વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કીડીબાઇએ કરી કમાલ


(બાળગીત)


- હરિ પટેલ


કીડીબાઇએ કરી કમાલ, 

જોવા જેવી થઇ રે;

ઊભી બજારે માંડી ધમાલ,

જોવા જેવી થઇ રે… 


જીવાકાકાના જોડામાં ઘૂસી,

ચૂટકી એવી દીધી રે;

જીવાકાકાએ પાડી બૂમો,

ભીડ ભેગી કીધી રે...


જીવાકાકાએ જોડો કાઢી,

સૌની સામે ધર્યો રે:

“જુઓ, ભઇ ! આ જોડામાં, 

કો’કે ચૂંટકો ભર્યો રે”...


જોડાને લૈ’ હાથમાં

સૌ કોઇ જુએ રે;

અંદર બેઠાં કીડીબાઇ

ધ્રુસકે ધ્રુસકે રૂએ રે...


કહે લોકો, “ શાને રડો ? 

કામ કીધાં ખોટાંજી.” 

કીડીબાઇ ક્યે, “ માફ કરો,

સમજણમાં અમે છોટાંજી !”...


જીવાકાકાએ દયા આણી,

સૌને કીધી આજીજી;

“ જાવા દો, કીડીબાઇએ

ભૂલની માફી માંગીજી”...


નીચા મોંઢે કીડીબાઇ

જોડામાંથી નીકળ્યાં રે;

જીવાકાકા તો મૂછમાં હસે,

કીડીબાઇ તો વીલાં રે...

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ