વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કામવાળી

"આ મહિનામાં તું માત્ર ચાર જ દીવસ આવી છો, હા મને ખબર છે લોકડાઉન હતું એટલે, પણ આખા મહિનાનો પગાર કેવી આપું તને? તારા વરનો ધંધો બંધ છે, એમાં હું શું કરું ! એમ કંઈ વધારાના પૈસા નથી મારી પાસે સમજી! મગજમારી ન કર ચાલ કામ ચાલુ કરી દે, નહીં તો આ મહિનાનો પગાર પણ નહીં આપું." મેઁ ગુસ્સે થતાં એકવીસ દિવસ પછી કામ પર આવીને મહિનાનો પગાર માંગતી મારી કામવાળીને કહ્યું.
એ ચુપચાપ કામે વળગી. હું મારી જ પૈસા બચાવવાની હોશિયારી પર પોરસાઉં ત્યાં ઘરનો લેન્ડ લાઈન રણક્યો. ફોન ઉપાડીને વાત કરતાં જ મારા ચહેરાનો રંગ ઉડી ગયો. મારા બોસ મિ.પરીખનો ફોન હતો.
" અરે ! પણ એમ કેમ કરી શકો તમે પરીખ સાહેબ, લોકડાઉન હતું . મેઁ કંઈ રજા નહોતી પાડી ! એમ કેમ તમે પગાર કાપી શકો? અને હું તો બેન્કની રેગ્યુલર એમ્પ્લોયી... બોલતા બોલતા મને ગુસ્સો આવવા લાગ્યો,મનમાં ઘરખર્ચના હિસાબો આવવા લાગ્યા. જો પગાર ન આવે તો શું હાલત થાય! પણ પરીખ પોતાની વાત પર મક્કમ હતો.

મેઁ પણ પીછેહઠ નહીં કરવી અને મારો હક ગમે તે ભોગે લેવો એવા જુસ્સાથી કહ્યું "જુઓ સર તમે આવું કરશો તો અમે હડતાલ... .." પરંતુ થોડી જ ક્ષણો પહેલા મેઁ જ કામવાળીને કહેલા શબ્દો યાદ આવ્યા, અને અત્યારે પરીખ સાહેબની સામે હું કામવાળી બનીને ઊભી હોઉં એવું દ્રશ્ય દેખાવા લાગ્યું. હું આગળ કંઈ બોલી ના શકી અને મારા હાથમાંથી રીસીવર પડી ગયું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ