વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમનો રંગ

 

હું તો વરસતી વાદલડી વ્યોમમાં,

ને પવનની જેમ તું તો વાતો...

 

અફાટ આકાશે આપણે ઉડતાં,

મારા હૈયે હર્ષ નવ સમાતો...

 

તારા પ્યારની હું તો પ્યાસી,

ઘૂંટડા તું મને પ્રેમના પાતો...

 

તારો સંગ મારે મન એવો જાણે,

પાંદડું લીલું ને રંગ રાતો...

 

ઉપવનમાં મારાં વસંત બનીને,

આવ્યો તું મઘમઘતો મદમાતો...

 

તારા સુસવાટા સાંભળું સનમ,

જાણે પલ પલ તું મને ગાતો...

 

હું તો તારી બાંહોમાં સૂતી છું,

તું સપનામાં આવતો ને જાતો...

 

મારા ફરતે વીંટળાઈને પ્યારા,

બાંધ્યો છે તેં પ્રીત કેરો નાતો...

 

અનરાધાર વરસીને મુજ પર

રઢીયાળી કરી છે મારી રાતો...

 

"વર્ષા" વરસી પડી બેસુમાર,

પ્યારની હેલી હૈયે ચડી છે આતો...

 

 

વર્ષા કુકડીયા 'મુસ્કાન'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ