વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

KYC ફ્રોડ: ઓનલાઇન છેતરપિંડી

આપણે જાણીએ છીએ કે ૨૧મી સદીમાં લોકો ડગલે ને પગલે ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો એ કઈ જ ખોટું નથી પણ એનો સાવચેતી ભર્યો ઉપયોગ કરવો એ ખાસ જરૂરી છે.

ટેક્નોલોજીના આ યુગમાં લોકો સ્માર્ટ ફોનનો નો વધુમાં વધુ ઉપયોગ કરે છે. આજના આ ટેકનોલોજી યુગમાં મોબાઈલ  એ આપણું અભિન્ન અંગ બની ગયું છે એવું કહેવામાં કંઈ ખોટું નથી.

આપણે જાણીએ છીએ કે દિવસેને દિવસે લોકો કેસલેસ તરફ વળી રહ્યા છે ત્યારે ઓનલાઇન શોપિંગ માટે લોકો અલગ અલગ એપ્લિકેસનનો જેવી કે પે ટી એમ, ફ્લિપકાર્ટ અને એમેજોનનો ઉપયોગ કરે છે એ ખૂબ જ સારી વાત છે પણ તેનો સાવચેતી ભર્યો ઉપયોગ ન કરવાથી ધીમે ધીમે લોકો ઓનલાઇન ફ્રોડના શિકાર બની રહ્યા છે.

ઓનલાઈન શોપિંગ એપ દ્વારા શોપિંગ કરવાનું અને દુકાનો પર પેમેન્ટ કરવાનું ચલણ વધ્યું છે. લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળી રહ્યાં છે અને તેમાં ઘણાં ગઠીયાઓ લાભ પણ લઈ જતાં હોય છે. 

૧.કેવાયશી શું છે?

કેવાયસી નો અર્થ થાય છે કે તમે તમારા ગ્રાહક ને ઓળખો. બેંકમાં ખાતું ખોલવામાં, મ્યુચલ ફંડ, ઓનલાઈન એપ કે જેના દ્વારા પૈસાની લેવડ દેવડ થતી હોય છે ત્યાં કેવાયસીનો ઉપયોગ થાય છે.

૨.કેવાયશી ફ્રોડ શું છે?

હમણાં નજીકના સમયમાં એવા છેતરીપીંડીના બનાવ બનવા લાગ્યા છે કે જેમાં લોકોને ફોનમાં કોઈ KYCને લઈને મેસેજ આવે અને એ મેસેજમાં તમને તમારું કેવાયશી અપડેટ કરવાનું કહેવામા આવે છે. આ ફ્રોડ ને ગઠીયાઓ કઈ રીતે અંજામ આપે છે તે જોઈએ . 

૧. પ્રથમ તો તમારા મોબાઈલમાં એક મેસેજ આવે છે કે તમારું કેવાયસી પૂરું થઈ ગયું છે તો નીચે આપેલ ફોન નંબર પર કોલ કરી ને અપડેટ કરાવો અને એ જ મેસેજ માં એક લિન્ક આપેલ હોય છે.

૨. જ્યારે તમે એ નંબર પર ફોન કરશો તો પ્રથમ તો એ ગઠીયાઓ તમારો ફોન ઉપાડશે નહીં અને થોડીક મિનિટો પછી તમને સામેથી એ જ નંબરમાથી ફોન આવશે પછી જે ફોન પર સંવાદ થશે એ આ મુજબ હશે.

ગઠીયો: હું પેય ટી એમ માથી બોલું છુ કે તમારો ફોન આવ્યો હતો.

ગ્રાહક:  હા, તમારો મેસેજ આવ્યો તો કેવાયસી અપડેટ માટે.

ગઠીયો: હા , તમારું કેવાયસીની મર્યાદા પૂરી થઈ ગઈ છે તો અપડેટ કરાવવું પડશે તો તમને જે મેસેજ આવ્યો છે એમાં એક લિન્ક આપેલ છે એના પર ક્લિક કરીને એક સોફ્ટવેર ડાઉનલોડ કરો.

ગ્રાહક: સાહેબ, સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયેલ છે આગળની પ્રોસેસ શું છે.?

ગઠીયો: તમારા સોફ્ટવેરની સ્ક્રીન પર જે નંબર દેખાય  છે એ આપો. હવે તમે તમારા ડેબિટ કે ક્રેડિટ કે પછી ઓનલાઇન બેંકિંગ મારફતે તમારા એપની વોલેટ માં ૧૦૦ રૂપિયા ટ્રાન્સફર કરો.

ગ્રાહક: સાહેબ. ૧૦૦ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.

ગઠીયો: આભાર, સાહેબ તમારું કેવાયસી અપડેટ થઈ ગયેલ છે.

૩. ઉપરના સંવાદમાં ગઠીયા એ જે સૉફ્ટવેર ડાઉનલોડ કરવાની વાત કરી છે એ એક રીમોટ એપ અથવા સ્ક્રીન શેર એપ છે જેના દ્વારા ગઠીયો તમારી મોબાઈલની સ્ક્રીન પર થતી બધી જ એક્ટિવિટીને જોઇ શકે છે. તમે જ્યારે તમારી ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી મોબાઈલમાં લખો છો એ બધી માહિતી જોઇ શકે છે એટલું જ  નહીં એ તમારા મોબાઈલ માં આવતા મેસેજ અને ઓટીપી નંબર પણ જોઈ શકે છે.

૪. તમે જે રૂપિયા ટ્રાન્સફરની પ્રોસેસ કરો છો એજ પ્રોસેસ ગઠીયો સાથે સાથે બીજા મોબાઇલમાં પણ કરતો જાય છે અહી તમે ૧૦૦ રૂપિયા ટ્રાન્સફર કરો છો ત્યારે સામેના છેડે ગઠીયો ૧૦૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી લે છે. આ રીતે ફ્રોડ ને અંજામ આપે છે.

કેવાયશી ફ્રોડથી બચવા નીચે મુજબની સાવધાની રાખો.

૧. મેસેજમાં આપેલ લિન્ક કે જેમાં આ મુજબના સૉફ્ટવેર ઉપયોગમાં લેવાય છે QS, ANYDESK, TEAMVIEWER જેવા સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું ટાળો. આ સૉફ્ટવેર મોટે ભાગે ઓફિસ કામમાં વધારે ઉપયોગમાં લેવાય છે પણ ઘણા લોકો એનો દુરુપયોગ કરે છે.

૨. મેસેજમાં આવેલ ન્ંબર પર ફોન કરવાનું ટાળો.

૩. મેસેજમાં આપેલ લિન્કને ઓપન કરવાનું ટાળો.

૪. KYC અપડેટ માટે કંપની અથવા બેંક ની જ્યાં બ્રાન્ચ હોય ત્યાં જઈને અપડેટ કરાવો.

૫. જો આવા ફ્રોડ તમારી સાથે થાય તો તરત જ બેંક અને નજીકના સાયબર સેલનો સંપર્ક કરો અને એને આ ફ્રોડ વિષે માહિતગાર કરો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ