વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2




        ચિત્રા અને તેના રહસ્યો ની દુનિયા. આપણે જોયું કે ચિત્રાને નાની-નાની ઘટનાઓ અંગે પુર્વભાસના અનુભવ થાય છે. કંઇક અદ્રશ્ય શક્તિના બળના પ્રભાવે તેને આગળની ઘટના અંગે સંકેતો થવા લાગે છે.


        ચિત્રા અને પલાશ કોઈ બિઝનેસ ડીલ માટે કેનેડા આવ્યા છે. ને પાછા નીકળવાના છે ત્યાં શનિવારે રાત્રે જ ચિત્રાના રૂમમાંથી ચીસનો અવાજ આવે છે અને પલાશ બેઠો થઈ જાય છે.


        સગવડના ભાગરૂપે રહેલા બંને રૂમ વચ્ચેના ઇન્ડોર દરવાજાથી પલાશ સીધો ચિત્રાના રૂમ તરફ જાય છે. લાઇટ ચાલુ કરે છે, ત્યાં ચિત્રા ફરીથી ચીસ પાડે છે. પલાશના રુવાડા ઉભા થઇ જાય છે, આવી ભયંકર ચીસ ચિત્રા પાડી શકે તેવું માનવામાં જ નથી આવતું. તે ઝડપથી લાઈટ ચાલુ કરી ચિત્રા પાસે જાય છે. લાઈટ ચાલુ થતા ચિત્રાનું લાકડા જેવું શરીર જોઈ પલાશ ડરી જાય છે. ફટાફટ તેને હલાવવા લાગે છે.


" ચિત્રા શું થાય છે?"


             ચિત્રાના અધખુલ્લા મુખ પર ધ્યાન જાય છે. તેમાં જીભ દાંત વચ્ચે આવી જતાં લોહી નીકળવા લાગ્યું હોય છે .પલાશનું મગજ સુન્ન થઈ જાય છે. શું કરવું ખબર નથી પડતી .ફટાફટ હોટલના મેનેજરને ફોન કરી ગાડીની વ્યવસ્થા કરાવે છે અને ચિત્રાના કપડાં વ્યવસ્થિત કરી હોસ્પીટલ જવાની તૈયારી કરે છે.


            આખા રસ્તે ચિત્રા જાણે જીવતું જાગતું આત્મા વિનાનું નિશ્ચેતન શરીર..... આંખો ખુલી છે પણ ભાવ નથી, શરીર ઠંડુ..... જાણે કોઇને ઓળખતી જ નથી.

હોસ્પિટલે પહોંચી તત્કાલીન ઇન્જેક્શન અને બાટલાની અસરથી ઊંઘી જાય છે. અને પલાશ તેના પગ પાસે બેસી જલ્દી સારી થઈ જાય તે માટે ઈશ્વરને મનાવવા લાગે છે. અચાનક એને કંઈક યાદ આવતાં રૂમની બહાર નીકળી પપ્પાને ફોન લગાડે છે.


"હેલ્લો પપ્પા પલાશ બોલું છું."


"કેમ બેટા અત્યારે તો ત્યાં રાત છે ને? કંઈ જરૂરી કામ? બધુ બરાબર તો છે ને?"


"વાત જ કંઇક એવી છે પપ્પા"


પલાશ સવારથી લઈને અત્યાર સુધીની ચિત્રા સાથેની બનેલી બધી જ ઘટનાઓથી પપ્પાને વાકેફ કરે છે અને ટ્રીટમેન્ટ પૂરી થઈ ગયા પછી જ પોતે બંને જણા ઇન્ડિયા આવશે તેમ કહે છે.


પલાશના પપ્પા શ્રીધરભાઈ પણ પલાશની વાતથી સહમત થઈ જાય છે .અને જરૂરી સૂચનાઓ આપી કંઈ જરૂર હોય તો મદદ કરવાની તૈયારી બતાવે છે.


પલાશ ફોન મૂકી ફરીથી ચિત્રા  બાબતે ડોક્ટર સાથે વાત કરવા જાય છે.


ડોક્ટરના કહેવા પ્રમાણે ચિત્રાને એવી કોઇ ગંભીર બિમારી નથી અને તેવા કોઈ લક્ષણ પણ નથી પરંતુ કદાચ કામના ભારણને કારણે મગજમાં આંચકી જેવું આવી  ગયું હોય તેવું જણાવે છે. આ સાથે સાથે આ કોઇ મનોવૈજ્ઞાનિક ડો.ને બતાવવાનું પણ કહે છે.


પલાશ રવિવારે જ આ કોઇ મનોવૈજ્ઞાનિક ડો.નો સંપર્ક સાધવાનું વિચારે છે.


વહેલી સવારે ચિત્રા આંખો ખોલે છે અને જાણે કોઈ નવી દુનિયામાં આવી ગઈ હોય તેમ આશ્ચર્યથી પલાશ સામે જુએ છે.


"પલાશ હું ક્યાં છું?"


"કેમ મારું માથું ભારી ભારી લાગે છે?."


પલાસે આસાનીથી વાત વાળી લીધી,"તને રાત્રે ચક્કર જેવું આવી ગયું હતું તો હું સીધો ગભરાઈને તને હોસ્પિટલે લઇ આવ્યો. ડોક્ટરે કહ્યું કે ચિંતા જેવું નથી આપણે હમણાં એક બે કલાકમાં પાછા જઈએ છીએ."


"ઓકે, પણ પલાશ મારે હમણાં ઇન્ડિયા પાછા નથી જવું."


"હમણાં ઉતાવળ પણ નથી, મેં આપણી ટિકિટ બે વીક પાછળ કરાવી દીધી છે'


"મને પણ એવું લાગે છે કે ઈશ્વરે મને કંઈક ઉદેશ્યથી કેનેડા બોલાવી છે."


હોટેલ પર પહોંચી બે-ત્રણ કલાક આરામ કરી ચિત્રા સ્વસ્થ થઈ જાય છે, તે સામેથી જ પલાશને કહે છે.


" પલાશ મારે એક જગ્યાએ આજે જવાનું છે તું આવીશ મારી સાથે?"


"નહિ ચિત્રા અત્યારે ફક્ત આરામ કરવાનો છે કામ બધું પછીથી થઈ  જશે."


"આ પણ મહત્વનું છે મારા માટે. મેં કાલે સાંજે હોટેલ પર આવીને મિસ્ટર સચદેવ  મનોવૈજ્ઞાનિક ડો. છે તેની અપોઇન્ટમેન્ટ લીધેલી છે સવારની .મારે બસ ખાલી તેમને એક વાર મળવું છે."


પલાશ માટે ફરી આશ્ચર્યની વાત..... પરંતુ આ વખતે તે ચિત્રાની આ વાતથી ખુશ થયો કેમકે ચિત્રાને ડૉક્ટર પાસે લઈ જવા માટે તૈયાર નહીં કરવી પડે કોઈ બહાનું નહિ બતાવવું પડે.


"જેવી તારી મરજી. અત્યારે આરામ કર હું તને લઈ જઇશ."


પલાશ ચિત્રાને આરામ કરવાનું કહી પોતાના રૂમમાં જાય છે અને ડોક્ટર સાથે થયેલી વાતચીત શ્રીધરભાઈને જણાવે છે.


"પપ્પા હું ચિત્રાને આજે આપણા ભારતના જ ડોક્ટર છે તેમની પાસે લઈ જાઉં છું, પછી આગળ જોઇએ શું ટ્રીટમેન્ટ થાય છે?"


"ચિત્રાની તબિયત સારી હોય તો પછી તું એને ભારત જ લઈ આવ ને... આપણે અહીં જ કોઈ ડોક્ટર સાથે કન્સલ્ટ કરશું"


"જોઈએ પપ્પા હું એક-બે દિવસમાં તમને કહું છું."


          અને ભારતમાં એસી રૂમમાં બેઠેલા શ્રીધરભાઈ ને પરસેવો વળી ગયો. અને આ પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળવું તે વિચારી રહ્યા....  ચિત્રાના બાળપણને લગતી કેટલીક અસામાન્ય ઘટનાઓ યાદ કરીને જેમ બને તેમ સત્ય થોડો સમય પાછળ ઠેલાઈ જાય તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા....


શું છે ચિત્રાના જીવનનું રહસ્ય?


શા માટે શ્રીધર ભાઈ તે રહસ્ય પાછળ ઠેલાઈ જાય તેમ ઈચ્છે છે?


શું હજી શરૂઆત જ છે ચિત્રાના અસામાન્ય ભવિષ્યની?


મળશું અને જાણશું આવતા ભાગમાં.....


(ક્રમશ)

     



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ