વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૧. વરસાદની સાઈડ ઈફેક્ટ્સ

હજુ વરસાદે હું  પલળી ના પલળી

કે નાક મારું રહ્યું ગળી!

 

હજુ આકાશે ખોંખારો ખાધો ન ખાધો

કે શરદીમાં ખાંસી રહી ભળી!

 

હજુ વીજળીનો ચમકારો થયો ન થયો

કે છીંકે આવીને કરી સળી!

 

ભીની માટીની ખુશ્બુ માણી ન માણી

કે વિક્સની સુગંધ એમાં મળી!

 

આવીને આ વરસાદે જુઓ કેવી કરી ડીંગલી

કે ભારતીય ટીમ વિશ્વકપના બદલે હાર લઈને નીકળી!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ