વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાનાની રાધા

રાધાને વહાલો કાનો,


કાનાને વહાલી વાંસળી,


વાંસળીએ રેલાયા સૂર,


એ સૂરે થંભે ગાવલડી,


સૂરના શબ્દો સર્યા,


રાધાના મનડાં હર્યા,


પ્રેમનાં પુષ્પો ખીલ્યાં,


મનનાં માખણ ઝીલ્યાં...


ગોકુળથી મથુરા ચાલ્યાં,


રાધાને મનમાં રાખ્યાં,


રણછોડને એ ભાગ્ય,


તોએ.....


રાધાને વહાલો કાનો.


દ્વારિકામાં જઈ વસ્યાં,


રુક્મિણીને એ પરણ્યાં,


રાજા રણછોડ બન્યા,


તોએ..... 


કાન રાધાથી ઓળખાયા,


આથી....


રાધાને વહાલો કાનો...


રાધાને વહાલો કાનો...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ