વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અષાઢી ઠપકો

          

 

 

 

 

અષાઢી ઠપકો    /  જગદીપ ઉપાધ્યાય   

      

મેલીને  વાદ બધા  સાધશે તું  ક્યારે  કુદરતની  સાથે સંવાદ?

આપે છે ઠપકો અષાઢ કે વિચાર તને  કેટલામો  બેઠો વરસાદ!

 

તારા તે  હોવાનો  અર્થ અહીં  થાય છે સોસાયટી બ્રાન્ડ એક ઠૂંઠું;

વર્ષામાં  કીધી  તે  બારી તો  બંધ,  મૂક્યું  વેન્ટીલેટરમાંયે  પૂંઠું!

વરસાદી ઝાપટામાં ઓચિંતા અટવાતા થાય સમય તારો બરબાદ!

 

ક્યાંથી એ સમજે તું ! કેમ એક છાંટામાં ખોઇ બેસે ભાનસાન કોઇ:

કારણ કે ચોમાસા કાઢ્યા તે ટી. વી. પર ફિલ્મોમાં વરસાડો જોઇ!

જીવી તો જો જીવન, મેઘધનુંમાંથી રંગ એક વખત લઇને એકાદ!

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ