વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી પાંપણ માં

*** શોપિ વર્ષોત્સવ કાવ્ય સ્પર્ધા ***

 

*** તારી પાંપણમાં ! ***

વાંછટ ના ફોરાં એવા મને અડતા જાણે,
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

ભીંજવતો હૈયાં ને એવા છંછેડતો જાણે,
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

મેઘધનુષી રંગે રમાડી રંગ એવા કરતો જાણે
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

માટીની ફોરમ શ્વાસે એવી અડકાવતો જાણે
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

ગજૅના કરીને મનડાં ડોલાવે એવા જાણે
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

વગડો મ્હોરી મોરલો કળા કરે એવી જાણે
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

નખરાળો મેહુલીયો નખરાં કરે એવા જાણે
તારી પાંપણમાં રોજ મારુ ફરકી જવું !

:. વિજય વડનાથાણી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ