વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1

"મેરે હમસફર"


આજ તારીખ પહેલી એપ્રિલ છે પહેલી એપ્રિલ એટલે.


એપ્રિલ ફૂલ બનાયા 

તો ઉનકો ગુસ્સા આયા

મેરા ક્યાં કસૂર જમાને કા કસૂર

જીસને એપ્રિલ ફૂલ બનાયા..


તો હા પહેલી એપ્રિલથી આ સફરમે ચાલુ કરી શોપિઝન ટ્રાવેલ્સ. 

શોપિઝન એક મોટું ખૂબ મોટું શહેર છે. એટલે મે વિચાર કર્યો કે લાવને હું ટ્રાવેલ્સ ચલાવું લોન કરવા માટે ઘટતાં ડોક્યુમેન્ટ આપ્યા. અને ખબર નઈ એમને મને કંઈ રીતે લોન કરી આપી પણ લોન પણ લોન કરી આપી. અને લકઝરી લીધી. ફાઈનાન્સર ઉમંગસર અને હાર્દિકસર પૂરો સહકાર આપીને તત્કાળ લોન કરી અને મે લકઝરી પહેલી એપ્રિલે શરૂ કરી.


પહેલું ગામ નઝર આવતું એટલે શોપિઝન શહેરથી પાંચ પેસેન્જરો ચડ્યા.

જયશ્રીબેન બોરીચા 

જયશ્રીબેને બોણી કરાવી બસ જોઈને બોલી ઉઠ્યાં "ખૂબ સરસ"

રીટાબેન શાહ નઝર ગામના વખાણ કર્યા "વાહ રે નજર સુપર"

રાજેન્દ્રભાઈ સોલંકી રાજુકાકાને જોઈને હું બોલ્યો "આવો આવો અંકલ કેમ છો મજામાં"

રાજુકાકા "વાહ સરસ તે ચાલુ કરી એમને આ બસ"

મે સામે ઉત્તર આપ્યો "હા કાકા"

દીપતિબેન પટેલ"ખૂબ સરસ" કહીને ગોઠવાઈ ગયા.

હીનાબેન દવે "મસ્ત"


મે ધીરેધીરે બસને વેગ આપ્યો અને રાજુકાકા બોલ્યા અલ્યા કઈક વગાડને મે તરત રેકોર્ડ ચાલુ કર્યું...


હમ સફર મેરે હમ સફર

પંખ તુમ પરવાજ હમ

જિંદગી કા સાજ તુમ

સાજ કી આવાજ હમ..હમ સફર મેરે.

હમ સફર મેરે હમ સફર

પંખ તુમ પરવાજ હમ

જિંદગી કા ગીત તુમ

ગીત કા અંદાઝ હમ...હમ સફર મેરે.


નઝર આવતાં જ દીપ્તિબેને સીટ ખાલી કરી અને કન્ડકટરને કહ્યું.

"ભાઈ અહીં રાખજો"

કન્ડકટરે બેલ માર્યો મે ઘમ...કરતી બ્રેક મારી દીપ્તિબેન સીધા જયશ્રીબેન સાથે ધડામ કરતા ટકરાયા જયશ્રીબેન બોલ્યા. "ધીરેથી બસ વાળો ક્યાંય ભાગી નઈ જાય"


દીપ્તિબેન ખિજાયાં અને બોલ્યા.

"ધ્યાન રાખીને બ્રેક માર ભાઈ"


રાજુકાકાએ દીપ્તિબેનનો પક્ષ લેતા બોલ્યા. "અલ્યા રબડી શું ઉતાવળ ફાટી પડી છે"


મે રાજુકાકાને સોરી કહીને સાઈડમાં બસ ઉભી રાખી.


કન્ડકટર બોકારા કરીને સાદ પાડતો હતો.

"હાલો અંજાન..અંજાન.."


ત્યાં તો એક ફેરિયો ચડ્યો. "એ...સીંગ...ખોરીસીંગ ભીસ્કુટ હાલો ખારા ભીસ્કુટ"

એમ સાદ પાડતો પાડતો રાજુકાકાને આગળ જઈને. "જોરથી બોલ્યો એ...બાલાજીની વેફરરર. લઈ લ્યો કાકા વેફરરર"


"અલ્યા બંધ થા ને ક્યારનોય બોકારા કરે છે આમા તને લાગે કોઈ વેફર લેશે એક તો મુલગા ચાર પેસેન્જર છે એમા તો આખી બસ માથે લીધી" રાજુકાકા ઉશ્કેરાઈને કહ્યું.


ફેરિયો "સોરી સોરી કાકા અમારી કાયમની ટેવ હોય"


નઝરથી નવા પેસેન્જરો ચડવા લાગ્યાં.

સોલંકી જીગ્નેશભાઈ,જ્યોતિન્દ્રભાઈ મહેતા,ભાર્ગવિબેન પંડ્યા.


હું માવાની પિચકારી મારતા બોલ્યો. "એય જે.ડી.સા,બ કેમ છો મજામાં"


જ્યોતિન્દ્રભાઈ મહેતા પોપટિયા રંગનો ઝભ્ભો પહેરીને ખબ ખબ બસમાં ચડતાં જ બોલ્યાં. "લે આલે આતો રબડી અલ્યા ધ્યાન રાખજે હો"


ક્રમશ:


કિશન એસ.શેલાણા(કાવ્ય)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ