વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાથના કર્યા હૈયે...


 શયનખનડનું બારણું અંદરથી વસાઈ ગયું. ઠાકુરનો દેહ ઝુમ્મર પલંગ પર ફસડાઈ પડ્યો. ક્રોધ હજુ શમતો નહોતો. પાંચ દિવસની સખત દોડાદોડી અને કુંવરીબા પકડાયાં તો પણ કોની સાથે- સવલીના છોકરા સાથે!  એ પણ હાથનાં અંકોડા ભીડેલા.


ઠાકુરે મૂછનાં આંકડા પર હાથ ફેરવ્યો ત્યાં જ બે માથાં પર તલવાર ફરી ગઈ. એ જ તલવારથી ઠાકુરનો શયનખંડ ખરડાયો. ધડામ દઈને વજનદાર માથું પલંગ નીચે પડ્યું. અંતે એના મસ્તિષ્કમાં એ જ વિચાર ચાલી રહ્યો હતો કે, " લગ્ન પણ કરાવી દેત બેટા ... પણ ભાઈ- બહેન


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ