વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ઈચ્છા



પ્રેમ કરવો છે, ફરવું છે ને કરવી હજાર વાત

પણ શું કરું હું આ સમય આપી દે છે માત!



એમ થાય કે બધું મૂકી તને સોંપુ હું આ જાત!

પણ હવે એ સાંજ નથી, પડે છે સીધી રાત!!



ક્યાંક ઓળખીતા તો ક્યાંક બોસ કરે ચંચુપાત!

ધીમે થી તને કઈક કહ્યું  ત્યાં  કોઇક  કરે પંચાત!!



ચાલ લઈ જાઉં તને જ્યાં સદા હોય પ્રીત નો ઝગમગાટ!

ચાંદની રાતે મુખ પર સ્મિત રાખી પગમાં હોય થનગનાટ!!


- સ્મિત અજાણી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ