વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1


                  કારીગરી શબ્દોની..!



લેખન તો જો ને કેવી બેફામ જાદુગરી કરે છે

શબ્દોથી પ્રીતની અવનવી તસવીર સજાવે છે.


નજરમાં સમાયા સુવાળા સ્વપ્નોની માયા છે

કૈદ કરી એને પાને પાને એ ફોરમ સુવાસે છે.


કલમનો હવે તો એવો ગાંડો મોહ લાગ્યો છે

પ્રભુ શરણમાં મનડું આ દર્પણ ઉજાળ્યું છે.


ભીની રેતીથી એવી કાતિલ કારીગરી કરે છે

આ પગ પણ જો ને કેવું અનેરું નૃત્ય કરે છે.


સાગર લહેરે કેવો સુહાનો નાતો જોડ્યો છે

શ્વાસથી શ્વાસની જો ને પામર જીદ કરે છે.


યાદોની તરંગો ઝળકી કેવા હેમ ઝૂલા ઝૂલે છે.

ખુશીથી પ્રકાશિત થઈ આ જીવંત ડાયરી છે.


જયશ્રી બોરીચા વાજા






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ