વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ - એક મજબૂત બંધન...

  • ​શીર્ષક :- "પ્રેમ - એક મજબૂત બંધન "



                 (આ વાર્તા કાલ્પનિક છે. તેમજ અહીંયા આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આ વાર્તા કોઈ ના જીવન પર આધારિત નથી.)

                

                


                  

                  " હા, પણ હવે મને ખ્યાલ છે કે મારે શું કરવાનું છે? તારે મને કઈ સમજાવવાની જરૂર નથી. હું મારું કામ સારી રીતે કરી જાણું છું." શ્રુતિ એ ગુસ્સા માં ટેબલ પર પડેલી પોતાની ફાઈલ હાથ માં ઉઠાવી લઇ ને તેના પતિ પ્રશાંત ની સામે જોઈ ને કહ્યું.

                 

                  પ્રશાંત અને શ્રુતિ પતિપત્ની છે. તેઓ એક જ ઓફિસ માં કામ કરે છે. પ્રશાંત અને શ્રુતિ બંને ની કેબિન, બોસ ની કેબિન ની બાજુમાં જ છે. પ્રશાંત અને શ્રુતિ ની મુલાકાત ચાર વર્ષ પેહલા આજ કંપની ના ઇન્ટરવ્યૂ સમયે થઈ હતી. ત્યારથી બંને એકબીજા ના સારા મિત્રો બની ચૂક્યા હતા. તેઓ ધીરે ધીરે એકબીજા ને સમજવા લાગ્યા હતા. તેમજ બંને એકબીજા ને પ્રેમ કરતા હતા તેથી બંને એ એક વર્ષ પછી લગ્ન કરી લીધા હતા.

                

                  શ્રુતિ ના ગુસ્સા એ આજે સવારે જ વિકરાળ રૂપ લઈ લીધું હતું જે શાંત થવાનું નામ જ ક્યાં લે છે! ક્યાંથી લે? શ્રુતિ ને શક હતો કે પ્રશાંત કોઈ અન્ય છોકરી ના સુંદર ચેહરા માં ફસાયેલો છે. અને આજે સવારે આવેલા કોલ થી એનો શક હજુ મજબૂત થઈ ગયો. આ વાત લગભગ એક વર્ષ પહેલાં ની છે...

                 

                 એક વર્ષ પહેલાં શ્રુતિ અને પ્રશાંત ને ઓફિસ ના કામ થી ગોવા જવાનું થયું. શ્રુતિ અને પ્રશાંત ખુશ હતા. કેમ કે ગોવા જઈ ને પોતાનું મીની વેકેશન પણ એન્જોય થઈ જશે. સાથે કંપની નું કામ પણ થશે અને ગોવા ના પ્રખ્યાત રમણીય બીચ પર ફરવા પણ મળશે.

                

                 પરંતુ, શ્રુતિ ને ક્યાં ખબર હતી કે અહીંથી તેની જીંદગી નો વળાંક આવવાનો છે! શ્રુતિ ખુશ છે. સાથે પ્રશાંત પણ ઉત્સાહ માં છે કે એક સાથે તેના બોસ ના કારણે ફ્રી માં ટ્રીપ મળી જશે.

                

                 શ્રુતિ અને પ્રશાંત ગોવા પહોંચે છે. ત્યાં કેંડોલીમ બીચ પર ની એક સિગ્નેટ હોટેલ પર રોકાય છે. શ્રુતિ અને પ્રશાંત ખૂબ ખુશ છે. તેઓ ત્યાં પહોંચી ને પહેલા તો બીચ પર ફરવાનો આનંદ ઉઠાવે છે. સાંજે થાકી ને ફરીથી હોટેલ પર આવી ને પોતાનું ડીનર કરી ને તેઓ હોટેલ માં આવી ને સુઈ જાય છે.

                

                 બીજા દિવસે કંપની ના પ્રેઝન્ટેશન માટે પણજી રેલ્વે સ્ટેશનથી થોડા અંતરે આવેલી એક હોટેલ માં જાય છે. પ્રશાંત અને શ્રુતિ બંને પ્રેઝન્ટેશન સારી રીતે કમ્પ્લિત કરી ને હોટેલ થી બહાર જતા હોઈ છે. એ દરમ્યાન શ્રુતિ હોટેલ ની બહાર આવેલી એક ગિફ્ટ ની શોપ જુવે છે. તે પ્રશાંત ને એક ગિફ્ટ આપવા માગે છે. શ્રુતિ પ્રશાંત ને કહે છે કે," હું હમણાં આવું છું અને તું મારો અહીંજ વેઇટ કરજે." એમ કહીને ત્યાંથી જતી હોય ત્યારે પ્રશાંત કહે છે કે," શ્રુતિ,  હોટેલ ના જ વેઇટિંગ રૂમ માં હું તારો વેઈટ કરું છું." એમ કહી તે વેઇટિંગ રૂમ તરફ જતો હોય છે. તેમજ શ્રુતિ હોટેલ ની બહાર આવેલી શોપ માં જતી રહે છે.

                

                 પ્રશાંત વેઇટિંગ રૂમ માં પ્રવેશ કરે છે. ત્યારે જુવે છે કે એક નમણાં ચેહરા વાળી કોઈ સુંદર યુવતી ત્યાં કોઈ ની રાહ જોઈ રહી છે. તેના હાથ માં કોઈ મેગેઝિન છે જે તે વાંચી રહી હોઈ છે. પ્રશાંત તેની બાજુ માં આવી બેસી જાય છે. પ્રશાંત વાત ની શરૂઆત કરવાનું વિચારી પોતાનો જમણો હાથ આગળ કરતા કહે છે,"હેલ્લો, હું પ્રશાંત છું."

                

                 બાજુ માં બેઠેલી છોકરી ને અવાજ ઓળખીતો હોઈ એવું લાગ્યું તે ઉપર નજર કરી ને જુએ છે અને પ્રશાંત નેં જોઈ ને ," વોટ અ સરપ્રાઇઝ, પ્રશાંત!" શિવાંગી તેની તરફ આવેલા પ્રશાંત ના હાથ ને પોતાના હાથ માં લઇ ને કહે છે. આવી રીતે બંને મિત્રો ઘણા વર્ષો પછી એકબીજાને મળે છે તો થોડી વાર માટે તેઓ અવાક્ રહી જાય છે.

                

                 પ્રશાંત એકીટશે નીરખીને જુએ છે તો યાદ આવે છે કે આ તો તેની સાથે સ્કૂલ માં અભ્યાસ કરતી તેની ફ્રેન્ડ શિવાંગી છે. પ્રશાંત પોતાની સ્કૂલ ના દિવસો માં ચાલ્યો જાય છે. શિવાંગી અને પ્રશાંત બંને સારા મિત્રો છે. બંને એકબીજા ના એટલા ખાસ મિત્રો છે કે તેઓ કોઈ પણ મુશ્કેલી માં એકબીજા ની સાથે જ રહે છે. પરંતુ, કોલેજ અભ્યાસ દરમિયાન તેઓ બંને જુદા પડી ગયા હતા. અને આજે લગભગ સાત વર્ષ પછી બંને અચાનક એકબીજા ને મળી જાય છે.


                 પ્રશાંત આ બધા વિચાર માં ખોવાયેલો હોઈ ત્યારે શિવાંગી પ્રશાંત ને વર્તમાન માં લાવતા કહે છે,"ઓહો પ્રશાંત ક્યાં ખોવાઈ ગયો?"

                

                 પ્રશાંત વર્તમાન માં આવે છે અને કહે છે," શિવાંગી, તું કેટલી બદલાઈ ગઈ છે? એકદમ હિરોઈન બની ગઈ છે. બાય ધી વે હું અહીંયા મારી કંપની ના કામ થી મારી પત્ની સાથે  આવેલો છું. મારી પત્ની શ્રુતિ એ બહાર મને અહી વેઈટ કરવાનું કહીને ગઈ છે. તેથી હું અત્યારે અહી છું. પરંતુ તું અહી કેમ? હું અમદાવાદ રહુ છું અને તું ક્યાં શહેર માં રહે છે?" શિવાંગી ને હગ કરતા પ્રશાંત કહે છે.

                

                 શિવાંગી હસીને કહે છે," પ્રશાંત હું મારા પતિ સાથે એમના બીઝનેસ ડીલ માટે આવેલા છીએ. એ બીઝનેસ ડીલ કરવા ગયા છે. હું એમની અહી રાહ જોવ છું. એમને આવવા માં હજુ ટાઈમ લાગશે એટલે હું અહી આવી ને મેગેઝિન વાંચવા બેઠી. હું પણ અમદાવાદ જ રહુ છું તો પણ આપણે એકબીજા ને ક્યારેય મળ્યા પણ નહિ."

                

                  પ્રશાંત શિવાંગી ને કોફી ની ઑફર આપે છે. પછી બંને કોફી પીવા માટે બહાર આવે છે. અને કોફી પીતા હોય ત્યારે તેઓ એકબીજા ના કોન્ટેક્ટ નંબર ની આપલે કરી લે છે. અને હવે તેઓ અવાર નવાર મળતા રહેશે એવું નક્કી કરે છે. થોડીવાર પછી શિવાંગી ના પતિનો કોલ આવે છે. અને શિવાંગી ને બહાર બોલાવે છે. શિવાંગી આવું છું કહી ને ફોન કટ કરી નાખે છે.

                 

                  પ્રશાંત ને કહે છે," ચાલ, પ્રશાંત મારે હવે જવું જોઈએ. મારા પતિ બહાર રાહ જોવે છે. આપણે પછી અમદાવાદ ચોક્કસ મળીશું." શિવાંગી પ્રશાંત ને એક હગ આપે છે.

                 

                  એ જ વખતે પ્રશાંત ની પત્નિ શ્રુતિ ત્યાં આવી જાય છે. અને પ્રશાંત ને કોઈ બીજી સ્ત્રી ની સાથે હગ કરતા જોઈ ને શ્રુતિ ગુસ્સો કરવા લાગે છે. અને ત્યાંથી પ્રશાંત ને ખબર ના પડે તે રીતે વેઇટિંગ રૂમ માં જતી રહે છે.

                 

                  શિવાંગી ત્યાંથી જતી રહે છે. ત્યારબાદ પ્રશાંત કોફી શોપ માંથી વેઇટિંગ રૂમ તરફ જાય છે. ત્યાં શ્રુતિ ને જોઈ ને પ્રશાંત કહે છે," અરે, શ્રુતિ તું અહીં મારી રાહ જુવે છે તો તે મને કહ્યું પણ નહિ?"

                 

                  ત્યારે શ્રુતિ ગુસ્સા માં કહે છે," કેવી રીતે કહું? તું તો કોફી શોપ માં તારી કોઈ પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરતો હતો ને?"

                 

                  પ્રશાંત શ્રુતિ ને સમજાવતા કહે છે,"શ્રુતિ, વાત સાંભળ એ મારી કોઈ પ્રેમિકા નથી. અમે સારા મિત્રો છીએ. અમે ઘણા વર્ષો પછી મળ્યા છીએ. શિવાંગી આજ અચાનક અહીંયા મળી ગઈ એટલે હું થોડીવાર માટે કોફી પીવા માટે ગયો હતો. તું વાત ને ક્યાંથી ક્યાં પહોંચાડે છે ?"

                 

                  શ્રુતિ ને ગુસ્સા માં કંઈ સૂઝતું નથી એ પ્રશાંતને છોડી ને ત્યાંથી હોટેલ પર જવા નીકળે છે. ત્યારે પ્રશાંત તેનો હાથ પકડી લે છે અને વિશ્વાસ અપાવે છે કે એ જસ્ટ મિત્ર જ છે. બંને વચ્ચે કોઈ એવા સંબંધ નથી. ત્યારે તો તે શ્રુતિ ને મનાવી લે છે.

                 

                  શ્રુતિ પ્રશાંત ની વાત માની લે છે પરંતુ તેના માં માં શક ઘર કરી ગયો છે. પછી બંને ત્યાંથી પોતાની હોટેલ પર આવી જાય છે. બે દિવસ પછી બંને પોતાના ઘર પર અમદાવાદ આવતા રહે છે. અને બંને ખુશિંથી રહેવા લાગે છે. પ્રશાંત શ્રુતિ ને ખબર ના હોય એ રીતે શિવાંગી જોડે વાત કરી લે છે. બંને બાળપણ ની સાથે વિતાવેલી ક્ષણો યાદ કરી ને ખુશ રહેવા લાગે છે.

                 

                   શ્રુતિ ને પણ ધીરે ધીરે પ્રશાંત આવી રીતે કોઈ સાથે વાત કરતા જોઈ ને પ્રશાંત પરનો શક વધતો જાય છે. તેમજ બંને વચ્ચે મતભેદ થવા લાગે છે. આ મતભેદ ઝગડામાં રૂપાંતર પામે છે. જોતજોતામાં એક વર્ષ વિતી જાય છે. 

                  

                   સમય જતાં શ્રુતિ નો ગુસ્સો પણ વધતો જાય છે અને શક પણ. એવામાં એક દિવસ સવાર માં આઠ વાગ્યે પ્રશાંત ન્હાવા ગયો હોઈ છે ત્યારે તેનો ફોન રણકે છે. શ્રુતિ ફોન જુવે છે તો તેમાં શિવાંગી નું નામ ડિસ્પ્લે પર દેખાઈ છે.

                  

                  શ્રુતિ ફોન રિસિવ કરે છે સામેથી અવાજ આવે છે,"હેલ્લો, પ્રશાંત આજે મારા પતિ બહાર જવાના છે. તો આજે રાત્રિ નું ડીનર તું મારી સાથે લઈ શકીશ? આમ પણ આપણે કેટલા સમય થી મળ્યા નથી. એ બહાને આજે મળીયે." શિવાંગી બોલી જાય છે.

                 

                  તરત જ શ્રુતિ કઈ પણ જવાબ આપ્યા વિના જ ગુસ્સા માં ફોન કટ કરી નાખે છે. એટલા માં પ્રશાંત બાથરૂમ માંથી બહાર આવે છે. અને શ્રુતિ ને પૂછે છે,"કોનો કોલ આવેલો હતો?"

                 

                  શ્રુતિ ગુસ્સા માં શક કરતા કહે છે," તમારી પ્રેમિકા શિવાંગી નો. એ તમને આજે રાત્રે એના પતિ ઘર પર નથી એટલે ડીનર માટે બોલાવે છે."

                 

                  પ્રશાંત શ્રુતિ શાંત કરતા કહે છે," એવું કંઈ જ નથી જેવું તું સમજે છે. મારી વાત પર વિશ્વાસ કર." પરંતુ, શ્રુતિ કંઈ જ માનતી નથી.

                 

                  શ્રુતિ કંઈ સાંભળ્યા વિના ત્યાંથી ઓફિસ જવા માટે નીકળી જાય છે. ત્યારબાદ શ્રુતિ ના ગયા પછી પ્રશાંત શિવાંગી ને કોલ બેક કરે છે અને કહે બનેલી બધી ઘટના કહે છે. ત્યારે શિવાંગી પ્રશાંત ને સોરી કહી દે છે અને હવે પછી ક્યારેય ફોન નહિ કરવાનું કહે છે. પ્રશાંત ફોન કટ કરી ને ઓફિસ માટે નીકળી જાય છે.

                 

                  ઓફિસ માં આજે બોસ એક ફાઈલ તે શ્રુતિ ની મદદ થી તૈયાર કરી આજે સાંજ સુધી માં આપે એવો આદેશ આપે છે. પ્રશાંત ફાઈલ લઈ ને પોતાની કેબિન માં આવે છે. શ્રુતિ ને ફાઈલ કઈ રીતે તૈયાર કરવી એ સમજાવે છે.

                      

                   " હા, પણ હવે મને ખ્યાલ છે કે મારે શું કરવાનું છે? તારે મને કઈ સમજાવવાની જરૂર નથી. હું મારું કામ સારી રીતે કરી જાણું છું." શ્રુતિ એ ગુસ્સા માં ટેબલ પર પડેલી પોતાની ફાઈલ હાથ માં ઉઠાવી લઇ ને તેના પતિ પ્રશાંત ની સામે જોઈ ને કહ્યું.

                  

                    શ્રુતિ નો પ્રશાંત પર શક અને ગુસ્સો વધતો જાય છે. પરંતુ, તે કઈ કરી નથી શકતી. કેમ કે તે બધું છોડી ને પ્રશાંત માટે પોતે પ્રશાંત ને પ્રેમ કરતી હોવાથી આવેલી હતી. શ્રુતિ પ્રશાંત સાથે બોલવાનું ઓછું કરી નાખે છે.

                   

                    બંને નો વાત વાત મા મીઠો ઝગડો ચાલ્યા કરે છે. શ્રુતિ નો બર્થડે હવે નજીક આવતો હોવાથી શ્રુતિ ને ખબર ના પડે એમ પ્રશાંત શિવાંગી ને શ્રુતિ ને સરપ્રાઇઝ આપવાની વાત કરે છે અને બર્થડે પ્લાન બનાવે છે. પછી શિવાંગી અને પ્રશાંત બંને એક હોલ બુક કરાવે છે અને શ્રુતિ ના બર્થડે ને ખાસ બનાવવા માટે તે હોલ ને શણગારવાનો ઓર્ડર પણ આપી દે છે.

                   

                    આમ, બધું સારી રીતે તૈયારી થતી જોઈ ને પ્રશાંત ખુશ થઈ ને શિવાંગી ને કહે છે," ઉલાલા! હું શ્રુતિ ને ખુબ જ પ્રેમ કરું છું. આજે બધું મસ્ત તૈયાર થઈ જશે. કાલે આપણે શ્રુતિ નો બર્થડે ઉજવીશું. ત્યારે તે મારી મદદ કરી અને તું મારી દોસ્ત છે એ વાત પણ સમજાવી દઈશું."

                   

                    શિવાંગી પણ પ્રશાંત માટે ખુશ થાય છે. ત્યારબાદ બીજા દિવસે શ્રુતિ ને સરપ્રાઇઝ આપવા માટે પ્રશાંત બહાનું બનાવી ને શ્રુતિ ને હોલ માં લઇ જાય છે. હોલ માં શ્રુતિ પહોંચે છે ત્યારે ત્યાં અંધારું હોય છે. શ્રુતિ ના આવ્યા પછી હોલ ચમકી ઉઠે છે. સાથે જ ઉપર થી ફૂલ ની પાંખડીઓ ની વર્ષા શ્રુતિ પર થાય છે. મહેમાનો નો શ્રુતિ ને બર્થડે વિશ કરે છે. શ્રુતિ કેક કાપી ને પહેલી બાઈટ પ્રશાંત ને આપે છે.

                   

                    પ્રશાંત પણ શ્રુતિ ને કેક ખવડાવે છે. ત્યારબાદ  શિવાંગી તેના પતિ સાથે શ્રુતિ પાસે આવે છે. અને શ્રુતિ ને ગિફ્ટ આપી ને પોતાની ઓળખાણ કરાવે છે. તેમજ પોતાના પતિ ની પણ ઓળખાણ કરાવે છે.

                   

                    પ્રશાંત અને શિવાંગી પોતે સારા મિત્રો છે. એમ સમજાવે છે. સાથે જ શ્રુતિ નો શક પણ દૂર કરે છે. પછી શિવાંગી અને પ્રશાંત ની વચ્ચે થયેલી બધી જ વાત કરે છે. અને શ્રુતિ ને કઈ રીતે મનાવવી એ બંને એ કરેલું પ્લાનિંગ પણ કહે છે.

                   

                    શિવાંગી શ્રુતિ નો વિશ્વાસ જીતી લે છે. તેઓ પણ સારા મિત્રો બની જાય છે. પછી શ્રુતિ શિવાંગી અને પ્રશાંત ની માફી માગે છે. તેમજ શ્રુતિ ખુશ થઈ ને ભરી મહેફિલ માં પ્રશાંત ને એક ઉષ્માભર્યું આલિંગન કરી ને એક હલકું ચુંબન ગાલ પર આપી દે છે. તેમજ પોતે ખૂબ જ પ્રેમ કરે છે એવો એકરાર પ્રશાંત સમક્ષ કરે છે. પ્રશાંત પણ ફક્ત શ્રુતિ ને જ પ્રેમ કરે છે એમ કહે છે.

                   

                    બધા ખુશ હોઈ છે ત્યારે શિવાંગી શ્રુતિ ને સંબોધી ને કહે છે," શ્રુતિ, કાલે અમે બર્થડે પાર્ટી અરેંજ કરતા હતા ત્યારે પ્રશાંત એ શું કહે ખબર છે? કહે ઉલાલા! હું શ્રુતિ ને ખુબ જ પ્રેમ કરું છું. હું શ્રુતિ ને મનાવી લઈશ. અને ક્યારેય નહિ છોડીશ."  ત્યારબાદ શ્રુતિ ખુશ થઈ ને પ્રશાંત ને ફરીથી ભેટી પડે છે. હોલ માં ખુશી નું વાતાવરણ છવાઈ જાય છે...

                   

                   

                   

                   

કિશન પટેલ "સ્વપ્ન રાહ"


​સુરત.​

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ