલા ની ટુર માં કોલેજ તરફ થી મિત્રો સાથે ટોચ પર ઉભા હતા. ત્યાં ટોચ પર થી પાછળ ની કુદરતી વનરાજી નો અને પોતાનો ફોટો લીધો હતો. તેમાં તેને પાછળ ની તરફ એક ઝાડ ની પાસે કશુંક દેખાયું. કાંઈક ગુણી કે માટી નો ડુંગર? ને ફોટો ઝૂમ કર્યો, તો  તે ગુણી હતી ને તેને અડી ને ઝાડ નીપાસે બ્લેક લેજીન્સ ને ક્રીમ કલર ના જેવું ટોપ જેવું લાગ્યું. અને તે વિચાર માં પડી ગયો, કે ફોટો લીધો પછી જોયો હતો કે હું કેવો લાગુ છું, પાછળ નો શોટ બરાબર છે કે નહીં. ત્યારે ધ્યાન કેમ ના ગયું?


  તેણે મોબાઈલ માં થી તે ફોટો કોમ્પ્યુટર માં અપલોડ કર્યો કે જેથી સમજ પડે કે આ છે શું?


ઘણી વાર માણસ પોતાની વણજોઈતી ઇન્તેજારી ને કારણે મુસીબત નોતરી દેતો હોય છે. બસ, સમીર ની આજ ભૂલ. તેમાં પાછો જાસૂસી વાર્તા ઓ વાંચી ને પોતાની જાત ને કમ થોડી સમજે.


  તો સમીર ની આ ખણખોદ ચાલુ થઈ. પછી તેની વાત તેના જ શબ્દો માં.


  " મને સમજ નથી પડતી કે ફોટા માં આજે આટલું દેખાયું તે ત્યારે કેમ ના દેખાયું?" કોમ્પ્યુટર માં ઝૂમ કર્યા પછી તો  હું હલી ગયો જોઈ ને.


  શણ ની ગુણ, લેડીઝ સેન્ડલ ની કાળી પટ્ટી, બ્લેક લેજીન્સ ને ક્રિમ કલર નુ ટોપ. કોઇ સ્ત્રી કે યુવતી જેવો આકાર.


(ક્રમશ:



                  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ