વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી એજ દીકરો


 દીકરી એજ દીકરો


       શહેરમાં રહેતી ક્રિષ્ના,

વેકેશનમાં ત્રણ દીકરીઓ સાથે પોતાના ગામમાં સાસુ સસરા ને મળવા આવી. છકડો રિક્ષામાંથી ઉતરીને ઘરના રસ્તે ચાલી જતી હતી.ત્યાં જ રસ્તામાં તેમને કમળાબેન મળ્યા. કમળાબેન ને જોતાજ ક્રિષ્નાનાં મનમાં એક ફાળકો પડ્યો, કે જરૂર કંઇક મહેણું-મસ્કુ બોલશે, અને થયું પણ એવું જ.... 

ક્રિષ્નાને તેની  દીકરીઓ સાથે  જોઈ ને તેમણે દૂરથી એક હાક મારી, 

"કેમ ક્રિષ્ના! એક દીકરાનો શું વિચાર છે?" અવાજ સાંભળતા જ ક્રિષ્નાનાં ચહેરાનો આખો રંગ બદલાઈ ગયો. એના કાનમાં સાસરિયાની કેટલીક બાયોનાં મહેણાં ગૂંજવા લાગ્યાં.

તે વિચારવા લાગી,

"જો એક દીકરો હોત તો પોતાને આવા મહેણાં ના સાંભળવા પડત." 

આખો દિવસ સાસુના મ્હેણાં પણ ના સાંભળવા પડત,

અને અચાનક આનંદના કિલ્લોલથી ક્રિષ્ના બોલી ગઈ. દીકરીઓ પણ દીકરા સમાન જ હોય છે. ત્રણે દીકરીઓ કૂદતી, હરખાતી, તાળીઓ વગાડી રહી હતી. એ જોતા ક્રિષ્ના ખુશ થતા પોતાના ઘર તરફ ઉતાવળા  પગે ચાલવા લાગી, "જો મારે પુત્ર હોત તો?,

દુનિયાને દીકરીઓ કરતા દીકરાઓ નો મોહ વધારે હોય છે!.

      એના મુરઝાતાં ચહેરા પર ફરી રંગ પુરનારી ત્રણ દીકરીઓ પર નજર પડતાં ક્રિષ્ના હરખાતી, ફરી આગળ ડગલાં ભરવા લાગી.



 દીપક રાજગોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ