વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ જીવાશે?


શીર્ષક.        : -   કેમ જીવાશે ?


******************************


સુમસામ કેડી પર ચાલું છું ,

એમાં વિચારો તારા જ આવે..

ખુબસુરત મોસમમાં એકલી,

મનમોજી પણ એકલવાયું લાગે..

આજુબાજુનાં ઊંચા ઊંચા ઝાડ,

તારી યાદ અપાવી જાય છે..

તારા હાથમાં હાથ નાખી ચાલવું,

તારો સાથ મને આજે યાદ છે..

તારા ખંભે માથું મૂકી ભાર ભૂલી,

તારી સાથે મદમસ્ત થવું યાદ છે..

બધું જ છે અહીંયા બસ,

ખાલીપો છે તારા વગર...

ભગવાનની કેવી માયાજાળ છે ?

સહારો આપીને બેસહારા કરવાની..

સરસ મજાની આહ્લાદક મોસમ,

ને એકલવાયું જીવન......

કેમ જીવાશે તારા વગર?


********************************

                   

                    ✍  ધ્રુપા પટેલ ,

                                 સુરત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ