વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧ આપણું શરીર અને તેની પ્રમુખ ઊર્જાઓ

સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિના સિદ્ધાંત અને નિયમ અનુસાર ચાલે છે. મનુષ્ય પણ પ્રકૃતિનો એક ભાગ છે. આથી મનુષ્ય જીવન પણ પ્રકૃતિના નિયમો અનુસાર ચાલે છે. આ સમગ્ર પ્રક્રિયા આપમેળે ચાલે છે.

સમગ્ર સૃષ્ટિ અને માનવ જીવનને ચલાવવા વાળી ઉર્જાને અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાણ ઊર્જા, જાપાનમાં કી ચીનમાં ચી અને પશ્ચિમી દેશોમાં વાઈટલ ફોર્સના નામથી ઓળખાય છે.

આ ઉર્જાનાં કેટલાંક મુખ્ય કાર્યો:

આપણા શરીરમાં થવા વાળાં ઈચ્છિક (volentery) અને અનૈચ્છિક મૂવમેન્ટ જેમ કે, લોહીનું પરિભ્રમણ, શ્વસન ક્રિયા, પાચન ક્રિયા વગેરેનો સ્ત્રોત આ ઊર્જા છે.

શરીરમાં ગરમી ઉત્પન્ન કરવી અને તેનું નિયંત્રણ કરવું.

મસ્તક અને શરીરને જીવંત રાખવા માટેની બધી પ્રક્રિયાઓ અને તેને જીવંત રાખવા માટેનું સંચાલન આ ઊર્જા કરે છે.

શરીરને બહારના પરિવર્તન અને પ્રભાવથી જેવાં કે, મોસમી પરિવર્તન અને બહારનાં ઇન્ફેકશન વગેરેથી બચાવવાનું, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું તથા તેને આવશ્યકતા અનુસાર પરિવર્તિત કરવાનું કામ આ ઊર્જા કરે છે.

આ ઉર્જાને આપણે બે રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ.

પહેલી જન્મજાત ઈશ્વરદત્ત ઊર્જા અને બીજી મનુષ્ય દ્વારા પોતાના જીવનમાં અર્જિત કરેલી ઊર્જા.

ઈશ્વરદત્ત ઊર્જા આપણા પૂર્વ જન્મના કર્મોના અનુરૂપ પ્રારબ્ધ અનુસાર જન્મજાત મળે છે જયારે અર્જિત ઊર્જા મનુષ્ય દ્વારા પોતાના જીવન કાળમાં કરેલ કાર્યો, આચાર વિચાર, આહાર વિહાર ઇત્યાદિથી પ્રાપ્ત થાય છે.

ઈશ્વરદત્ત ઉર્જાને આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી એટલે કે, વધારી કે ઘટાડી શકતા નથી. એનું આપણે ફક્ત સંતુલન કરી શકીએ છીએ. આપણા શરીરમાં આ ઊર્જા કોઈ એક સ્થાનમાં વધી ગઈ હોય અને બીજા સ્થાનમાં ઘટી ગઈ હોય તો આપણે એને સ્થાનાન્તરિત કરીને સંતુલિત કરી શકીએ છીએ. એમ કરવાથી જુના હઠીલા રોગને દૂર કરી શકીએ છીએ.

મનુષ્ય અર્જિત ઊર્જાને એક બાજુ આહાર, વિહાર, વિચાર, કર્મ વગેરેમાં પરિવર્તન કરી સંતુલિત કરી શકીએ છીએ તો બીજી બાજુ આ ઉર્જાનું શરીરમાં સ્થાનાંતરણ કરીને સંતુલન સાધી શકાય છે.

આપણા શરીરમાં આ ઊર્જા સતત નિરંતર નિશ્ચિત માર્ગો ઉપરથી પ્રવાહિત થાય છે. આ ઊર્જા પ્રવાહના માર્ગોને મેરેડિયન કહેવાય છે. આયુર્વેદમાં નાડી કહેવાય છે.

આ સૃષ્ટિની શૂન્યથી થઈ છે અને અંતમાં સૂન્યમાં પરિવર્તિત થાય છે. સૃષ્ટિ પરસ્પર  બે વિરોધી બળોના કારણે ક્રિયાશીલ થઈ શકી છે. આ બંને વિરોધી બળો સૃષ્ટિના સર્જનમાં વિભિન્ન રૂપોમાં દેખાય છે. આ બે વિરોધી બળો એક બીજાને આકર્ષિત કરે છે જેમ કે, ચુંબક ના બે ધ્રુવ. ચુંબકનો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ સાથે ચોંટી જાય છે.

ચીની દાર્શનીકોએ આ બે વિરોધી પરંતુ પ્રતિ પૂરક બળોને યિન અને યાંગની સંજ્ઞા આપી છે. આ બે બળોના કારણે બ્રહ્માંડ અને માનવ શરીરની રચના શક્ય બની છે. આ બંને વિપરીત બળોના કારણે પરમાણું બોમ્બ જેવા શક્તિશાળી અસીમ સ્ત્રોત નો જન્મ થયો.

આ વિરોધી ઊર્જા બે પ્રકારે વિભાજીત થાય છે: યિન અને યાંગ.

યિન ઊર્જા એ આપણા શરીરની આંતરિક ઊર્જા છે જેને સંગ્રહિત ઊર્જા કહેવાય છે. યાંગ ઊર્જા એ બહારની ઊર્જા છે જે આપણને કાર્ય કરવાની ક્ષમતા આપે હ્હે અને બહારના રોગોના આક્રમણથી બચાવે છે.

શરીરની સંરચના પ્રમાણે આપણા શરીરનો આંતરિક ભાગ યિન કહેવાય છે અને બહારનો ભાગ યાંગ કહેવાય છે. હૃદય, મગજ, બરોળ, ફેફસાં, કિડની અને યકૃત એ યિન ઓર્ગન છે અને નાનું આંતરડું, કરોડરજ્જુ, જઠર, મોટું આંતરડું, મૂત્રાશય અને સ્વાદુપિંડ યાંગ કહેવાય છે.

આપણા શરીરના વિભિન્ન અવયવો સાથે જોડાયેલ ઊર્જા પ્રવાહ પથ એ અવયવની નાડી અથવા મેરેડિયન કહેવાય છે. અથવા ઓર્ગન ચેનલ કહેવામાં આવે છે.

શરીરમાં કુલ  બાર ઓર્ગન મેરેડિયન હોય છે.

Lungs Meridian (ફેફસાંનો ઊર્જા પ્રવાહ પથ)

Large Intestine Meridian (મોટા આંતરડાનો ઊર્જા પ્રવાહ પથ)

Stomach Meridian (જઠરનો ઊર્જા પ્રવાહ પથ)

Spleen Meridian (બરોળનો ઊર્જા પ્રવાહ પથ)

Heart Meridian (હૃદયનો ઊર્જા પ્રવાહ પથ)

Small Intestine Merdian(નાના આંતરડાનો ઊર્જા પ્રવાહ પથ)

Urinary Bladder Meridian (મૂત્રાશયનો ઊર્જા પ્રવાહ પથ)

Kidney Meridian (કીડનીનો ઊર્જા પ્રવાહ પથ)

Brain Meridian (મગજનો ઊર્જા પ્રવાહ પથ)

Gall Bladder Meridian (સ્વાદુપિંડનો ઊર્જા પ્રવાહ પથ)

Liver Meridian (યકૃતનો ઊર્જા પ્રવાહ પથ)

Spine Meridian (કરોડરજ્જુનો ઊર્જા પ્રવાહ પથ)

 

આ બાર મેરેડિયન શરીરમાં બંને બાજુ હોય છે. એના સિવાય બે એક્સ્ટ્રા ઓર્ડીનરી મેરેડિયન હોય છે.

ગવર્નીંગ વેસલ મેરેડિયન અને કોન્સેપ્સન વેસલ મેરેડિયન

આ બંને મેરેડિયન શરીરમાં આગળ અને પાછળ બિલકુલ મધ્યમાં હોય છે.

આ મેરેડિયનનો પોત પોતાનો પ્રવાહ અને દિશાઓ હોય છે. મેરેડિયનનનો ઉદ્દગમ અને સમાપન પથ હોય છે જેના પછી મેરેડિયન ક્યારેક પોતાની પોલારીટી બદલીને  તો ક્યારેક પોલારીટી બદલ્યા વગર પોતાની દિશા અને ગંતવ્ય માર્ગ બદલીને ગતિ કરે છે. જે જગ્યાએથી પોતાનો ગંતવ્ય માર્ગ બદલે છે ત્યાંથી એક નવી મેરેડિયન બને છે જેનું પોતાનું અલગ નામ, ગુણ, કાર્ય, દિશા વગેરે હોય છે.

આ રીતે ઊર્જા માનવ શરીરમાં વિભિન્ન ભાગો માંથી પ્રવાહિત થઈને ક્યાંક શરીરમાં ઉપરથી નીચે તો નીચેથી ઉપર, ક્યારેક હાથમાંથી પગ તરફ તો પગમાંથી હાથ તરફ પ્રવાહિત થતી રહે છે. જેમ વિશ્વમાં નદીઓની જાળ બીછાયેલી છે તેવી રીતે માનવ શરીરમાં નાડીઓની જાળ બીછાયેલી છે.

આ નાડીઓ એટલેકે મેરેડિયન ઠેકઠેકાણે એક બીજા સાથે જોડાયેલી છે. જેને મિટિંગ પોઈન્ટ કે જંકશન પોઈન્ટ કહેવાય છે. જેમ કે હાર્ટ મેરેડિયન નાના આંતરડાની મેરેડિયન સાથે મળે છે.

 

ઓર્ગન કલોક અને ઓર્ગન મંથ:

જેમ સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે અને જળની માત્રા વધઘટ થતી રહે છે તેમ આપણા શરીરમાં ઉર્જામાં રોજેરોજ ભરતી અને ઓટ આવે છે. બાર મેરેડિયનમાં દૈનિક ધોરણે દર બાર કલાકે બે કલાક ઉર્જાની ભરતી અને બે કલાક ઓટ આવે છે. એજ રીતે વર્ષમાં દર છ મહિને એક મહિનાની ભરતી અને એક મહિનાની ઓટ આવે છે.

Lungs:

ભરતી: પરોઢિયે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી, 7 ફેબ્રુઆરી થી 8 માર્ચ સુધી

ઓટ: બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી, 8 ઓગસ્ટ થી 7 સપ્ટેમ્બર સુધી

Large Intestine:

ભરતી: સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી, 9 માર્ચ થી 8 એપ્રિલ સુધી

ઓટ: સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, 8 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર સુધી

Stomach:

ભરતી: સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી, 9 એપ્રિલ થી 8 મે સુધી

ઓટ: સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, 8 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધી

Spleen:

ભરતી: સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી, 8 મે થી 7 જુન સુધી

ઓટ: રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી, 8 નવેમ્બર થી 7 ડીસેમ્બર સુધી

Heart:

ભરતી: સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, 8 જુન થી 7 જુલાઈ સુધી

ઓટ: રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી, 8 ડીસેમ્બર થી 7 જાન્યુઆરી સુધી

Small Intestine:

ભરતી: બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી, 8 જુલાઈ થી 7 ઓગસ્ટ સુધી

ઓટ: રાત્રે 1 વાગ્યાથી પરોઢિયે 3 વાગ્યા સુધી, 8 જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી સુધી

Urinary Bladder:

ભરતી: બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી, 8 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી

ઓટ: પરોઢિયે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી, 7 ફેબ્રુઆરી થી 7 માર્ચ સુધી

Kiney:

ભરતી: સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી, 8 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર સુધી

ઓટ: સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી, 9 માર્ચ થી 8 એપ્રિલ સુધી

Brain (Pericardium):

ભરતી: સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, 8 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધી

ઓટ: સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી, 8 એપ્રિલ થી 7 મે સુધી

Spine (triple Warmer):

 ભરતી: રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી, 8 નવેમ્બર થી 7  ડીસેમ્બર સુધી

ઓટ: સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી, 8 મે થી 7 જુન સુધી

Gall Bladder:

ભરતી: રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી, 8 ડીસેમ્બર થી 7  જાન્યુઆરી સુધી

ઓટ: સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, 8 જુન થી 7 જુલાઈસુધી

Liver:

ભરતી: રાત્રે 1 વાગ્યાથી પરોઢિયે 3 વાગ્યા સુધી, 8 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી સુધી

ઓટ: બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી, 8 જુલાઈ થી 7 ઓગસ્ટ સુધી

જો સવારે ત્રણ થી પાંચ વાગ્યાના ગાળામાં  રોગીને શ્વાસની તકલીફ થાય છે તો  lungs ની વધુ પડતી ઊર્જા ના પ્રવાહ ના કારણે અને બપોરે ત્રણથી પાંચ વાગ્યાના ગાળામાં જો શ્વાસની તકલીફ વધે તો lungs ની ઓછી ઊર્જા ના પ્રવાહ ના કારણે તકલીફ થાય છે.

યિન અને યાંગની વધઘટથી શરીર ઉપર થતી અસર:

શરીરમાં યિન ઊર્જા વધે અને યાંગ ઊર્જા ઓછી હોય તો ઠંડક લાગે અને ત્વચા ઠંડી લાગે.

યિન ઊર્જા ઓછી હોય તો શરીરમાં આંતરિક ગરમી વધે.

યાંગ ઊર્જા વધારે હોય અને યિન ઊર્જા ઓછી હોય તો ગરમી લાગે અને તાવ આવે.

શરીરનો જૂનો હઠીલો અંદરનો રોગ યિન કહેવાય અને બહારનો તાજો ઉગ્ર રોગ યાંગ કહેવાય.

જો દર્દ વાળી જગ્યાએ એ દબાણ આપવાથી દર્દ વધે તો એ યિન છે અને દર્દ ઘટે તો યાંગ પ્રકૃતિનો રોગ છે. 

ક્રમશ:

 

 

 

 

  

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ