વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ, તું ક્યાં મળે..?

કૃષ્ણ, તું ક્યાં મળે?

મૃત્યુની ધાર ધાર મળે, કે જન્મોની આરપાર મળે? 


સદીઓની પ્રતીક્ષા કાળમીંઢ પથ્થરોની, 

ને ચૌદ ભુવનનો નાથ કારાગૃહે મળે


યમુના સમ રોજે ઉફ્ણતાં રાખું શ્વાસ,

મેઘલી કો' રાતે તુજ ચરણ આધાર મળે


છેદાઈનેય વેણું સમ રહેવું છે મધુરું,

કે કદી કૃષ્ણ અધર રસાસ્વાદ મળે


વિરહનું સુદર્શન રોજ છેદે આ ટેરવાને, 

અમથો જ તો ન કંઈ શંખનો નાદ મળે


ઉકેલ્યા વેદો ને ગ્રંથો બધાં પછી જ,  

કોઈ રણમેદાને ગીતા રૂપ સાર સાર મળે


દ્રૌપદી જેમ પીઉં અપમાનનું એ વિષ ,  

ત્યારે જ કૃષ્ણ તું તારણહાર મળે


ક્ષણ ક્ષણમાં, કણ કણમાં જોઉં તને,

એવા પ્રેમ-ભક્તિ યોગે, કૃષ્ણ ધરાર મળે


હું રાધા, હું મીરા, હું જ ગોપી ને ગોવાળ

એમ તારામાં હું, મારામાં તું એકાકાર મળે


કૃષ્ણ, તું ક્યાં મળે?

મૃત્યુની ધાર ધાર મળે, કે જન્મોની આરપાર મળે? 




















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ