વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શુભરાત્રી

ખરેખર તો છાતી ચીરીને બતાવવાના જમાના ગયા,

અહીં તો વાત સમજવા માટે પણ,

શબ્દોનો સહારો જોઈએ છે,

ક્યાં છે એ ભાવ કે

આંખોમાં રહેલા શબ્દોને વાંચે,

ક્યાં છે એ લાગણી કે,

શબ્દોમાં રહેલા દર્દને ઓળખે,

અહીં કહીને ભૂલી જવું,

ભૂલી ને છોડી દેવું,

છોડીને ભાગી જવું...

બસ આજ છે અને આજ જોયું છે.

ના એમાં તારો દોષ નથી,

કોઈએ કહ્યું હતું કે દીવાલોને કાન હોય,

કોઈ સાંભળે તમે કહે અને તું માને,

હું ક્યાં કોઈ એવો ન્યાયાધીશ છું,

તે તને દોષી કરાર આપું,

હું તો શૂક્ષ્મ છું, સાધારણ છું,

બસ શબ્દમાં બંધાયો હતો,

કેવું અદ્રશ્ય છતાં મજબૂત બંધન, નહિ !!

બહુ ગજબનું કેદ ખાનું છે આ,

તું નહિ સમજે....

અને સાચું કહું તો તું સમજે છે,

પરંતુ તકલીફ એ છે કે તું સમજવા નથી માંગતી,

હા ના સમજીશ...

તારી પણ કોઈ મજબૂરી હશે...

ના નહીં માંગુ ખુલાશા...

ખુલાશા આપવા પડે એવો સબંધ જ

હું સ્વીકાર તો નથી...

હતો, છે અને રહેશે એવું રાખ...

દુનિયાની નજરમાં નથી તો શું,

હૃદયમાં છે, મનમાં છે અને

શબ્દોમાં ધબકે છે...

ક્યારેક થાકી જઈશ ત્યારે,

કબરમાં એયને આરામથી,

આ ફાંની દુનિયાની ઝંઝટ મૂકી,

અગમ્ય સૃષ્ટિને પામવાની અભિલાષા સાથે,

એકલો જ તારા સ્મરણને વાગોળતો,

ચાલ્યો જઈશ...

મારા લખેલા અલફાઝ પછી તને કળશે,

પણ તું મને વિસરી ન જતી,

આ જન્મ જન્માતરના ફેરા તો રહેશે,

આજ ગયો છું તો કાલ ફરી પાછો,

શરીર બદલીને આ જ આત્મીયતાથી,

તારી સમક્ષ આવીને ઉભો રહીશ,

એ વાત અલગ છે કે

આપણે બંને એક બીજાથી અજાણ હશું,

પરંતુ હૃદયના ભાવ બહુ હોશિયાર છે,

એ મને અને તને ઓળખી જશે,

પરંતુ લુચ્ચા છે કહેશે નહિ...

લે હાલ બહુ કહી દીધું,

શું કરું આ તારી યાદ જોને,

રાતના 12 ના ટકોરે પણ મને છોડતી નથી...

ચાલ ચાલ બહુ મોડું થઈ ગયું છે,

ઊંઘવામાં અને પાછા ફરવામાં...

શુભરાત્રી....!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ