વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

પ્રથમ પ્રકરણ


"રત્ન કલા"


એક શિલ્પી જેમ પથ્થરને કોતરીને આબેહૂબ મૂર્તિ બનાવી આપે છે તેમ એક રત્નકલાકાર પણ નજરે ન દેખાય તેવા રત્નોને છપ્પન પેલ પાડીને ખૂબ સુંદર અને આકર્ષક ડિઝાઇન બનાવીને માર્કેટમાં સો ગણી કિંમતે વેંચાય છે એવા રત્નકલાકાર ભાઈઓની વાત છે.

એક નવો પ્રયાસ રત્નકલાકાર ભાઈઓની મનોદશા અહીં પ્રકાશિત કરવાનો મારો પ્રયત્ન છે આશા છે કે એનો સ્વીકાર કરશો


શુક્રવારની હીરાના કારખાને રજા હોવાથી મુકેશ ભાગવું રાખેલ વાડીએ ગયો હતો કારણકે ઇના બાપા મગનભાઈ આજે કાણે(લોકાયે) ગયા હતાં. એટલે મુકેશ વાડીએ ખાટલો ઢાળીને માવો(ફાકી) બનાવતો હતો ત્યાં


ટ્રીન..ટ્રીન.. ટ્રીન..ટ્રીન..


મુકેશ"હાલો કુંણ બોલસ"


મુકેશે હજુતો બે'દિવસ પે'લા જ ફોન હપ્તેથી લીધો હતો અને ફોનમાં રિંગ આવતા જ મુકો ખાટલેથી ઉભો થઈને વાડીના શેઢે ઉભો ઉભો તરાડું નાંખતો બોલ્યો.


ભરત"અલીયા નો ઓરખો હું ભરથ બોલું સું"


મુકેશ"બોલ બોલ ભરથ આ જોને નવો મુબાયલ લીધો ઇમા તારો નંમર નિકરી ગીયો"


ભરત"હું તારી રુમે આયો,તો ભાભી કે,તમારા ભય વાડીએ ગીયા સે"


મુકેશ"વાડીએ આવતો રે, અને રસકાનેય લેતો આવજે"


ભરત"પણ મે વાડી નથ ભાળી અને ઠેઠ નિયાં કિયારે આબવું"


મુકેશ"અલીયા આયા પડખે સે આઘી નથ ગઢડા રોડે ઓલી દૂધની દેરી નથ ન્યાથી વળી જાવાનું વાલભયની વાડી કે,વાની અને ચા લેતો આવજે ઓલ્યા ધનભયની હો"


ભરત"ઇ,હારું મુક આબુ સું"


રશીક અને ભરત ધનાભાઈ હોટલ વાળાને ત્યાંથી ચા પાર્સલ કરીને વાડીએ જવા નીકળ્યા રસ્તામાં ભરતે કહ્યું.


ભરત"રસકા તને ખબર સે મુકાએ નવો મુબાયલ લીધો ઇ,"


રશીક"ના કિયારે"


ભરત"ગરૂવારે ઇ,ને ઘડીક પોપય બનાવને મજા આવસે"


રશીકે ખિસ્સામાથી મોબાઈલ કાઢીને મુકેશને ફોન લગાવ્યો મોબાઈલમાં કોલર ટ્યુન વાગી 


'ઓડી જોઈ ન મારે ફરચૂર્ણ ગાડી

મને બનાઈ દે સાયબા તારી લાડી.


મોબાઈલમાં રિંગ આવતા જ મુકો બોલ્યો "એ...મુકો"


રશીકે તરત ફોન કાપી નાખ્યો

ભરત બોલ્યો


"કાં રસકા રીંગ ગઈ?"


રશીક"હા ઇ,કામમાં હોય ઇ,વુ લાગીયું તરત મને કી મુકો એટલે મે મૂકી દીધો"


એટલામાં તો દૂધની ડેરી આવી ગઈ અને સામે ખોડિયાર મંદિર પાસે પોલીસની ગાડી જોઈને રશીક બોલ્યો.


"અલીયા તારી હગી પોલીસની ગાડી ઉભીસ હવે"


ભરત"મુકો કે,તો કી દૂધની ડેરી પાહેથી વળી જાવાનું એટલે આ મારગ નીયા જ જાતો હીસે"


ભરત અને રશીક વાડીએ પહોંચ્યા અને પછી જે તેમની વાતો અને એક રત્નકલાકારોનું જીવન કેવુ હોય છે તમને જાણવા મળશે.

આમાં ભાષામાં ઘણો તફાવત જોવા મળશે કારણ કે અહીં કોઈ એક સમાજને નહિ રત્નકલાકારની વાત છે ઘણી જગ્યાએ તમને અલગ અલગ ભાષાંતર જોવા મળશે પણ એને સરસ રીતે વિસ્તારમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ


-----ક્રમશ------


કિશન એસ.શેલાણા(કાવ્ય)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ