વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પીપળાનું પાન

આપી પીપળાનું પાન,

પ્રેમનું પ્રદર્શન કર્યું તે.

તે તને યાદ છે,.?

મૂકી પુસ્તક વચ્ચે,

પાન પીપળાનું,

ઊંડા લીધા શ્વાસ મેં,

એ મને યાદ છે....

મારા નામનો અક્ષર,

ઘુંટી પાડી ભાત તે,

તે તને યાદ છે,.?

આંખો મીચીં,

અડતાં એ અક્ષર ને,

એહસાસ થયો સ્વર્ગનો,

એ મને યાદ છે....

ચા પીઇને બેઠા,

અડધી રાત સુધી.

તે તને યાદ છે,.?

ઝીણું ઝીણું હસ્તાં,

હરેક ના જવાબ દીધાં મેં.

એ મને યાદ છે....

પુસ્તકને પંપાળી પાછું લીધું,

પીપળાનું પાન તે,

તે તને યાદ છે,.?

કરી બે ભાગ,

આપ્યો એક મને,ને બોલી, :-

"આ મારું દિલ છે".

એ મને યાદ છે....

જુદા થયાં ને,એક જમાનો થયો.

પરાયો થયો હું,તારે મન

"યાદ નો પાયો તું મારે મન"

મારા જીગરમાં તું એક,

તારા જીગરમાં વસ્યા અનેક.

પાન સુકાયાં,

પ્રેમ સુકાયાં.

પ્રેમમાં સાચાં-ખોટાં,

આપણે પરખાયાં.

તે તને યાદ છે,.?

હા,યાદ છે. !!

તે કોલેજનાં,

પીપળાનાં ઝાડ ને.....

✍️ જયા.જાની.તળાજા. "જીયા"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ