વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

innocent observation

   અરે...રે....આજે ઓફિસ પહોંચતા ચોક્કસ મોડું થશે, ઓફિસ વાળાને પણ કંઈ કામધંધો નથી ને રોજ કૈક નવું લાવ્યા કરે... સાડી ડે રાખ્યો છે બોલો!...આ સાડી પહેરતાં કેટલી વાર લાગે અને પહેરતા પણ આવડવી જોઈએને, "આઈ ડોન્ટ નો હાઉ આઈ હેન્ડલ ઓફિસ વર્ક વીથ સારી!" આવા કેટલાંય વિચારો સાથે ઘરના કામ આટોપીને અને પિંકીને સ્કુલ મોકલી , સુંદર સાડી પહેરીને ફટાફટ તૈયાર થઈ વિશ્વા ઓફિસ માટે નીકળી ગઈ.સાંજે જયારે ઘરે આવી તો પિંકી ખુશીથી બોલી પડી, "વાઉ મા યુ લુક સો..... બ્યુટિફૂલ".

વિશ્વાએ નવાઈ પામીને પૂછ્યું, "સ્વીટહાર્ટ.... વ્હાય આર યુ કોલિંગ મી 'મા'?" તો તરત પિંકીએ માસૂમ ચહેરા સાથે કહ્યું, "એવરી ડે યુ લુક મોમ બટ ટુડે યુ લુક મા".

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ