વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાદળી કેવી વરસી ગઈ

 

*** શોપિ વર્ષોત્સવ કાવ્ય સ્પર્ધા ***

*** વાદળી કેવી વરસી ગઈ ? ***

પારિજાત તણી સુવાસ જોને કેવી કમાલ કરી ગઈ,
ઘનઘોર વાતાવરણમાં એક વાદળી કેવી વરસી ગઈ

મેઘાડંબર કરી વસુંધાને ઘડીકમાં કેવી ભીંજવી ગઈ
મળવા બોલાવી પ્રિયતમને ગાલે કેવું ચુંબન કરી ગઈ

તહેવાર છે પાવન શ્રાવણ માસના એવું કહી રહી
મેઘધનુષી રંગો માં છેતરી ને કેવી હોળી રમી ગઈ

હરિયાળી ધરતીના પાલવડે આભલુ કેવું જડી ગઈ
મલકાતી છબીલીએ ઓઢણી લીલી કેવી ઓઢી ગઈ

ચાતકડે ખુલ્લી ચાંચમાં અમીધાર કેવી વરસાવી ગઈ
મળીશ ક્ષણભર એવું કહી કેવી ધોધમાર મળી ગઈ

અગન તપતા ભાસ્કર ને કેવો ટાઢો બોળ કરી ગઈ
કોપ શાંત કરી મનામણાં કરીને કેવું કામ કઢાવી ગઈ

વિયોગે ઝુરતાં પ્રેમી પંખીડાને કેવો શાપ આપી ગઈ
રાખ્યું ધૈર્ય તોય મયૉદાની રેખા કેવી ઓળંગાવી ગઈ

પારિજાત તણી સુવાસ જોને કેવી કમાલ કરી ગઈ,
ઘનઘોર વાતાવરણમાં એક વાદળી કેવી વરસી ગઈ

: વિજય વડનાથાણી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ