ડાર્ક સિક્રેટ
"પ્રોફેસર.... પ્રોફેસર જેકબ... "
દૂર દૂર થી આવતો અવાજ તેને ઢંઢોળી રહ્યો હતો. કૂતરાંઓના રડવાના અવાજથી બિહામણા બનેલા વાતાવરણમાં પ્રોફેસર જેકબને દબાયેલા અવાજે બોલાવી રહેલો સ્ત્રી અવાજ ડરનો વધારો કરી રહ્યો હતો.
તેણે આંખો ખોલી. પણ હજુ સંપૂર્ણ જાગૃતિ આવી નહોતી. તેનું શરીર તેને સાથ આપવા સક્ષમ નહોતુ. તેણે ચારે બાજુ નજર ફેરવી. ઘાસફૂસ અને ઝાડી ઝાંખરા વાળો વિસ્તાર લાગતો હતો. તેણે કાન સરવા કર્યા. લાગ્યું જાણે થોડે દૂર મુખ્ય રસ્તો પસાર થતો હશે, જેના પરથી કોઈ ભારે વાહન ધીમી ગતિએ પસાર થતુ હોય એવો અવાજ આવતો હતો. કૂતરાંઓના અવાજ મા શિયાળવાની લાળી એકરૂપ થઈ રહી હતી. તેણે અનુમાન લગાવ્યું કે નજીકમાં જ માનવ વસ્તી હોવી જોઈએ. સાથે જ શિયાળ નો અવાજ જંગલની હાજરી પુરાવતો હતો.
થોડીક કળ વળી એટલે તે ઊભો થયો. લંગડાતી ચાલે તે મુખ્ય સડક સુધી પહોંચ્યો. તેને લાગ્યું કે કદાચ, કોઇ ચાલુ વાહનમાંથી તે બહાર ફેંકાઇ ગયો હતો.... કે કોઇએ ફેંકી દીધો હતો? તેણે યાદ કરવાની કોશિશ કરી, પણ કશું જ યાદ ન આવ્યું. ફરી એ જ દબાયેલો સ્ત્રી અવાજ સંભળાયો. તેને લાગ્યું, એ અવાજ... કદાચ... તેની માટે જ હતો. તેણે ધ્યાન થી સાંભળ્યુ... પ્રોફેસર જેકબ... હા, આ તેનું જ નામ હતું.
અચાનક માથામાં એક સણકો ઉપડ્યો. ગરદનની ઉપર, માથાના મૂળમાં સખત દુઃખાવો ઉપડ્યો. તેનાથી રાડ પડાઇ ગઇ. અવાજ ની દિશા પકડી તેણે રસ્તાની ધારે ધારે ચાલવા માંડ્યું. તેના પગ કરતાં તેનુ મગજ વધુ ઝડપે દોડતુ હતું. તેણે યાદ કરવાની કોશિશ કરી, પણ વ્યર્થ. માત્ર બે જ શબ્દો મગજમાં પડઘાતા હતા, 'પ્રોફેસર જેકબ '... બસ, બીજું કંઈ જ યાદ નહોતું.
અડધી રાત્રે ચંદ્ર ના આછા પ્રકાશમા ચાલતા અચાનક ઠોકર વાગી. તે ફરી ગડથોલિયુ ખાઇ ગયો. મહામહેનતે પોતાની જાતને સંભાળી તે ફરી એ જ જગ્યાએ આવ્યો. જોયું, તો ત્યાં કોઈ વ્યક્તિ ઊંધા મોઢે પડી હતી. તેણે એને હલબલાવી નાંખ્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન થઈ. તેણે એ વ્યક્તિને મહામહેનતે પલટી અને ફરી એક આંચકો લાગ્યો. તે વ્યક્તિ મૃત હતી. અને તેનો ચહેરો...
આ ચહેરો તેને ખૂબજ જાણીતો લાગ્યો, પણ તેનુ નામ યાદ ન આવ્યું!તેણે ત્યાં જ ગોઠણભેર બેસીને યાદ કરવાની કોશિશ કરી. ખૂબ જોર આપ્યું મગજ પર, પણ બધું જ ખાલીખમ... સહસા એક હાથ તેના ખભે મૂકાયો અને કાનની એકદમ નજીક એ સ્વર અનુભવાયો...
"પ્રોફેસર! "
તેણે હળવેકથી પાછળ જોયું. એ સુંદર યુવતી તેનેજ બોલાવતી હતી. પરંતુ, તે તેને ઓળખી ન શક્યો. યુવતી તેની મથામણ સમજી ગઈ. તેણે મોબાઈલ થી પોતાનું લોકેશન કોઈને મોકલ્યુ અને સ્મિત સાથે આદેશ આપ્યો,
"ચાલો મારી સાથે. "
ખબર નહિ શું સંમોહન હતું એ અવાજમાં! પ્રોફેસર એ યુવતી સાથે ચાલવા માંડ્યા. યુવતી એ પ્રોફેસર નો હાથ પકડ્યો અને રસ્તાની વચ્ચોવચ જઇને ઉભી રહી. સામેથી આવતી ગાડી ની હેડલાઇટના પ્રકાશમાં પ્રોફેસર ની આંખો અંજાઈ ગઈ. ગાડી બરાબર તેમની પાસે આવીને ઉભી રહી. તે યુવતી હાથ પકડીને પ્રોફેસર ને એ ગાડીના પાછળના ભાગે લઈ ગઈ. હવે પ્રોફેસર ની આંખ ટેવાઈ ગઈ હતી. તેમણે જોયું તો તે એક મોટી એમ્બ્યુલન્સ વાન હતી. યુવતી ના કહેવાથી પ્રોફેસર અંદર બેસી ગયા. યુવતીએ દરવાજો બંધ કરી દીધો. પાંચેક મિનિટ બાદ ફરી દરવાજો ખૂલ્યો અને બે વ્યક્તિ પેલી ડેડબોડી ને અંદર સૂવડાવી ગયા. ફરી દરવાજો બંધ થઈ ગયો અને એમ્બ્યુલન્સ દોડવા માંડી.
માથામાં અસહ્ય દુખાવો થતા પ્રોફેસરે આંખ બંધ કરી દીધી. ઘણી કોશિશ છતાં કશું જ યાદ આવતુ નહોતુ. એજ ગડયથલમા તેમને ઊંઘ આવી ગઈ.
ફરી એ જ યુવતી નો અવાજ સંભળાયો. તે પ્રોફેસર ને બોલાવી રહી હતી. પ્રોફેસર સફાળા બેઠા થઈ ગયા. જોયું તો એમ્બ્યુલન્સ ને બદલે રૂમમાં હતા. તેમણે એક સરખી પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી...
"હું... હું અહિ ક્યાથી? પેલી એમ્બ્યુલન્સ... પેલી બોડી... ઓહ માય ગોડ! એ કોણ હતું? તમે કોણ છો? હુ... હુ કોણ છુ? "
પ્રોફેસર બોલતા બોલતા બેડ પરથી ઉભા થઈ ગયા. ફરી માથામાં સણકો ઉપડ્યો. તેમણે બે હાથ વચ્ચે માથુ દબાવી દીધું. એકાએક તેમની નજર સામેના કાચ પર પડી અને તે ચમકી ગયા.
"ઓહ માય ગોડ! મારો ચહેરો... "
પ્રોફેસર બોખલાઈ ગયા. તે પોતાના જ ચહેરા પર હાથ ફેરવી, અરીસા સામે ચકાસણી કરવા માંડ્યા. તેમને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો બેસતો. આ તો એવો જ ચહેરો... પેલી બોડી જેવો!!!
તેણે આશ્ચર્ય થી એ યુવતી સામે જોયું. તે યુવતીના હોઠ મરક મરક થતા હતા. તે બસ એટલું જ બોલી,
"ચાલો, કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. "
પ્રોફેસર તેની પાછળ દોરવાયા. બંને જણ એ વિશાળ રૂમમાંથી બહાર નીકળી ડાબી તરફ વળ્યા. પ્રોફેસરે નોંધ્યું કે એક લાંબી લોબીની બંને બાજુ લાઇનસર બંધ દરવાજા હતા. કદાચ એ બધા પણ એવાજ લક્ઝુરીયસ રૂમ હશે. લોબીના બીજા છેડે લિફ્ટ હતી. પ્રોફેસર એ યુવતી સાથે એમા પ્રવેશી ગયા. લિફ્ટ મા તે યુવતી એ - 4 નુ બટન દબાવ્યુ. પ્રોફેસર ઇન્ડીકેટર પર આંકડ જોતા રહ્યા...
13, 12, 11,..... 3, 2, 1, G, - 1, - 2, - 3, - 4...
લિફ્ટ ની બહાર નીકળતા જાણે કોઇ નવીજ દુનિયામાં આવી ગયા હોય એવુ લાગ્યુ.... મશીનોની દુનિયા! તે એક વિશાળ લેબોરેટરી હતી. ચારે બાજુ રોબોટ જુદા જુદા કામ કરી રહ્યા હતા. પ્રોફેસર આશ્ચર્યપૂર્વક જોતા જોતા તે યુવતી ને અનુસરી રહ્યા હતાં.
"વેલકમ બેક. "
એ અવાજે તેમને અંદર સુધી ધ્રુજાવી દીધા. આ તો એજ અવાજ હતો જે વારેવારે તેમના કાનમાં પડઘાતો રહેતો હતો. જ્યારથી બેહોશી ઓસરી, સતત કોઇનો અવાજ કાનમાં ઘુમરાતો હતો... કમ બેક. આઇ એમ વેઇટિંગ. તેમણે અવાજ ની દિશા તરફ જોયું તો એક ઓટોમેટિક ડોર પાછળ થી એક ઓટોમેટિક વ્હીલચૅર બહાર આવી રહી હતી. એની પર સફેદ કોટ પહેરેલી એક વ્યક્તિ બેઠી હતી. તેના મોઢા પર પણ સફેદ માસ્ક હતો. તેણે જાતેજ વ્હીલચૅર ઓપરેટ કરીને પ્રોફેસર જેકબ પાસે આવીને ફેસ પરથી માસ્ક હટાવ્યો. પ્રોફેસર ની આંખ અચંબાથી પહોળી થઈ ગઈ. તેનો ચહેરો પણ... અદ્દલ પોતાની જેવોજ હતો!
પ્રોફેસર બઘવાઈ ગયા. તેમની સમજમા કશું આવતું નહોતું. પેલી યુવતી અને તે વ્યક્તિ બંને એકબીજા સામે મલકાઇ રહ્યા. હવે તે યુવતી પ્રોફેસર ની મદદે આવી.
"પ્રોફેસર જેકબ, નથી સમજાતું ને? "
પ્રોફેસર તરફથી કોઈ જ પ્રતિક્રિયા ન મળતાં તેણે એક નાનકડા વિરામ પછી વાત આગળ વધારી.
"પ્રોફેસર, મીટ પ્રોફેસર જેકબ. "
તે યુવતી એ વ્હીલચૅર તરફ અંગુલિનિર્દેશ કરી તે વ્યક્તિ ની ઓળખ આપી.
"હાઉ ઇઝ ધીસ પોસિબલ? પ્રો. જેકબ તો હું છું ને! તો પછી આ... "
પેલી યુવતી એ એક વિચિત્ર વ્હીસલ વગાડી અને એ ઓટોમેટિક ડોર પાછળથી બીજી પાંચ વ્યક્તિઓ બહાર આવી. તે દરેકે પોતાના માસ્ક કાઢ્યા અને પ્રોફેસર જેકબ ને ચક્કર આવી ગયા. બધાના ચહેરા... એકદમ એક સમાન! તેમણે માથુ પકડી લીધું. દુખાવો અસહ્ય બની રહ્યો હતો. તે યુવતી એ પ્રોફેસર ને ટેકો આપ્યો અને ગરદન ની ઉપર, માથાના મૂળમાં હાથ ફેરવ્યો. જાદુ! દુખાવો એકજ સેકન્ડમાં ગાયબ!
હવે વ્હીલચૅર વાળી વ્યક્તિ એ વાતનો દોર સંભાળી લીધો.
"રિલેક્સ ડિયર. લિસન. આ બધાની જેમ તું પણ મારોજ હિસ્સો છે... મારું જ પ્રતિબિંબ છે. હું છું પ્રોફેસર જેકબ. આર્મી માટે એક સ્પેશિયલ વેપન તૈયાર કરવાની જવાબદારી ગવર્નમેન્ટ દ્વારા મને સોંપવામાં આવી છે. પણ, એઝ યુ કેન સી, આઇ હેવ મેની લિમિટેશન્સ. આ વેપન ની શોધ મેં કરી ત્યાર પછી મને પેરેલિસીસ નો અટેક આવ્યો... "
બોલવામા પણ તકલીફ પડતી હોવાથી તેણે એ યુવતી સામે જોયું.
"જુલી.... "
ઇશારો સમજી ગઈ હોય એમ આગળ ની વાત તેણે કહેવાનુ ચાલુ કર્યું.
" પ્રોફેસર જેકબે જે શોધ કરી છે તેનાથી આપણી આર્મીની તાકાત સો ગણી વધી જશે. પરંતુ એ જો ખોટા હાથમાં પહોંચી ગઈ, તો આપણા દેશ માટે સર્વાઇવ કરવું અઘરું થઈ પડે. એટલેજ એ ફોર્મ્યુલા એકદમ સિક્રેટ રખાઇ છે. ઇટ્સ અ ડાર્ક સિક્રેટ. માત્ર ને માત્ર પ્રોફેસર જેકબ જ એ ફોર્મ્યુલા નો ઉપયોગ કરી શકે છે. પણ તેમની ફિઝિકલ લિમિટેશન્સ ને કારણે અમે તેમના ક્લોન તૈયાર કર્યા. "
"ક્લોન!!! "
"હા, ક્લોન. એ પણ એક નહિ, પૂરા સાત. તમને જાણીને ખુશી થશે કે યુ આર લેટેસ્ટ વન... નંબર સેવન. "
"પણ આ તો બધા એક સમાન છે. હાઉ કેન યુ આઇડેન્ટિફાઈ? "
ફરી જુલીના ફેસ પર સ્મિત રમી ગયું. તેણે પ્રોફેસર જેકબ 7 નો હાથ પકડીને તેનાજ માથા પાછળ, ગરદનની ઉપરના ભાગમાં ફેરવાવ્યો. તેણે અનુભવ્યું કે ત્યાની સ્કીન થોડી રફ છે અને કોઈક નંબર કોતરાયો હોય એવું લાગ્યું. જુલીના ઇશારે પેલા પાચેય ક્લોન ઊંધા ફર્યા. તે દરેકને એ જ જગ્યાએ સિરીઝ પ્રમાણે નંબર કોતરેલા હતા અને સાથે નંબર ની નીચે નાનકડી લીલી લાઇટ લબકઝબક થતી હતી. તેણે ફરી જુલી સામે જોયું.
"એ એક ચીપ છે, જે તમને મેઇન સિસ્ટમ સાથે જોડી રાખે છે. તમારી ચિપ નંખાય એ પહેલાં જ એક એક્સિડન્ટ થઈ ગયો, અને એજ કારણ હતું તમારા હેડેક નું. હવે મેં ચિપ નાંખી દીધી છે. સો યુ આર ફ્રી ફ્રોમ ધેટ હેડેક. "
સમજાતું હોય એ રીતે તેણે માથું હલાવ્યુ અને પૂછ્યું,
"પણ મને તો હજુ એ વેપન વિશે કોઈ માહિતી જ નથી. તો હું... અને આ બીજા બધા ક્લોન કામ કેવી રીતે કરી શકીએ? "
"તમને કોઈ માહિતી નથી, એનુ પણ એક કારણ છે. એઝ આઇ ટોલ્ડ યુ, એન એક્સિડન્ટ હેપ્પન્ડ ટુ યુ. અમે પ્રોફેસર જેકબ ની તમામ મેમરી... તમામ અનુભવ તમારામાં રોપીએ, એ પહેલાં જ નંબર 6 હેડ કિડનેપ્ડ યુ. "
"વ્હોટ? "
"યસ. એની હાઉ, સમવન વોઝ સક્સીડ ટુ કન્વીન્સ નંબર 6 ટુ ગીવ ધેમ ધ ફોર્મ્યુલા. અમને એ માહિતી મળી એટલે અમે તરતજ તેની મેમરી સ્વાઇપ આઉટ કરી દીધી. પણ અમારી એક લિમિટેશન છે. એટલી જ મેમરી સ્વાઇપ થઈ શકે, જેટલી મેઈન સિસ્ટમે રોપી હોય. એટલે નંબર 6 ફોર્મ્યુલા તો ભૂલી ગયો, પણ તેણે કરેલી ડીલ તેને યાદ હતી. નંબર 6 ને નાકામ કર્યો એટલે અમારે તમારી જરૂર પડી, નંબર 7 ની. તમારી રચના કર્યા પછી આગળ ની પ્રોસેસ કરીએ એ પહેલાં જ નંબર 6 તમને કિડનેપ કરીને લઇ ગયો, એ વાત થી અજાણ કે તમે હજી કોરી પાટી જ છો! "
જુલી એ ઇશારો કર્યો એટલે પેલા પાંચેય ક્લોન પાછા અંદર જતા રહ્યાં. નંબર 7 હજુ પણ અસમંજસ મા હોય એવું લાગ્યું. જુલીએ આગળ કહ્યું,
"નંબર 6 આઉટ ઓફ કંટ્રોલ થઈ જતા અમારે મજબૂરન તેની હત્યા કરવી પડી. પેલી ડેડબોડી એની જ હતી. નાઉ, આઇ થિંક યુ આર ક્લિયર ફોર ઓલ ધ થિંગ્સ. તો આપણે આગળની પ્રોસેસ પૂરી કરીએ? તમારામાં પ્રોફેસર જેકબ ની મેમરી રોપી દઇએ, એટલે તમારા બાકીના સવાલોના જવાબ પણ તમને ઓટોમેટિક મળી જશે. શેલ વી પ્રોસિડ? "
નંબર 7 એ હકાર માં માથું હલાવ્યુ અને જુલી ની પાછળ પાછળ અંદરના રૂમ તરફ ગયો. વ્હીલચૅર પર બેસેલા પ્રોફેસર જેકબ ના ચહેરા પર એક અકળ સ્મિત આવીને થીજી ગયું.
*******
તેનું મગજ ભમતું હતું. કેટકેટલા શબ્દો કાનમાંથી સોંસરવા ઉતરી મગજ ની દિવાલો સાથે ભટકાઈ રહ્યા હતા. પ્રોફેસર જેકબ.... ક્લોન નંબર 7... સિક્રેટ વેપન.... જુલી.... અને જુલી નું એ પુસ્તક - મેથેમેજીક... જુલીના શબ્દો કાનમાં પડઘાઈ રહ્યા હતા.
"મેથ્સ ઇઝ એવરીવ્હેર... જ્યોતિષ ના જોષ મા ગણિત, હવામાન ખાતાની આગાહી મા ગણિત, ધરતીકંપ... સુનામી.. બધાનુ પોતાનુ આગવુ ગણિત.... જો બરાબર ગણતરી કરતાં આવડે તો ભૂત - ભવિષ્ય - વર્તમાન બધું ચોક્કસ રીતે જાણી શકાય છે... "
ફરી તેણે ખોળામાં રહેલા પુસ્તક પર હાથ ફેરવ્યો. જુલીનુ પુસ્તક... જુલી સામે સોફા પર સૂતી છે. અને પોતે, ઊંઘનુ નામોનિશાન નથી. સવારથી બનેલી ઘટનાઓ ફરી ફરીને તેના મનોમસ્તિષ્કમા ઘુમરાઇ રહી હતી.
પ્રોફેસર જેકબ સાથે ની મુલાકાત મા જ્યારે જાણ્યું કે તે પ્રોફેસર નો ક્લોન હતો, ક્લોન નંબર 7... અને એક ખાસ ઉદ્દેશ્ય માટે તેની રચના કરવામાં આવી છે, તે માનસિક રીતે તૈયાર હતો પોતાનું જિવન કાર્ય કરવા માટે. પણ, એ એક્સિડન્ટ અને આ પુસ્તક તો કંઈ બીજું જ સૂચવે છે. તે મનોમન એક પછી એક બધી ઘટનાઓ મમળાવવા માંડ્યો.
*******
વ્હીલચૅર પર બેસેલા પ્રોફેસર જેકબ એક અકળ સ્મિત સાથે પ્રોફેસર જેકબ 7 ને જુલી સાથે ઓટોમેટિક ડોરની પાછળ જતા જોઈ રહ્યા. નંબર 7 ચકિત નજરે એ દરવાજા પાછળની નવી દુનિયા ને જોઈ રહ્યો. ઠેર ઠેર બસ મશીનો જ મશીનો... કોઇ જ જીવિત વ્યક્તિ હાજર નહોતું! તેઓ જે દરવાજેથી પ્રવેશ્યા હતા, તે પાછો બંધ થઇ ગયો હતો. એ દરવાજા ની બરાબર સામેની બાજુ એવોજ બીજો ઓટોમેટિક ડોર હતો. ખબર નહિ, આવા કેટલા દરવાજા હશે અને એ દરેક ની પાછળ કેટલા આશ્ચર્યો છુપાયા હશે!
નંબર 7 એ જમણી બાજુ નજર કરી. ત્યાની દિવાલ પારદર્શક કાચ ની બનેલી હતી અને એ કાચ પાછળ હતી એક મોટી કાચની પેટી. એ પેટી સાથે કેટલીય જાતના મશીનો જોડાયેલા હતા. તેણે પ્રશ્નાર્થ નજરે જુલી સામે જોયું. જુલીએ માહિતી આપતા કહ્યું કે એ ઇન્ક્યુબેટર છે. ઇન્ક્યુબેટર એક એવી રચના છે, જે માતાના ગર્ભ જેવુ વાતાવરણ પૂરૂ પાડે છે. કોઈ બાળક અધૂરા માસે જન્મે અથવા અત્યંત નબળું જન્મે, તો આ ઇન્ક્યુબેટર તેની માટે જીવનરક્ષક પુરવાર થાય છે.
"પણ, અહી એનું શું કામ? "
નંબર 7 થી વચ્ચે જ બોલી પડાયું. જુલી એક સ્પેશિયલ ચેર પાસે જુદા જુદા મશીન ની ગોઠવણ કરતાં બોલી,
"સબૂર.. પ્રોફેસર. બસ, થોડી જ ક્ષણો... જેવા આ ચેર પર તમે બેસશો, અને આ ખાસ મશીન વડે પ્રોફેસર જેકબ ની મેમરી તમને મળશે એટલે બધાજ પ્રશ્નો ના જવાબ તમને મળી જશે. "
જુલીના ચહેરા પર એક સ્મિત રમતું હતું. તેને નંબર 7 ની જીજ્ઞાસા અને બધુ ઝડપથી જાણી લેવાની તાલાવેલી જોઈ મનોમન આનંદ થતો હતો. પહેલીવાર તે પ્રોફેસર ના કોઈ ક્લોન સાથે આટલુ ખૂલીને વાત કરી રહી હતી. બાકી દરવખતે તો ક્લોન તૈયાર થાય કે તરતજ મેમરી રોપીને સ્પેશિયલ સિક્રેટ રૂમમાં મોકલી આપવામાં આવતા. એક વાર અંદર ગયા પછી પ્રોફેસર ની પરમિશન સિવાય કોઈ બહાર આવી શકતુ નહી.
આમ પણ અહી જીવિત વ્યક્તિ ઓછી હતી. હતા તો બસ માત્ર મશીન અને રોબોટ!
"મેમરી તો મળશે જ. પણ જ્યાં સુધી તમે આ તૈયારી કરો છો ત્યા સુધી આપણે વાત તો કરી જ શકીએ ને! "
નંબર 7 ની માસુમિયત ભરી પૃચ્છા પર જુલીને વ્હાલ ઉભરાઈ આવ્યુ. તેણે વિચાર્યું કે થોડા સમયમાં આ બધીજ વાતો નંબર 7 ને જાતે જ ખબર પડવાની જ છે, તો અત્યારે આ ઇન્ક્યુબેટર વિશે જણાવવામાં કોઇ જોખમ નથી. મશીનોની ગોઠવણ કરતા કરતા તેના હાથ થંભી ગયા. તેણે સ્મિત મઢ્યા ચહેરે નંબર 7 ને સમજાવ્યું,
"આ ઇન્ક્યુબેટર પ્રોફેસર જેકબ ની મહાન શોધ માંથી એક છે. તેમાં ક્લોન તૈયાર થાય છે. તમારુ જન્મ સ્થળ પણ એ જ છે. "
અચરજ અને અહોભાવ ના સંમિશ્રણ સાથે તે એ ઇન્ક્યુબેટર ને તાકી રહ્યો. ફરી એ જ ઉત્સુકતા સાથે પૂછ્યું,
"અને આ સામેના દરવાજા પાછળ... "
"વેલ, એ તો મને પણ ખબર નથી. ત્યા જવાની પરમિશન માત્ર ને માત્ર પ્રોફેસર જેકબ ને છે. યુ આર લકી ધેટ આફ્ટર સમ ટાઈમ, યુ વીલ બી એબલ ટુ એન્ટર ધેટ એરિયા. "
"જેલસ... હં! "
નંબર 7 ના ચહેરા પર એક શરારતી સ્મિત રમી ગયું.
"ફરગેટ ઇટ. ચાલો, આ ચેર પર બેસી જાઓ. આપણે પ્રોસિજર શરૂ કરીએ. "
એક મુસ્કાન સાથે તે ચેર પર ગોઠવાયો. જુલીએ તેના આખા શરીરે કેટલાય સેન્સર જોડ્યા અને છેલ્લે એક વિશાળ ટોપી જેવુ યંત્ર તેના માથા પર ગોઠવ્યુ. તેના સેન્સર બંને લમણા પર ગોઠવી પૂછ્યું,
"ઓકે? કમ્ફર્ટેબલ? "
તેણે માત્ર અંગૂઠો ઉંચો કરી ઓલ વેલ ની સાઇન કરી અને જુલીએ મેઇન સ્વીચ ઓન કરી. નંબર 7 નુ આખું શરીર ધ્રુજી ગયું. માથામાં અસહ્ય પીડા ઉપડી કેટલીય સંવેદનાઓ ફરી વળી. અચાનક, બંધ આંખો સામે તેને એક મૂવી દેખાવા માંડ્યું. દરેક દ્રશ્ય સાથે તે પોતાની જાતને સાંકળવા માંડ્યો.
જુલી ની નજર મોનિટર પર સ્થિર હતી, જેમાં લખેલું હતું,
"પ્રોસેસિંગ ... "
અને બાજુમાં એક આંકડો હતો, જે સતત બદલાઈ રહ્યો હતો. એ આંકડો 33% એ પહોંચ્યો અને અચાનક એક જોરદાર કડાકો થયો. માથા પર રહેલ ટોપી જેવા મશીનમાંથી ધુમાડો નીકળવા માંડ્યો. જુલી એ જોયું તો નંબર 7 ના હાર્ટ-બીટ ભયજનક રીતે વધી રહ્યા હતા. જુલી વિમાસણમાં મૂકાઈ ગઈ. આવું તો પહેલાં ક્યારેય થયું નહોતું., તો પછી આજે અચાનક...
તેણે તરતજ નંબર 7 ના માથા પરથી તે ટોપી ખસાડી લીધી. શરીર પરથી બધા જ સેન્સર દૂર કરી દીધા. માત્ર હાર્ટ બીટ ચેક થતા રહ્યા. ધીમે ધીમે તે નોર્મલ થઇ રહ્યા હતા. તેણે તરતજ ઇંટરકોમ પર પ્રોફેસર જેકબ નો સંપર્ક કરી બધી માહિતી આપી. પ્રોફેસર પણ કન્ફ્યુઝ થઈ ગયા અને પ્રોસેસ રોકવાનો ઓર્ડર આપ્યો. તે બંને પાછા પ્રથમ રૂમમાં પ્રોફેસર જેકબ પાસે આવી ગયા. પ્રોફેસર જેકબે નંબર 7 ને રૂમમાં આરામ કરવા કહ્યું અને જુલીને તેની સાથે જ રહેવાની સુચના આપી. અધૂરી પ્રોસેસ ને કારણે નંબર 7 પાસે કેટલી યાદો આવી છે તે જાણવું અઘરું હતું, અને એટલેજ તેને એકલો છોડી શકાય એમ નહોતુ.
એ બંનેને રવાના કરી પ્રોફેસર જેકબ અંદર ના રૂમ મા એ મશીન પાસે પહોંચી ગયા. જુલી અને નંબર 7 લિફ્ટમા ગયા અને જુલી એ ચૌદમા માળનુ બટન દબાવ્યું. નંબર 7 ના મગજની નસો ફાટ ફાટ થતી હતી. તેણે જુલીને પૂછ્યું,
"આપણે થોડી વાર બહાર ખુલ્લામાં બેસી શકીએ? "
"નોટ પોસિબલ. પરમિશન નથી. "
જુલીએ માથુ ધુણાવતા કહ્યું.
"પ્લીઝ! "
નાના બાળક જેવા માસુમ ચહેરા પર આજીજી ના ભાવ જોઈ જુલી પીગળી ગઈ. તેણે વિચાર્યું કે ટેરેસ પર તો જઈ જ શકાય. અને ફરી તેણે ટોપ ફ્લોર નુ બટન દબાવ્યું. લિફ્ટ સીધી ટેરેસ પર ઉભી રહી. તે બંને બહાર આવ્યા. નંબર 7 અપલક ચારે બાજુ જોઈ રહ્યો. કેટલી વિશાળ જગ્યા! આખા ટેરેસ ની ફરતે કમર સુધીની દિવાલ ચણેલી હતી. અહી એક હેલીપેડ પણ હતુ!
નંબર 7 એક બાજુ દિવાલને ટેકો દઈ ઉભો રહ્યો કે તરતજ જુલીએ તેને હાથ પકડીને ખેંચી લીધો.
"પ્લીઝ, કોઈ ને ખબર ન પડવી જોઈએ કે હું તમને અહી લાવી છું . આપણે વચ્ચે જ બેસીશું. "
બંને લિફ્ટ થી થોડે દૂર પલાંઠી વાળી બેસી ગયા. થોડી વાર તો કોઈ કંઈ જ બોલ્યુ નહી. દૂર આકાશમાં સંધ્યા ખીલી હતી. નંબર 7 અસ્ત થતા સૂર્ય ને તાકી રહ્યો. તેના કાને જુલીનો અવાજ સંભળાયો.
"કેવુ લાગે છે? "
તેણે જુલી સામે જોયું. તેના ચહેરા પર કેટલાય ભાવ આવીને જતા રહ્યા. છેલ્લે એકદમ સપાટ ચહેરે તે બોલ્યો,
"કેવું લાગી શકે? એક માણસ... કે જેને માણસ કહેવાય કે નહીં, એ પણ નથી ખબર! તેનો જન્મ કુદરતી નથી... જેનુ અસ્તિત્વ પણ ઉછીનુ છે....ન જીવાયેલી યાદો સ્વિકારવાની છે... અને જેને પોતાની જિંદગી જીવવાનો અધિકાર નથી.... કેવું લાગી શકે... એક ક્લોન હોવું.... "
જુલીના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે પોતાની પીઠ નંબર 7 સામે કરી અને પોતાના લાંબા વાળ આગળ લઈ લીધા. નંબર 7 આશ્ચર્ય થી તાકી રહ્યો. ત્યા, માથાના મૂળમાં, ગરદન ની ઉપર એક નંબર કોતરેલો હતો... નં. 1, અને એની નીચે નાનકડી લીલી લાઇટ ઝબકતી હતી. નંબર 7 ને શું બોલવું તે સમજાયું નહિ. તે બોલતા બોલતા થોથવાઇ ગયો.
" યુ મીન.. યુ અલ્સો..."
જુલી પાછી મૂળ સ્થિતિ મા આવી ગઈ. તેણે નંબર 7 ના હાથ પર પોતાનો હાથ મૂકીને એક ઊંડો ઉચ્છવાસ બહાર કાઢ્યો. ખબર નહિ કેમ, આજે તેને હળવા થવું હતું. નંબર 7 સાથે એક આત્મિયતા બંધાઈ ગઈ હતી, જેથી જાણે અજાણે તે પોતાના મનની બધીજ વાત તેની સાથે શેર કરતી જતી હતી. તે ક્ષિતિજમાં તાકી રહી.
સૂર્ય આથમી ગયો હતો. અંધારાના ઓળા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા. તે એમજ શૂન્યમાં તાકતી પોતાની જીવનકથા કહેવા માંડી.
"મારી જિંદગી થી હું થાકી હારી ગઈ હતી. આત્મહત્યા ની કોશિશ કરી હતી મેં.... ધસમસતી નદીના પ્રવાહમાં ઝંપલાવી દીધું હતું. અથડાતી, કુટાતી, નદી ના પ્રવાહ સાથે તણાતી અજાણ્યા કાંઠે પડી હતી. છેલ્લા શ્વાસ ચાલું હતા, જ્યારે પ્રોફેસર જેકબે મને જોઈ. તે મને અહીં, લેબમા લઇ આવ્યા. ઇલાજ ની કોશિશ કરી, પણ મોડું થઈ ગયું હતું. ત્યારે ક્લોન મા મેમરી રોપવાના પ્રયોગો ચાલુ હતા. બસ, મારા છેલ્લા શ્વાસ ચાલતા હતા, ત્યારે મારી મેમરી તેમણે સ્ટોર કરી લીધી. "
જુલીએ એક ઊંડો શ્વાસ લઈ નંબર 7 સામે જોયું. તે એકદમ અભિભૂત થઈ જુલી ની વાત સાંભળી રહ્યો હતો. જુલીએ બેફિકરાઈ થી ખભા ઉલાળ્યા અને આગળ કહ્યું,
"આઇ વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ ક્લોન વીથ મેમરી ઈમ્પ્લાન્ટ... "
"પણ, એવું તે શું થયું કે તમારે આત્મહત્યા નુ કદમ ઉઠાવવુ પડ્યુ? "
"નથી ખબર. પ્રોફેસર જેકબે મારી મેમરી ફિલ્ટર કરી છે. એ યાદો, કે જે મને તકલીફ પહોંચાડી શકે, તે મને આપી જ નથી! "
નંબર 7 વિસ્મય થી જુલી સામે જોઈ રહ્યો. ફરી એક પ્રશ્ન તેના મનમાં ઉઠ્યો.
"પણ પ્રોફેસર ને ખબર કઇ રીતે પડી કે તમે... આઇ મીન, એ એક્ઝેટ ટાઇમે તમારી પાસે કેવી રીતે પહોંચી ગયા? "
જુલી પોતાની જગ્યાએ થી ઉભી થઈ ગઈ. આખું શરીર સ્ટ્રેચ કરી આળસ મરડી, અને નંબર 7 સામે જોઈ કહ્યું,
"ઇટ્સ ટુ લેટ. આઇ થીંક આપણે તમારા રૂમ પર જવું જોઇએ. લેટ્સ ગો. "
બંને ફરી પાછા એ જ રૂમમાં આવ્યા, જ્યાથી સવારે નીકળ્યા હતા. ફરી નંબર 7 એ એજ સવાલ પૂછ્યો અને જુલી ત્યાથી બહાર નીકળી ગઈ. નંબર 7 થોડો નિરાશ થઈ ગયો. પણ, થોડીકજ વારમાં તે પાછી આવી. તેના હાથમા એક વિચિત્ર કવરપેજવાળું પુસ્તક હતું. કવરપેજ પર બે હથેળી દોરેલી હતી. પુસ્તક નુ નામ હતું, 'MATH- E - MAGIC'.... નંબર 7 બસ એની સામે જોઈજ રહ્યો. જુલીએ કહ્યું,
"તમારા બધા પ્રશ્નો નો એક જ જવાબ છે, આ પુસ્તક. "
"એટલે? સમજાયુ નહી. "
"જુઓ, આ સીધુ સાદુ પુસ્તક નથી. આ છે સાયન્સ નો ચમત્કાર... પ્રોફેસર જેકબ નો ચમત્કાર.... પ્રોફેસર નુ માનવુ છે કે દરેક વસ્તુ, દરેક ક્રિયા, દરેક ઘટનાની પાછળ એક ગણિત હોય છે. બસ, એ ગણિત સમજાય જાય, એટલે ભૂત-ભવિષ્ય-વર્તમાન બધુ જ જાણી શકાય છે. "
નંબર 7 ધ્યાન થી બધી વાત સાંભળી રહ્યો હતો. જુલીએ આગળ કહ્યું,
"આ પુસ્તક ને પોતાનુ મગજ છે. જુઓ, કવરપેજ પર આ હથેળી નુ ચિન્હ્, અહીં હાથ રાખશો એટલે તમારા ધબકારા પરથી તમારી ચોક્કસ ઉંમર તે શોધી લેશે. ત્યારબાદ જન્મ સમય જાણશે. એ સમયની ગ્રહો નક્ષત્રો ની પરિસ્થિતિ જાણી લેશે. અને એના આધારે ગણતરી કરી તમારી આખી જિંદગી નો નકશો તમારી સામે મૂકી શકે છે. ઇટ્સ મેથેમેજીક... પ્યોર મેથ્સ... નથીંગ એલ્સ..."
નંબર 7 હજુય ચકિત નજરે એ પુસ્તક તરફજ તાકી રહ્યો હતો. એ જોઈ જુલી એ આગળ કહ્યું,
"આ પુસ્તક વડે જ પ્રોફેસર જેકબ મારી સુધી પહોંચી શક્યા હતા, એવું તેમનું કહેવું છે. "
"પણ, એ કેવી રીતે શક્ય બને? "
"મેં પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો... પણ પછી પ્રોફેસર જેકબે મને બતાવ્યું આ પુસ્તક નુ જાદુ. તેમણે આ હથેળી ના નિશાન પર પોતાની હથેળી મૂકી, અને થોડી વારે ઉપાડી લીધી. પછી પુસ્તક ખોલ્યું, તો તેના કાળા પાના પર સોનેરી અક્ષર ઉપસી આવ્યા... અભૂતપૂર્વ સફળતા... બસ, ત્યારબાદ મારા મગજમાં મારી મેમરી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, જે પ્રયોગ અનેક નિષ્ફળતાઓ પછીની સફળતા હતી. . આ સફળતા પછી જ અમે પ્રોફેસર જેકબ ના ક્લોન બનાવવાની શરૂઆત કરી. "
જુલીએ નંબર 7 ના એક્સપ્રેશન્સ જોઈ કહ્યું,
"વિશ્વાશ નથી આવતો ને! લેટ્સ ટ્રાઈ ઈટ. "
આમ કહી જુલીએ પોતાની હથેળી નિશ્ચિત જગ્યા એ રાખી દીધી. બે મિનિટ સુધી એમજ સ્થિર રહ્યા પછી હાથ ખસાડી કવરપેજ પલટ્યુ. તેના આશ્ચર્ય વચ્ચે કાળા પાના પર લાલ રંગના અક્ષર ઉપસ્યા... લક્ષ્ય બદલાશે. જિવનધ્યેય માં આમૂલ પરિવર્તન આવશે...
જુલી વિચારમાં પડી ગઈ. પહેલીવાર સોનેરી ને બદલે લાલ કલરમા અક્ષરો આવ્યા હતા. તે આ ગૂઢ વાણીનો અર્થ સમજી શકી નહી, પરંતુ પોતાનું મનોમંથન છુપાવી તેણે નંબર 7 સામે જોયું. નંબર 7 માટે હજુ પણ વિશ્વાસ કરવો કઠિન હતો. તેણે એક ક્ષણ વિચારી, એ હથેળી ના નિશાન પર પોતાની હથેળી ગોઠવી દીધી. અને જુલી ખડખડાટ હસી પડી.
"બહુ ઉતાવળ છે બધું જાણી લેવાની! આ પુસ્તક હાથ ઓળખે છે. તેને જેટલા હાથની પરખ કરાવવામાં આવે, તેટલી વ્યક્તિઓ નુ ભવિષ્ય જ તે કહે છે. "
"પણ એવું કેમ? "
પોતાની ઉતાવળ થી ખાસિયાણા પડી ગયેલા નંબર 7 એ પૂછ્યું.
"સેફ્ટી પરપઝ. ઇન કેસ, કોઈ આ પુસ્તક ચોરી જાય, તો તેમની બધી મહેનત બેકાર જાય. "
"તો આ પુસ્તક સાથે ઓળખાણ કેવી રીતે થાય? "
જુલીએ નંબર 7 નો હાથ પકડીને એ કવરપેજ પરની બીજી હથેળી પર મૂક્યો અને સાથે જ પોતાનો હાથ પણ મુખ્ય હથેળી પર મૂક્યો. અચાનક એ પુસ્તકની અંદર ખળભળાટ મચી ગયો. છતાં એ બંનેએ પોતાના હાથ ખસાડ્યા નહી. થોડી વારે શાંતિ છવાઇ ગઇ. પછી જુલીના ઈશારે બંનેએ સાથે જ હાથ ખસેડ્યા.
"હવે કોશિશ કરી જુઓ. "
જુલીની રજા મળતા તેણે ફરી પોતાની હથેળી કવરપેજ પર ગોઠવી. પછી પુસ્તક ખોલી જોયું તો કાળા પાનાં પર ફરી સોનેરી અક્ષરો ઉપસ્યા.... અધૂરી ઓળખ, પૂર્ણતા ની શોધ.....
ફરી સોનેરી અક્ષર જોઈને જુલીને ધરપત થઈ. તેણે નંબર 7 તરફ જોયું. તે હજુ વિસ્ફારિત નજરે પુસ્તક તરફ જ જોઈ રહ્યો હતો. જુલીની જાણ બહાર લાલ અક્ષરો ઉપસી ને તરતજ વિલિન થઈ ગયા. નંબર 7 એ તે વાંચ્યા..... સ્વતંત્ર વ્યક્તિત્વ...
આનાથી અજાણ જુલી પોતાની જ મસ્તી મા બોલી રહી હતી,
"આમ તો મેમરી મળે, પછી જ આ પુસ્તક સાથે ઓળખાણ થઈ શકે, એવો પ્રોફેસર જેકબે નિયમ બનાવ્યો છે. પણ... યુ આર લકી ઈન ધીઝ કેસ અલ્સો. યુ નો વ્હોટ, નંબર 6 ની ગદ્દારી, તમારુ કિડનેપિંગ, તમારૂ અંદાજીત લોકેશન સુધ્ધા આ પુસ્તકે અમને જણાવ્યું છે. "
પછી અર્થ પૂર્ણ નજર નંબર 7 પર નોંધી કહ્યું,
"આ પુસ્તકે કરેલી બધીજ આગાહી પ્રોફેસર જેકબ જ્યારે ઇચ્છે ત્યારે જોઈ શકે છે. એન્ડ માઇન્ડ વેલ, પ્રોફેસર જેકબ સિવાય માત્ર મને જ અધિકાર છે આ પુસ્તક ની આગાહીઓ જોવાનો.... "
જુલીએ ચહેરા પર શરારતી સ્મિત સાથે કહ્યું. ફરી તેના અવાજમાં ગંભીરતા ભળી...
" અહી એક નિયમ છે. રોજ બધાએ આ પુસ્તક પર પોતાનો હાથ રાખવો, પછી જ ડ્યુટી જોઈન કરવી. અને પ્રોફેસર જેકબ પછીથી ઉંડાણપૂર્વક એ બધી આગાહીનો અભ્યાસ કરતા રહે છે અને તેની સત્યતા ચકાસતા રહે છે. અત્યાર સુધી નો 99% નો સક્સેસ રેશિયો છે આ પુસ્તક નો! "
નંબર 7 હજુય એટલા જ આશ્ચર્ય સાથે ઘડીકમાં પુસ્તક તરફ તો ઘડીકમાં જુલી તરફ જોઇ રહ્યો હતો. તેણે પૂછ્યું,
" પણ, બધા પ્રોફેસર જેકબ ના જ ક્લોન હોય, તેમની જ મેમરી હોય, તો બધાની નિયતી પણ સરખીજ હોય ને! "
"ઉંહુ, નોટ નેસેસરી. એક્ચ્યુઅલી, દરેક ક્લોનના બંધારણ નો સમય જુદો જુદો છે. ઉપરાંત તે બધાને મેમરી પણ જુદા જુદા સમયે મળી છે. એ પણ ફિલ્ટર કરેલી. સિક્રેટ વેપન બનાવવા માટે જેટલી મેમરી ની જરૂર છે, એ જ આપવામાં આવે છે. યુ સી, અ કાઈન્ડ ઓફ જીવંત રોબોટ. બટ, આફ્ટર ઓલ, ધે આર અલાઇવ. ધે હેવ ધેર ડેસ્ટીની... ડીપેન્ડીન્ગ ઓન ધેર સ્ટાર્સ. એવરીવન ઈઝ ડીફરન્ટ. "
જુલીએ તેનો ગાલ થપથપાવતા કહ્યું,
"ઇટ્સ ટુ લેટ. આઇ થીંક યુ શુડ રીલેક્ષ. તમે શાંતિ થી બેડ પર આરામ કરો, હું અહીં સોફા પર જ સૂઈ જઈશ. ઇનકેસ, રાત્રે કંઇ પણ જરૂર હોય, તો ડોન્ટ હેઝિટેટ. જસ્ટ એક બૂમ પાડજો, એન્ડ આઇ વીલ બી ધેર ફોર યુ. ગુડ નાઇટ. "
બંને એ સૂવાની તૈયારી કરી, ત્યાંજ લેબમાંથી પ્રોફેસર જેકબ નો કોલ આવ્યો,
" મશીન ઇઝ રેડી. આગળ ની પ્રોસેસ કાલે પૂરી થઈ જશે."
જુલીએ ખુશ થઈ આ સમાચાર નંબર 7 ને આપ્યા. એ પછી જુલી તો સૂઈ ગઈ, પરંતુ નંબર 7 ની આંખમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. તેણે વારંવાર એ પુસ્તક નો ઉપયોગ કરી જોયો. દરવખતે એ જ લાલ અક્ષરો વંચાતા... સ્વતંત્ર વ્યક્તિત્વ...
શું અર્થ હોય શકે આ શબ્દો નો? કશું સમજાતું નહોતું. આ મૂંઝવણમાં જ સવાર થઈ ગઈ. અને ફરી તે જુલી સાથે લેબમા હતો... પોતાનુ અસ્તિત્વ ગુમાવવા અને બીજાનું સ્વિકારવા! આજે બધા મશીન પહેલેથીજ સેટ કરેલા હતા. તે જઈને સીધો ચેર પર બેસી ગયો. આ વખતે પ્રોફેસર જેકબ પણ ત્યાં હાજર હતા. તેમનો ઇશારો થતાં જુલીએ મશીન ચાલુ કર્યું. ફરી તેની બંધ આંખો સામે એક મૂવી ચાલવા માંડ્યું.
આજનો અનુભવ કંઇક અલગ હતો. તેને યાદો તો મળી રહી હતી, પણ તે પોતાની જાતને એની સાથે સાંકળી રહ્યો નહોતો. તે એક ત્રાહિત વ્યક્તિ તરીકે બધું જ જોઈ શકતો હતો, સમજી શકતો હતો, અને છતાં પોતાનુ અલગ અસ્તિત્વ પણ અનુભવી શકતો હતો. તેના આશ્ચર્ય વચ્ચે, પ્રોફેસર જેકબ ની આખી જિંદગી તેની સામે ખુલ્લી કિતાબ બની ગઈ હતી.
અચાનક ચિત્ર બદલાયુ. હવે કેન્દ્ર સ્થાને પ્રોફેસર જેકબ નહિ, પરંતુ જુલી હતી. હવે જુલીની મેમરી પણ તેની સામે ખુલી ગઈ હતી. હવે, જુલી ના વીતી ગયેલા જીવન વિશે ની એ દરેક બાબત તે જાણતો હતો, જેની જાણ કદાચ જુલીને પણ નહોતી!
પ્રોસેસ સક્સેસફુલ રહી. કોઈ તકલીફ ન પડી. પણ, પ્રોફેસર જેકબ ની જાણ બહાર, નંબર 7 એવી ઘણી વાતો જાણી ગયો હતો, જે પ્રોફેસર તેને જણાવવા નહોતા ઈચ્છતા. હવે પ્રોફેસર ની લાઇફના ડાર્ક સિક્રેટ તેની સામે હતા!
આ બાબતે જુલી સાથે વાત કરવીજ પડશે, પણ જો એકવાર તે સિક્રેટ વેપન બનાવવાની લેબમા એન્ટર થઈ જશે, તો આખી જિંદગી બહાર નહિ નીકળી શકે, એવું વિચારી તેણે ચક્કર આવવાનું નાટક કર્યું, અને તેની ધારણા પ્રમાણે જ પ્રોફેસર જેકબે તેને એક દિવસ માટે આરામ કરવા કહ્યું. જુલીને પણ તેની સાથે જ રહેવાની કડક સુચના અપાઇ. બસ, હવે આ એક દિવસ.... ચોવીસ કલાક.... 1440 મિનીટ હતી પ્રોફેસર ની લાઇફનું ડાર્ક સિક્રેટ બહાર લાવવા માટે...
જુલી સાથે રૂમ પર પહોંચતાં જ તેણે દરવાજો અંદરથી લોક કરી દીધો. જુલી આશ્ચર્ય સાથે તેની આ હરકત જોઈ રહી. થોડીવાર પહેલા સુધી જે વ્યક્તિ ને તે અંતરંગ મિત્ર માનવા માંડી હતી, તે વ્યક્તિ નુ વર્તન અત્યારે તેની સમજથી બહાર હતું. નંબર 7 જુલીનો હાથ પકડી બેડ પાસે લઈ ગયો અને બેસવા માટે ઇશારો કર્યો. જુલી ચૂપચાપ ત્યા બેસી ગઈ, પરંતુ તેના ચહેરા પરનો પ્રશ્નાર્થ ત્યાં જ થીજી ગયો હતો.
તેણે જુલીનો હાથ પોતાના હાથમાં લઈને કોઈ પણ પ્રકારની પ્રસ્તાવના વગર સીધી વાત ની શરૂઆત કરી.
"યુ વોન્ટ બિલિવ, મારી સાથે શું થયું? "
જુલીએ તેના ચહેરા પર નજર નોંધી રાખી આઇ બ્રો ઉંચી કરી, એટલે તેણે આગળ કહ્યું,
"મિરેકલ... મને પ્રોફેસર જેકબ ની બધી જ મેમરી મળી ગઈ છે, વિધાઉટ એની ફિલ્ટર... "
"વ્હોટ? નોટ પોસિબલ... "
"લિસન... લિસન... નોટ ઓન્લી ધેટ, આઇ ગોટ યોર મેમરીઝ ટુ. નાઉ, આઇ નો એવરીથીંગ અબાઉટ યુ અલ્સો... "
"અનબીલિવેબલ... "
"ઓકે. તુ તારી લાઇફ વિશે ગમે તે સવાલ કરી જો. "
જુલીએ ખભા ઉલાળતા કહ્યું,
"મારી લાઇફની બધી મેમરીઝ તો મારી પાસે પણ નથી. ટ્રાય સમથીંગ એલ્સ. "
નંબર 7 એ બે મિનિટ વિચાર્યું અને આજુબાજુ નજર ફેરવી. તેની નજર ટેબલ પર પડેલા પેલા પુસ્તક પર પડી અને એક અનોખી ચમક તેના ચહેરા પર છવાઈ ગઈ. તે ઝડપથી તે પુસ્તક લઈ આવ્યો.
"એઝ યુ સેઇડ, ઓન્લી પ્રોફેસર જેકબ એન્ડ યુ કેન સી ઓલ પ્રીડિક્શન્સ, રાઇટ. નાઉ, સી ધ મેજીક. "
એમ કહી તેણે પુસ્તક ઊંધી બાજુથી ખોલ્યું. તેના લાસ્ટ પેઇજ ની સાથે એક નાનકડી પેન જોડેલી હતી. તેણે એ પેન લઈ લાસ્ટ પેઈજ પર એક નંબર લખ્યો, જે તરત જ અદ્રશ્ય થઈ ગયો. અને જુલીના આશ્ચર્ય વચ્ચે લાસ્ટ પેઇજ પર તારીખ - વાર સહિતની અનુક્રમણિકા આવી ગઈ. જુલી તો આભી બનીને જોતીજ રહી, કારણ કે તેના પાસવર્ડ થી તો માત્ર એકજ દિવસની વિગતો ખૂલતી હતી!
"ઓકે. માનુ છું કે પ્રોફેસર જેકબ ની મેમરી ફિલ્ટર નથી થઈ. પણ મારી મેમરી??? "
"વેલ, યુ હેવ ટુ ટ્રસ્ટ મી. હુ તને તારી જિંદગી... અને તારા મૃત્યુ નુ રહસ્ય કહી શકું છું, પણ અફસોસ, એનાથી તો તું પોતે પણ અજાણ છે. લુક, આપણી પાસે સમય બહુ ઓછો છે. આઇ વોન્ટ ટુ શેર સમ મેમરી ઓફ પ્રોફેસર ઓન્લી ઇફ યુ ટ્રસ્ટ મી. "
જુલીએ હકાર મા માથું હલાવ્યુ, એટલે તેણે બોલવાનું શરૂ કર્યું.
"આ પ્રોફેસર જેકબ ઇઝ નોટ પ્રોફેસર હીમસેલ્ફ. હી ઈઝ અલ્સો અ ક્લોન. પ્રોફેસર ની અદ્ભૂત શોધો... આ ક્લોનિંગ મશીન... અને પેલુ સિક્રેટ વેપન... અને એ સિવાય બીજું ઘણું બધું... આપણા સૌથી મોટા દુશ્મન દેશની દાઢ સળકી... ક્લોન તો તેમણે પણ બનાવ્યા હતા, પરંતુ કેટલીક ક્ષતિઓ રહી ગઈ હતી. એટલેજ પ્રોફેસર ને કિડનેપ કરીને તેમની મેમરી એ ક્લોન મા રોપવાની કોશિશ કરી, તો એ ક્લોન થી સહન ન થયું, અને તેને પક્ષાઘાતનો હુમલો આવ્યો. એ દુશ્મન દેશે મોકલેલ ક્લોન એટલે આપણા પ્રોફેસર વીથ વ્હીલચૅર... અસલી પ્રોફેસર તો તેમની કેદમાં છે. "
આટલુ બોલતા જાણે થાક લાગ્યો હોય, એમ તેણે જગમાથી ગ્લાસ ભરી બધું પાણી એક ઘુંટડે પી ગયો. જુલી તેની વાત બરાબર સમજી રહી છે એ ચકાસી તેણે આગળ કહ્યું,
"આજ કારણ છે મેમરી ફિલ્ટર કરવાનુ... કે જેથી સત્ય છુપાઈ રહે અને મેમરી ના ઓવરડોઝ ને કારણે ફરી કોઈ ક્લોનને પક્ષાઘાતનો ભોગ ન બનવું પડે. બીજું પણ એક સત્ય છે. તુ ક્યારેય થાકેલી, હારેલી કે બીચારી નહોતી. યુ વર ધ બોડીગાર્ડ ઓફ ધેટ પ્રોફેસર. આ લોકો એ તારી હત્યા કરીને તારા ક્લોન સ્વરૂપમાં ખોટી મેમરીઝ રોપી, જેથી તુ અજાણતાજ એમની તરફેણમાં કામ કરવા માંડી."
આટલું કહી તેણે અનુક્રમણિકા મા એક તારીખ પર આંગળી મૂકી અને એ પાનુ આપોઆપ ખૂલી ગયું. આ એજ પાનુ હતું જે જુલી મા મેમરીઝ ઈમ્પ્લાન્ટ કર્યા પહેલા પુસ્તક મા લખાયુ હતું... ગ્રાન્ડ સક્સેસ. હવે તે સમજી એ વાક્ય નો અર્થ. સાથે જ તેના મગજમાં લાલ રંગે ઉપસેલા અક્ષરો ગોળ ગોળ ઘુમવા માંડ્યા... લક્ષ્ય બદલાશે... જીવન ધ્યેય મા આમૂલ પરિવર્તન આવશે... શું આ તેની શરૂઆત હતી?
હવે તેને નંબર 7 પર ફરીથી ભરોસો બેસી રહ્યો હતો. ત્યા જ નંબર 7 એ પોતાની આગાહી ખોલી, જેમાં સોનેરી અક્ષરોની સાથે સાથે લાલ અક્ષરો પણ હતા, જે કહેતા હતા... સ્વતંત્ર વ્યક્તિત્વ...
જુલીને આ પુસ્તક પર સંપૂર્ણ ભરોસો હતો. એટલે તે નંબર 7 ને સહકાર આપવા તૈયાર થઈ ગઈ. જુલીનો હકારાત્મક અભિગમ જોઈ નંબર 7 એ સાવધાની પૂર્વક, એકદમ ધીમા અવાજે કહ્યું,
"ઔર એક રાઝ કી બાત... નંબર 6 ગદ્દાર નહોતો. એને કોઇક કારણોસર હકિકત ની ખબર પડી ગઈ હતી. તેણે જે કંઈ કર્યું. તે દેશની રક્ષા માટે હતું. તેણે અહીંથી જતા પહેલાં બધાં જ સિક્રેટ વેપનને ડિસ્ટ્રોય કરી દીધા હતા. અને પોતાની મેમરી પણ પ્રોફેસર જેકબ ની મેમરી સાથે ભેળવી દીધી હતી, કે જેથી એના પછીના નવા ક્લોન ને, એટલેકે મને આ બધીજ માહિતી મળી જાય. આ મેમરીના ઓવરડોઝ ને કારણે જ ત્યારે મશીન ઓવરલોડ થઈ ગયુ હતું. પ્રોફેસરે મશીન રીપેર તો કર્યું, છતાં નંબર 6ની ચાલ કામ કરી ગઈ, અને મારી પાસે બધી જ માહિતી આવી ગઈ. "
જેવું નંબર 7 એ બોલવાનું બંધ કર્યું કે તરતજ જુલી બોલી પડી,
"નાઉ, વ્હોટ નેક્સ્ટ? કંઈ વિચાર્યું છે? "
"યસ, આઇ હેવ અ પ્લાન. સૌથી પહેલાં તો બધાજ ક્લોન ને બાકીની મેમરી આપવી પડશે, જેથી એ લોકો આપણા સપોર્ટ મા આવી જાય. અને આ કામ તારે જ કરવું પડશે. ત્યારબાદ રૉ ના હેડ સુધી આ વાત પહોંચાડવી પડશે. એમના તરફથી મદદ મળતા સહેલાઇથી આ આખી બિલ્ડીંગ અને ખાસ કરીને તેની લેબ પર આપણે કબ્જો કરી શકીશું. પણ, આ બંને કામ તારા સહકાર વગર પોસિબલ નથી. મેમરી ના બદલાવ અને એક ફોન કોલ ટુ ધ હેડ ઓફ રૉ. બસ, આટલું થઈ જાય, પછી બાજી આપણા હાથમાં... "જુલી માથું ધુણાવી તરત જ રૂમની બહાર નીકળી ગઈ.
આખી બિલ્ડીંગ મા કેટલાય સુરક્ષાકર્મીઓ(?) હાજર હતા. નંબર 7 એ એ દરેકને ટેરેસ પર ભેગા થવાનુ કહ્યું. તેમની માટે તો એકજ પ્રોફેસર જેકબ ની હયાતી હતી. ક્લોન વિશે તેઓ સંપૂર્ણપણે અજાણ હતા, કારણકે ક્લોન ક્યારેય એ લેબમાંથી બહાર આવ્યાજ નહોતા! નંબર 6 નુ રાઝ પણ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો વચ્ચે જ ખૂલ્યું હતું. બધાને દસ મિનિટ ની અંદર ટેરેસ પર ભેગા થવાનુ કહી તેણે ઈંટરકોમ બંધ કર્યું.
થોડીવારે જુલી પાછી નંબર 7 સાથે હતી. તેના ચહેરાની સુરખી કહેતી હતી કે તે સફળ થઈ ને આવી છે. તેણે જણાવ્યું કે બધા ક્લોન એક મેઇન સિસ્ટમ સાથે જોડાયેલા છે. અને એ સિસ્ટમ થ્રૂ તેણે એકસાથે બધાની મેમરી અપડેટ કરી દીધી છે. અને બીજી ખુશખબર એ હતી કે નંબર 7 સહિત એ બધા ક્લોન પરસ્પર કનેક્ટ થઈ ગયા છે. એટલે તેઓ ટેલીપથી દ્વારા સંદેશાની આપ લે કરી શકશે.
હવે વારો હતો રૉ ના હેડ સાથે વાત કરવાનો. તો એ કામ તેણે ત્યાં રૂમમાં બેઠા બેઠા જ કરી દીધું. આર્મી માટે સિક્રેટ વેપન બનાવવાની કામગીરી સોંપી હોવાથી રૉ ના ચીફ થોડા થોડા સમયે જુલી સાથે કોન્ટેક્ટ મા રહ્યા હતા એટલે અત્યારે જુલી માટે આ કામ સરળ બની ગયુ હતું. તેણે ચીફની ડાયરેક્ટ લાઇન પર કોલ કર્યો અને સીધી ચીફ સાથે જ વાત કરી. બધી વાત સમજાવી તેણે ચીફ ને જ પૂછ્યું,
"હવે શું કરવું? "
તેણે ચીફ ને એ પણ જણાવ્યું કે બધા સુરક્ષાકર્મીઓ અત્યારે ટેરેસ પર ભેગા થયા છે.
"બીન્ગો... "
જુલીની વાત સાંભળીને ચીફ ખુશ થઈ ગયા અને ધરપત આપતા કહ્યું,
"ડોન્ટ વરી. ટૂંક સમયમાં અમારા જાંબાઝ જવાન ત્યા પહોંચી જશે અને બધુ બરાબર કરી દેશે. જો પોસિબલ હોય તો જેટલા પણ સિક્રેટ વેપન બનેલા છે તે ડિસ્ટ્રોય કરી નાંખો. એમાંથી એક પણ જો દુશ્મનોના હાથમાં ગયું તો મુશ્કેલી વધી જશે. એન્ડ ટ્રાય નોટ ટુ બી પેનિક. "
નંબર 7 એ તરતજ ટેલીપથી દ્વારા સિક્રેટ વેપન ડિસ્ટ્રોય કરવા કહ્યું અને લેબમા કામ કરી રહેલા પાંચેપાંચ ક્લોન સર્જન ને બદલે વિસર્જન ની પ્રક્રિયા મા જોડાઇ ગયા. આ બધાથી અજાણ પ્રોફેસર જેકબ વ્હીલચૅર મા બેઠા બેઠા મનોમન તૈયાર થયેલા વેપન્સની ગણતરી મૂકી રહ્યા હતા. વેપન બેવડા ધોરણે બનાવ્યા હતા. એક ખામી વાળા, કે જે અહીંની સરકાર ને આપવાના હતા. અને બીજા ઉત્તમ ક્વોલિટી ના... પોતાના જન્મદાતા દેશ સાથે પોતાની વફાદારી સાબિત કરવા માટે... તેની ગણતરી મુજબ એક લોટની નિકાસ થઈ શકે એટલા વેપન બની ગયા હતા. તેણે એક કોલ કરી આ માહિતી ત્યા પહોંચાડી દીધી. સામેથી જવાબ આવ્યો કે બે દિવસ પછી પહેલી ડિલીવરી કરવી.
અચાનક તેમનુ ધ્યાન મેઇન સિસ્ટમ તરફ ગયુ. તેને કશુંક અજુગતું લાગ્યું, પણ તે કંઇ સમજે એ પહેલાં જ ગોળીબાર ના અવાજ થી આખું બીલ્ડીંગ ધમધમી ઉઠ્યું. કોઇ કંઈ સમજે એ પહેલાં જ બધા સુરક્ષાકર્મીઓ હતા - ન હતા થઈ ગયા. ટેરેસ ફરતા ત્રણ ચક્કર લગાવી સબ સલામત ની ખાતરી થતા એક હેલિકોપ્ટર ત્યાં હેલીપેડ પર ઊતર્યું. તેમાંથી કેટલાક એરફોર્સની વરદીવાળા હથિયારધારી જવાન ઉતર્યા અને એક પછી એક માળ ઉતરતા આખા બિલ્ડીંગ ની ચકાસણી કરવા માંડ્યા. ચૌદમા માળે એક રૂમમાંથી એક સ્ત્રી અને એક પુરુષ મળ્યા, પણ તેમના અધિકારી એ પોતાની પાસે રહેલા ફોટા જોઇ ખાતરી કરી લીધી કે આ તો દોસ્ત છે.
એ બંને ની આગેવાની મા આખી ટુકડી સીધી - 4 લેવલ પર આવેલી લેબમા ગઈ. ત્યા તેમણે જોયું કે વ્હાઇટ કોટ અને વ્હાઈટ માસ્ક વાળા પાંચ ઈસમો એક વ્હીલચૅર ને ઘેરી ને ઉભા છે. તે વ્હીલચૅર વાળી વ્યક્તિ કોઈ પ્રતિકાર કરવાની સ્થિતિ મા નહોતી. હવે બસ એકજ કામ બાકી રહેતુ હતું... ધરપકડ!
ખૂબજ ઓછા સમયમાં આખું ઓપરેશન પતી ગયા પછી નંબર 7 અને જુલી ને ચીફ પર્સનલી મળ્યા. તેમણે પરસ્પર આભાર વ્યક્ત કર્યો. સાથે જ નંબર 7 એ ઓરિજિનલ પ્રોફેસર જેકબ અંગે ચિંતા વ્યક્ત કરી. ચીફે તેમને આશ્વાસન આપ્યું કે બહુ જલ્દી પ્રોફેસર જેકબ મુક્ત થઈ જશે. તેમને મોકો પણ બે દિવસ માંજ મળી ગયો.
સિક્રેટ વેપન્સની ફર્સ્ટ ડિલિવરી લેવા માટે જે ટુકડી આવી હતી, તેને બાનમાં લઇ તેમની સામે પ્રોફેસર ને છોડાવી લેવાયા. પ્રોફેસર જેકબ પોતાના આ અજાણ્યા સ્વરૂપ ને ભેટી પડ્યા. તેમણે અંતઃકરણ પૂર્વક નંબર 7 નો આભાર માન્યો. નંબર 7 એ બદલામાં એક વસ્તુ માંગી... આઝાદી...
સિક્રેટ વેપન વિશે ની મેમરી ભૂંસીને પ્રોફેસર જેકબે નંબર 7 અને જુલીને અંતરના આશિષ સાથે આઝાદી આપી દીધી. ફરી પ્રોફેસર જેકબ પોતાના પાંચ ક્લોન સાથે એ લેબમા ખોવાઇ ગયા... આ વખતે માત્ર ને માત્ર પોતાના દેશ માટે... અને નંબર 7 તથા જુલી એ ત્યાથી ઘણે ઘણે દૂર જઈ પોતનો સંસાર વસાવ્યો. સિક્રેટ વેપનતો મગજમાંથી ભૂંસાઇ ગયું, પણ નંબર 7 ની અંદર રહેલા પ્રોફેસર ના જીન્સ તેને શાંતિ થી જંપવા દેતા નહોતા. તેણે પોતાની એક લેબ તૈયાર કરી હતી અને અહર્નિશ તેમા નવા નવા અખતરા ચાલુ રહેતા... પ્રત્યેક ફેઈલ્યોર પછી જુલી એ પુસ્તક ખોલતી અને તેમાં સુવર્ણ અક્ષરો ચમકી ઉઠતા... પ્રયત્ન કરતા રહો, સફળતા તમારા કદમ ચૂમશે...