વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

પ્રસ્તાવના -: મિત્રો અમારા રણમાં વસતા અગરીયા પરીવારોની વાસ્તવિક કઠીન જીવનનો   અને રણનો સચોટ ચિતાર આપી કાલ્પનીક પાત્રો સાથેની વારતા હાલની રણની વાસ્તવિક પરીસ્થિતી સાથે સમન્વય કરી પ્રથમવાર હુ લખવાનો પ્રયાસ કરુ છુ. રણજીવનની આ પ્રણયકથા વાંચીને ખુબ જ આનંદ આવશે  આપને અને નવીન જાણકારી પણ વાચકોને મળશે.

☀☀☀☀☀ 


રણની કાજુડી અને શહેરી નયનનો પ્રણયરંગ????   

         ---------****----------
                   કચ્છનાના નાના રણની નિર્જન ધરતી પર વાતી ગરમ લૂ. અને ખારી ધુળની વચ્ચે એક શહેરી પરીવારની મોંધી ગાડીમાં સુહાની સફર ચાલુ હતી. એસી પણ જાણે ગરમીના પ્રભાવથી ઓછી ઠંડક આપતુ હતુ.

           

માતા રીટાબહેન અને  પિતા પ્રિયકાંત પાછળ બેઠા થાકીને  આરામ કરતા હતા, ને જુવાન પુત્ર નયન આગળ બેસી અફાટ વેરાન રણનો નજારો જોઇ રહ્યો હતો. ડ્રાઇવર પણ રણમાં મીઠુ લેવા આવતી ગાડીઓ અને ટ્રેકટરના પાડેલ ચીલા પર સ્પીડમાં ગાડી દોડાવતો હતો. પાછળ ધુળની ડમરીઓ ઉડતી હતી. અદભુત નજારો હતો.

             

                    ક્યાંક હાઇવે જેવો રોડ આવતો તો ક્યાંક મોટા ગડારા આવતા તરત બ્રેક મારવી પડતી હતી.
       એવામાં દુર સાત આઠ ઘોડા જેવા દેખાતા (ઘુડખર) જંગલી ગધેડા ઝુંડમાં રણમધ્યે દેખાયા.

        ગાડી નજીક પહોચતા અચાનક ભડકીને ટોળુ ભાગ્યુ. ગાડીની આગળ જ દોડતા હતા. સાઇઠની સ્પીડે દોડતી ગાડીને પણ જાણે આ ઘુડખર હંફાવતા હોય તેવુ લાગ્યુ.
આ ઘુડખર તો રેસ લગાવતા હોય તેમ ગાડી સાથે દોડતા જ રહ્યા નયનના પિતા પ્રિયકાંત તો આનંદિત બની ગયા આ ઘુડખર જોઇને.

         અચાનક ઘુડખરની આગડ નીકળી જવાની લ્હાયમાં ડ્રાઇવરે સારા રસ્તાનો ચીલો છોડી દેતા મોટા ગડારામાં ગાડી પટકાઇ.
"ઓહ નો..ડ્રાઇવર સાચવ" નયને બુમ પાડી અને તરત જ ગાડી બંધ થઇ ગયી.

            વિકટ પરીસ્થિતી હવે પેદા થઇ.બહાર અસહ્ય તાપ અને ગરમ લૂ વાતી હતી. સાજા માણસને થોડીવારમાં બિમાર પાડે તેવુ ગરમ વાતાવરણ હતુ

     

    નયનના મમ્મી રીટાબહેન બોલ્યા " અરે.. ભગવાન.! આ ગાડી પણ આવા સમયે જ બગડી. બેટા હવે શુ થશે?"
પ્રિયકાંતે પત્નીને આશ્વાસન આપતા કહ્યુ "તમે ચિન્તા ન કરો નવી જ ગાડી છે ઠીક થઇ જશે ..
   અરે ડ્રાઇવર... " જરા જોતો શુ તકલિફ છે?
       નયન અને ડ્રાઇવર ઉતરી ગાડીનુ બોનેટ ખીલે છે તો ગરમ થઇ ધુમાડા નિકળતા હતો. રેડિયેટરમાં પાણી નાખવાનુ ભુલ્યો હતો. રેડિયેટર લિક થતા પાણી બહાર નિકળતા ગાડી હિટ મારી ગયી હતી.  હવે ગાડીને હાલ ચાલુ કરી શકાય તેમ ન હતી. એસી બંધ થતા હવે ગાડિમાં પણ રહી શકાય તેમ ન હતુ. અને વળી દુર દુર સુધી નજર પહોચે ત્યાં નિર્જન રણ અને ઝાંઝવાના નિર દેખાતા હતા. ગાડી ઠંડી કરવા પીવા માટેનુ નાનો કેરબો પાણી અંદર નયને છાંટયુ. ધુમાડો નીકળતો હવે બંધ થયો. પણ પાણી અંદર ન હોવાથી ગાડી હીટ મારી ગઇ હતી. હવે ફક્ત એક બોટલ પાણી ને બે કોકોકોલાની બોટલ જ બચી હતી. બધા ગાડીની બહાર આવી ગાડીના ટુંકા છાંયડામાં લપાઇને પરસેવે રેબઝેબ થતા ઉભા હતા. સૂર્યનારાયણ આજ જાણે અગનગોળા વરસાવતા હોય તેવુ લાગતુ હતુ.

હવે તો ભગવાન કરે ને ગાડી ચાલુ થાય એજ એકમાત્ર આશા હતી. આ વેરાન રણમાં મદદે કોઇ આવે તેમ ન હતુ મોબાઇલ પણ નેટવર્કના અભાવે ડબલુ બની ગયા હતા.
અરે બેટા નયન આ તરફ જો તો ..! પ્રિયકાંતભાઇએ આંગળી ચિધતા કહ્યુ " પેલી તરફ ઘુડખર છે ત્યાં જરાક સુકી વનસ્પતિ હોય તેમ લાગે છે. મે દુરબિનમાં જોયુ તો ત્યાં કોઇ સાયકલ ચલાવતુ દેખાયુ"

  

  હાઉ કેન ધીસ પોસીબલ પાપા..? નયન અચરજ પામતાં બોલ્યો " પાપા કદાચ તમારો વહેમ હશે.. આવા બપોરના સમયે સાયકલ કોઇ કેવી રીતે ચલાવી શકે?
       ડ્રાઇવર કહે "કદાચ આ રણમાં મીઠુ પકવતા અગરીયા હોઇ શકે."
    નયન કહે " હા મારા ભણવામાં આવતુ અને મારે રણનો પ્રોજેકટ પણ આ અગરીયા વિશે કરવાનો છે "
       મમ્મી તને ખબર છે? નયન ચિંતિત બનેલ રીટાબહેનને વાતે વાળવા બોલ્યો " આ અગરીયા ખુબ જ કઠીન જિવન જીવે છે. રણના બળબળતા બપોરે પણ મજૂરી કરતા હોય છે. તેમનો આખો પરીવાર રણમાં રહે છે. શિક્ષણ અને અનેક સુવિધાઓથી વંચિત હોય છે. 
     અરે. બાપ રે.. ! રીટાબેન બોલ્યા.. બિચારા આવી ગરમી વચ્ચે રણમાં કેમ જિવતાં હશે?
  પ્રિયકાંત ભાઇ મલકાઇને ઉપર જોઇ બોલ્યા " જેનો કોઇ સહારો ન હોય તેનો ભગવાન સહારો હોય છે."

  દુરબીન પકડી જોતા નયનને પણ સામે સુકી વનસ્પતીમાં સાયકલ  દેખાયી. આ જોઇ તરત નયન બોલ્યો " પિતાજી આપની વાત સાચી હતી કોઇક મને પણ ત્યાં દેખાયુ. આપ અહિ રહો હુ ત્યાં જઇ તપાસ કરી આવુ." કહી નયન ચાલ્યો એ તરફ..

  રીટાબહેન ચિતિંત સ્વરે બોલ્યા "બેટા સાચવજે પેલા ઘુડખર મારે નહી તને તે જોજે"
   પ્રિયકાંતભાઇ ખડખડાટ હસી પડ્યા. પછી હસતા હસતા કહે " અરે રીટા ડાર્લિંગ એ ઘુડખર તારી જેમ સામે શિંગડા ના ભરાવે. એ મારા દિકરા નયન જેવા ડાહ્યા ડમરા છે????
     રીટાબહેન સાડીના પાલવથી પરસેવો લુછતાં બોલ્યા "શુ તમે પણ ડ્રાઇવર સાંભડશે તો.. અને આવા વસમા સમયે મજાક સુઝે છે તમને? "

      સુરજ દેવ તીરની જેમ સીધા તેજ કિરણો રણની રેત પર વરસાવતા હોય તેવી ધગધગતી રેતી બની હતી. પાણીની તરસ ગરમીન લિધે વારંવાર લાગતી સદાય એસીમાં રહેવા ટેવાયેલ સુંદર ગોરી ત્વચાવાળા રીટાબહેન તો ગરમી સહન જ કરી શકતા ન હતા.
          આ તરફ નયન ગરમ રેતમાં ચાલતો હતો નજીક દેખાતુ એ સુકી વનસ્પતીવાળુ સ્થળ તો દુર જ ખસતુ જાતુ હોય તેમ લાગતુ હતુ. પોતાની સાથે લઇ ગયેલ નાની પાણીની બોટલ પણ ખલાસ થઇ ગયી. થાક પણ લાગ્યો હતો  પણ જુવાન અને મક્કમ મનનો મજબુત બાંધો હોવાથી ચાલતો રહ્યો. હવે તો તે સ્થળ આંખો સામે દેખાયુ. નયનને ખુશી થઇ સુકી વનસ્પતી અને લીલા બાવળ પણ દેખાયા. નયને વિચાર્યુ " બાવળનો  છાંયડો હશે ત્યાં  જઇ ઘડીક આરામ કરીશ"

          

રણમાં છાંયડો પણ મીઠો મધુરો ને વહાલો લાગે.
જેમ નજીક ગયો તેમ કોઇ ખખડાવતુ હોય તેવો અવાજ સંભળાયો. નયન સચેત બની ગયો. તેને જોઇ ઘુડખર  ચમકી ભાગવા લાગ્યા.

        હજી નજીક જાતા બે ત્રણ બાળકો ગીત ગાતા હોય  કાંઇક ખખડાવી તેમ લાગ્યુ. નયન નજીક જ હતો પણ બાવળની ઝાડીનાં છાંયલે તે કદાચ બેઠા હતા તેથી નયનને જોઇ શકતા ન હોય. સાવ થોડુ જ અંતર રહ્યુ નયન સાવચેત બની જોવા જ પાસે જતાો હતો. ત્યાં એક સુંમધુર  અવાજ કોઇ કન્યાનો સંભળાયો
            ????????????
     " હે વાગ્યો રે આજ વાગ્યો રે ઢોલ
       મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ"
       મોડુ થયુ રે આજ મોડુ રે થયુ
        મારા પિયુને આવતા મોડુ થયુ"
                    ????????????????             

               નયન ત્યાં ગયો ને નયનને જોતા જ જાણે તેમના  રંગમાં ભંગ પડ્યો હોય તેમ બધા સજ્જડ  થઇ ગયા. જીભ જાણે સિવાઇ ગયી.

             --------ક્મશ:---

વધુ આવતાં અંકે ભાગ -૨  

જરુર વાંચો, 

 -રણપરી કાજુડીની નયન સાથે મુલાકાત



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ