વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી વહુ

રમીલાબેન: "શીલાબેન, તમારી વહુ શીતલ તો બહુ સારી છે, જોવો ને ઘડીકમાં કેવો સરસ નાસ્તો બનાવી દીધો અમારા માટે અને બધું કામ પણ જાતે કરે છે કે કામવાળી છે?"


શીલાબેન: "હા બહુ સારી જ છે વહુ તો મારી, મેં તો એને મારી દીકરી જ માનીને જ રાખી છે, રસોડાનું કામ આપ્યું છે બસ સારું બનાવીને જમાડે બીજું બધું કામ તો કામવાળી કરી જાય."


રમીલાબેન: "સારું કહેવાય મારી વહુ ને તો એક કામ આપ્યું હોય તોય વાંધો પડે બધું મારે જ કરવું પડે છે, ચાલો ત્યારે હું જવું મારે રસોઈ કરવાની છે તો પછી આવીશ."


શીલાબેન: "હા ચોક્કસ આવજો રમીલાબેન."


શીલાબેન: "શીતલ ક્યાં મરી ગઈ આ કપડાં વાસણ તારી માં કરશે."

©Niks ???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ